Link copied!
Sign in / Sign up
4
Shares

આપના નવજાત શિશુ માટે ઉચ્ચ કેલેરી-યુક્ત ખાદ્ય પદાર્થ😋

શું આપનું બાળક ખાવામાં નખરા કરે છે અને એનું વજન ધીમે વધવાથી આપની ઊંઘ ઉડી ગઈ છે? તો આપ પણ એવા માં-બાપ છો જે પોતાના બાળકને પોષ્ટીક આહાર ખવરાવવાની રીત ગોતી રહ્યા છે. ઘણી સ્ત્રીઓ પોતાના બાળકના વજન વધારવાના નુસ્ખા ગોતી રહી છે, કારણ આપણા સમાજમાં મોટા (જાડા) બાળકને સ્વસ્થ માનવામાં આવે છે. આથી જેનું વજન વધારે હોય છે તેને સમસ્યા રૂપે નથી જોવાતું પણ જો તમારું બાળક પતલુ હોય તો તે અસ્વસ્થ છે એવું ન માનવું.

માં-બાપના શરીર પ્રમાણે બાળકનું વજન હોઈ છે તો પણ તમે મુંજવણમાં હોવ તો બાળરોગ વિશેષજ્ઞ ની સલાહ લો. એકવાર જો તે સ્વસ્થ માટે ની કોઈ સમસ્યા બતાવે તો તેનો ઘરેથી પણ મદદ કરી શકાય. ખાવામાં નખરા કરનાર બાળકનું ભોજન હંમેશા કેલેરી-યુક્ત આપવું. પણ આ તમે કઈ રીતે કરશો તેમના આહારમાં ઉચ્ચ કેલેરી-યુક્ત ભોજન નો સમાવેશ કરીને.

આપના બાળકના વજન વધારવા પોષ્ટીક અને સંતુલિત આહારની આવશ્યકતા છે. બાળકની ઓછી ભૂખ થી આપ ઉદાસ થઇ શકો છો પણ યાદ રાખો તેનું પેટ નાનું છે. ત્રણ વારના આહારથી બધી કેલેરી પ્રાપ્ત કરવું તેને માટે મુશ્કેલ છે, તો તમારે ધ્યાન રાખવું કે તેને કઈ રીતે હેલ્થી નાસ્તો પણ મળે. જો તમે બાળકને શું ખવરાવવું તેની ચિંતા માં હો તો તમે આ ફૂડ ગાઈડ ને અજમાવો. આ ઉચ્ચ કેલેરી- યુક્ત ભોજન પદાર્થ બાળકો માટે છે.

આપના બાળકના આહારમાં આ અવશય શામિલ કરો-

મફિન્સ 

વાયલ્સ

ફ્રેન્ચ ટોસ્ટ

ક્રોઈસેન્ટ

કેળાની બ્રેડ

કિશમિશ નું બ્રેડ

પાસ્તા, જૈતુનના તેલ અથવા માખણ સાથે

 

તળેલા બટેટા

તળેલા કાંદાના છલ્લા

ચીઝ સાથે કાપેલ મટર અને ગાજર

એવેકાડો

 

કેળા

કેરી

 

સૂકો મેવો

ડોનટ

 

પેન કેક

આ થોડા ઉચ્ચ કેલેરી યુક્ત ભોજન પદાર્થ છે જે આપ બાળકને આપી શકો છો.

આપ પ્રત્યેક ગ્રાસને કઈ રીતે ગણી શકો છો?

આના પ્રકાર છે જેનાથી આપ આસાનીથી દરરોજના ભોજનમાં કેલેરી-યુક્ત ભોજનમાં બદલી શકો. વિચારો છો કઈ રીતે? ચાલો જોઈએ-

સ્વસ્થ વસાનો પ્રયોગ

આપના બાળકના દરરોજના આહારમાં ચાખણ ક્રીમ, ચીઝ અથવા મેયોનીઝ જેવા વસાથી પૂર્ણ કરો. વસા કેલેરી થી ભરપૂર હોય છે અને બાળકના મગજ વિકાસ માટે આવશ્યક પણ છે.

વસા યુક્ત દુગ્ધ ઉત્પાદનો નો પ્રયોગ

આપના બાળકના ભોજનમાં વસા યુક્ત દુગ્ધ ઉત્પાદન જેવા કે દૂધ, દહીં અને ચીઝ છે કે નહિ તેનું ધ્યાન રાખો. આપ તેમના શાકભાજી, ભાત અને અન્ય વ્યંજનમાં શ્રેડેડ ચીઝ નાખી શકો. આપ તેને ચીઝ સ્લાઈસ પણ આપ શકો.

સ્મૂદી ખવરાવો

આપના બાળકને બધા તરલ ખાદ્ય પસંદ છે. તો સ્વસ્થ વર્ધક સ્મૂદી ખવરાવો. આ થોડી સ્મૂદી રેસિપી છે જ તમે અજમાવો શકો.

સંતરા ની ગુણવતા

સંતરાનો રસ અને વેનીલા આઈસ-ક્રીમ મેળવો. આપના બાળકને આ જરૂર ભાવશે અને વિટામિન ઈ અને કેલેરી મળશે.

ફળોની ખૂબી

વોલ મિલ્ક યોગહર્ટ ઉચ્ચ કેલેરી યુક્ત દૂધ અને આપના પસંદના ફળો મિક્સર માં બ્લેન્ડ કરી દયો. આ ખાવામાં નખરા કરતા બાળકોને ખવરાવવાનો સુંદર રસ્તો છે.

દ્રાક્ષ

એના માટે તમને વધારે ક્રીમવાળું દૂધ અને દ્રાક્ષના રસની કોન્સનટ્રેટની જરૂરત છે. આને મિક્સ કરો અને બાળકને આપો.

પોષ્ટીક સૂપ બનાવો

જો તમારા બાળકને સૂપ પસંદ હોય તો સૂપ, પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કરી બનાવો.

બટાટાંમાંથી કેલેરી

વધારે પડતા બાળકોને બટાટા વધારે જ ભાવતા હોય છે. જો તમારા બાળકને પણ આ સ્ટાર્ચ વાળું શાક પસંદ છે તો તેમાં થોડી વધારે કેલેરી મેળવી દયો. થોડું ચીજ અને દૂધ બટાટા સાથે ભેળવી દયો.

આ વાતોનું ધ્યાન રાખો:

પોતાના બાળકને વધારે કેલેરી યુક્ત ખાદ્ય પદાર્થ દેવા પર્યાપ્ત નથી, સ્વસ્થ રૂપે વજન વધારવા માટે તમારે ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેટલું જલ્દી બની શકે તેટલું જલ્દી પોતાના બાળકને પોષ્ટીક આહાર આપો અને તેની વિવિધ પ્રકારની વસ્તુ બનાવો જે બાળકને ઓછી ઉંમરમાં ભોજનની વિવિધ વસ્તુ આપવામાં આવે છે તે જીવનમાં આહારનો આનંદ લેઇ છે. વધારે બાળકો પોતાની ૪૦% ઉર્જાની આવશ્યકતા ફક્ત કેલેરી દ્વારા પ્રાપ્ત કરે છે. એવું બની શકે કે તમારા બાળકને કંઈક ખાવાની લાલસાની ચાહમાં તમે તે જંક ફૂડ ખવડાવી રહ્યા છો પરંતુ લાંબા સમયના પ્રભાવથી જોવા જોઈએ તો તમે તેને ફાયદાથી વધારે નુકશાન કરી રહ્યા છો. જંક ફૂડથી પ્રાપ્ત રિક્ત કેલેરી તમારા બાળકને સ્વસ્થ માટે કઈ નથી કરતી પરંતુ તેનાથી ખાલી એનો મોટાપો વધે છે.

જયારે વાત દૂધની આવે છે તો તમારા બાળકોના ડોક્ટરની સલાહ લ્યો. વધારે પડતા બાળકોના ડૉક્ટર બાળકો આ ફૂલ ફેટ મિલ્ક આપવામી સલાહ આપે છે. પરંતુ સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે બે થી ચાર વર્ષથી વચ્ચેના બાળકોમાં મલાઇવાળા દૂધથી વજન વધી શકે છે. એટલે મલાઈવાળું દૂધ દીધા પહેલા ડોક્ટરની સલાહ લ્યો.

બાળકોને જ્યુસ દેવાથી બચવું આ વિટામિન સી થી ભરપૂર હોય છે પરંતુ સાથે જ એનાથી ટુથ ડીકે થઇ શકે છે. જ્યુસમાં પર્યાપ્ત કેલેરી ની ઉણપ હોય છે. એટલે પોતાના બાળકને સંતુલિત માત્રામાં જ્યુસ આપો. સાથે જ પ્રવાહીની પહેલા તેને સરખું ભોજન આપો. પોતાના બાળકને હેલ્દી નાસ્તો આપો. કૂકીઝ અને વેફર્સની જગ્યાએ તેને એવેકાડોની ચીરી આપો.

પોતાના બાળકના ખોરાકને રેશા યુક્તથી ભોજનથી ન ભરો. આનાથી બાળકને કેલેરી મળ્યા વગર જ પેટ ભરેલું ભરેલું લાગી શકે છે. પોતાના બાળકને રોજ ૧૦૦૦-૧૪૦૦ કેલેરીની આવશ્યકતા હોય છે. આ ખુબ જ વધારે લાગે છે પરંતુ અહીંયા દેખાડવામાં આવેલા ટુચકાનું પાલન કરશો તો તે તમારા માટે બરાબર રહેશે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon