Link copied!
Sign in / Sign up
4
Shares

આયુર્વેદિક ગર્ભસંસ્કાર: તેજસ્વી બાળકોની પ્રાપ્તિનું વિજ્ઞાન

માતાને સૌ પ્રથમ ગર્ભાવસ્થાની જાણ થાય ત્યારે જો નકારાત્મક વિચાર આવે તો વિશુધ્ધિ ચક્ર બ્લોક થાય છે પરિણામે બાળકને જીવનભર અસફળતાનો સામનો કરવો પડે છે જનની જણ તો ભક્ત જણ,

કાં દાતા કાં શૂર,

નહીંતર રહેજે વાંઝણી,

મત ગુમાવીશ નૂર.

આ ગુજરાતી પંક્તિઓમાં પ્રાચીન ગર્ભસંસ્કારનું રહસ્ય છુપાયેલું છે. કોઈ મહાન ભક્ત, દાતા કે શૂરવીરને જન્મ આપવાનું સામર્થ્ય નૂર જનની સ્ત્રીમાં છે. આજના સમયમાં જોઈએ તો કોઈ મહાન વૈજ્ઞાનિક, એસ્ટ્રોનોટ, ખેલાડી, બિઝનેસમેન, ડોકટર, એન્જીનીયર, ટેકનોક્રેટ બનાવવાનું પ્રોગ્રામિંગ માતાના હાથમાં છે.

આયુર્વેદિક ગર્ભસંસ્કાર વિશિષ્ટ પ્રતિભાશાળી બાળકોને જન્મ આપવાનું વિજ્ઞાન છે. આજના સમયમાં પણ અભિમન્યુ, શિવાજી કે સ્વામી વિવેકાનંદ જેવાં બાળકો આવી રહ્યા છે. ગર્ભ સંસ્કાર એટલે બાળકમાં વિશેષ સદગુણો આવે એની તૈયારી. બાળકના જન્મ પહેલાં ગર્ભાધાન પૂર્વેથી લઈને, સગર્ભાવસ્થા અને પ્રસૂતિ પછી માતા અને શિશુની સંભાળ આ બધું આયુર્વેદિક ગર્ભ સંસ્કારમાં સમાવિષ્ટ છે. પતિ-પત્નીનું પંચકર્મ દ્વારા શુદ્ધિકરણ થયા પછી સ્ત્રીબીજ અને પુરુષબીજની સારી ગુણવત્તા માટે આયુર્વેદિક ઔષધિઓ, યોગ, ધ્યાન દ્વારા શારીરિક માનસિક સંતુલિત અવસ્થામાં યોગ્ય નિર્દેશાનુસાર ગર્ભાધાન કરાય છે. મનુષ્ય શરીરમાં સાત ઉર્જા કેન્દ્રો હોય છે જે શુદ્ધ ઉર્જાને ગ્રહણ કરવાનું અને અશુદ્ધ ઊર્જાને બહાર કાઢવાનું કાર્ય કરે છે. સગર્ભાવસ્થામાં શિશુના શરીરમાં જીવનો પ્રવેશ તાલુ ભાગથી થાય છે. આ સમયે કુંડલિની શક્તિ બધાં ચક્રોને ઊર્જાન્વિત કરે છે અને નીચે ત્રિકોણાકાર અસ્થિમાં સ્થિત થાય છે. માતાને સૌ પ્રથમ સગર્ભાવસ્થાની જાણ થાય ત્યારે જો માતાનો પહેલો વિચાર નકારાત્મક હોય કે આ સમયે ક્યાં હું પ્રેગ્નન્ટ થઈ! હજી તો આ કામ બાકી છે, ઘરનું ઘર કરવાનું બાકી છે, જોબ કરવી છે, વગેરે. માતાને સગર્ભાવસ્થાની જાણ થાય ત્યારે કોઇપણ નકારાત્મક વિચાર આવે તો આવનાર શિશુના વિશુદ્ધિ ચક્ર(ગળા પાસે આવેલ)ને અસર કરે છે અને એ બાળક તેનાં જીવનમાં અસફળ રહે છે. પંચકર્મ અને ધ્યાન યોગથી ચક્રો સંતુલિત રહે છે, આભામંડળ (અઞછઅ) શુદ્ધ થાય છે પરિણામે શરીર અને મન સ્વસ્થ થાય છે. એક પવિત્ર આભામંડળમાં પુણ્યાત્માને વિશિષ્ટ પદ્ધતિથી આમંત્રિત કરવામાં આવે એ બાળકો સ્વસ્થ, મેઘાવી, સફળ, આંતરિક સુઝબુઝવાળા અને સંવેદનશીલ હોય છે.

હાલમાં વધુને વધુ વંધ્યત્વના એવાં પેશન્ટ્સ જોવા મળે છે કે જેમાં પતિ પત્ની બંનેના બધાં મેડીકલ રીપોર્ટસ નોર્મલ હોય છે તો પણ પરિણામ પોઝીટીવ નથી મળતું. આયુર્વેદિક પંચકર્મ અને ગર્ભ સંસ્કાર દ્વારા શુદ્ધિકરણ પછી સરળતાથી ગર્ભાધાન થાય છે. સગર્ભાવસ્થામાં માતાને માનસિક તનાવ વધુ રહે છે અને ભાવનાત્મક સંતુલન (ઈમોશનલ બેલેન્સ) જળવાતું નથી. આવાં કિસ્સાઓમાં હોર્મોન ઈમ્બેલેન્સ મુખ્યરૂપે જોવા મળે છે. આયુર્વેદિક ગર્ભસંસ્કાર દ્વારા હોર્મોન્સ બેલેન્સ થાય છે, મિસ કેરેજ કે અન્ય કોમ્પ્લીકેશન્સ થવાની શક્યતા ઘટી જાય છે. નોર્મલ ડીલીવરી થાય છે અને સ્વસ્થ બાળક જન્મે છે.

વર્તમાન સમયમાં ગર્ભસંસ્કારની અત્યંત આવશ્યકતા છે કારણકે, વિચારોની તીવ્રતા વધી ગઈ છે, સમાજમાં અદૃશ્ય એવું વિચારોનું પ્રદૂષણ તરંગો રૂપે મનમાં અસર કરે છે. જેની સીધી અસર મનુષ્યના ચક્રો એટલે કે ઊર્જા કેન્દ્રો પર પડે છે

અને ગર્ભાધાનમાં અડચણ આવે છે, સગર્ભાવસ્થામાં માનસિક સંતુલન ખોરવાય છે જેનો ભોગ બાળક બને છે, નોર્મલ ડીલીવરીમાં પણ મુશ્કેલી થાય છે. જો ગર્ભ સંસ્કાર અંતર્ગત પંચકર્મ,વિશિષ્ટ યોગ ધ્યાન અને માનસિક સ્વાસ્થ્યની ટેકનીક્સનો અમલ કરવામાં આવે તો સહજ નિર્વિચાર સ્થિતિ મળે છે અને આનંદ દાયક સગર્ભાવસ્થા અને સુખરૂપ નોર્મલ ડીલીવરી થાય છે.

વધુમાં, આ ગર્ભ સંસ્કાર એ એક સુખદ અનુભવ છે. આયુર્વેદ, પંચકર્મ, ધ્યાન-યોગનાં સમન્વયથી શ્રેષ્ઠ સંતાનો આવી રહ્યા છે. તો આયુર્વેદિક ગર્ભ સંસ્કારનો આપ કે આપના પરિવારજનોને જરૂર અનુભવ કરાવો અને એક દિવ્ય સંતાનનાં જન્મમાં સહભાગી બનો. દરેકને માતા-પિતાનું બાળક પ્રતિભાશાળી અને સફળ થાય એવું સ્વપ્ન હોય છે જે ગર્ભસંસ્કારથી શકય બને છે ઔષધ આહારવિહારથી સરળપ્રસુતિ

આયુર્વેદ અનુસાર ગર્ભસંસ્કારમાં સગર્ભાવસ્થામાં પ્રત્યેક મહીને વિશેષ ઔષધિ, ડાયેટ પ્લાન, લાઈફ સ્ટાઈલ આપવામાં આવે છે. જેમકે, પાંચમાં મહિનામાં ગર્ભસ્થ શિશુનું મન વિકસિત થાય છે અને છઠ્ઠા મહિનામાં બુદ્ધિનો વિકાસ થાય છે. તો આ મહિનામાં મન અને બુદ્ધિનો યોગ્ય વિકાસ થાય એવાં ઔષધ, આહાર, વિહાર સૂચવેલ છે. જેને પરિણામે ગર્ભમાં બાળકનો યોગ્ય વિકાસ અને વૃદ્ધિ થાય છે. કોઇપણ જાતની તકલીફો વગર પ્રેગનન્સી જાય છે અને અંતે 9 મહીને નોર્મલ ડીલીવરી થવાની શક્યતા વધી જાય છેે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon