Link copied!
Sign in / Sign up
0
Shares

આંખો નું ચોળવુ- કેમ કરે છે બાળક એવુ?


બાળક પોતાની આંખો કેમ ચોળે છે?

-તે થાકેલુ છે.

- તે પોતાના શરીરનાં વિશે શીખી રહ્યાં છે.

- તેની આંખ માં કંઈક છે.

- તેની આંખો માં પીડા અથવા ખંજવાળ આવી રહી છે.

બાળક સામાન્ય રીતે પોતાની આંખ ત્યારે ચોળે છે જ્યારે તે થાકેલા હોય છે અને તેને ઊંઘ આવી રહી હોય છે. પરંતુ સુકાયેલી આંખો,આંખો માં ચેપ અથવા બહારની વસ્તુઓ આંખમાં જવાથી જેમકે પાપંણ, તેનાથી પણ બાળક પોતાની આંખો રગડે છે. તેનું એક બીજુ કારણ એ થઈ શકે છે કે તે શીખી રહ્યા હોય કે આંખો ને રગડવાથી તે કેવી પ્રતિક્રિયા કરે છે.

પોતાના બાળક ને તેની નાની મુઠ્ઠી થી આંખો ચોળતા જોવાથી વધારે પ્રેમ બીજો કશો ના હોય શકે છે. પરંતુ શું તે એ વિચિત્ર વસ્તુઓ માંનુ એક છે, જે બાળકો કરે છે અથવા તે તમને કશુ બતાવાની કોશિશ કરી રહ્યાં છે?

એ કારણો પર જરા ધ્યાન આપો કે કેમ બાળક પોતાની આંખો ચોળે છે -

૧. તે થાકેલા છે

ઊંઘ આવવુ સૌથી સામાન્ચ કારણ છે જેનુ કારણ બાળક પોતાની આંખ ચોળે છે. જેમકે તમે ગળાની માંસપેશિયો ને ચોળીતેને શાંત કરો છો, તેવી જ રીતનાં તમારુ બાળક પણ તેની આંખો ની આજુબાજુ ની થાકેલી ત્વચા ને આરામ પહોંચાડવા ની માટે તેને ચોળે છે. બગાસુ ખાવુ, ચિંતિત હોવુ અને રડવુ પણ બીજા સંકેતો છે, જે દર્શાવે છે કે તમારા બાળક ને ઊંઘ આવી રહી છે.આનાથી તમે બાળક નાં વધારે થાકવા પહેલા તેને શાંત કરી શકો છો કેમકે જો બાળક એક વાર વધારે થાકી જાય, યો તેને સંભાળવુ મુશ્કેલ થઈ જાય છે. જેટલી જલ્દી થઈ શકે તેની સુવાની વ્યવ્સથા કરો.

૨. તેની આંખો શુષ્ક છે.

તમારુ બાળક ત્યારે પણ આંખો ચોળે છે, જ્યારે તેની આંખો શુષ્ક લાગે છે. આંખો ને ચોળવાથી આંસુ આવે છે, જેનાથી આંખોમાં ભેજ આવે છે. તેની આંખો શુષ્ક હોય શકે છે કેમકે આંસુ વધારે વાર સુધી હવાનાં સંર્પક માં રેહવાથી સુકાઈ જાય છે.

૩. તે પોતાના શરીર વિશે શીખી રહ્યાં છે

યાદ રાખો, રમારા બાળક ની માટે બધુજ નવુ છે. તે હજુ શીખી રહ્યાં છે કે કેવી રીતના તેનું શરીર કામ કરે છે અને પ્રતિક્રિયા દે છે. તે અજવાળુ અને પૈર્ટન, જે આંખો ને રગડતા સમય તમને દેખાઈ છે? તે તમારા બાળક માટે લોભાવનારુ બની શકે છે.

૪. તેની આંખો માં કશુ છે

તમારુ બાળક ત્યારે પણ આંખો ચોળે છે, જ્યારે તેનામાં કંઈક વાગે એવી વસ્તુ આવી ગઈ હોય. એ ધુળ, પાંપણ અથવા સુકાયેલા ચીપડા પણ હોય શકે છે. આંસુ આવવુ અને આંખો ને પટપટાવાનું પણ એક સંકેત છે કે તેની અાંખો માં કશુ આવી ગયુ છે. જો તમારા બાળકની આંખો માં કશુ આવી ગયુ હોય, તો સૌથી પહેલા ભીના કપડા થી તેની અાંખો અને ચહેરો સાફ કરો તેથી કોઈ બીજો કચરો ના જઈ શકે. તેના પછી નવશેકા પાણી થી છાંટા મારી ને તમે તેની આંખ થી તે ગંદગી કાઢી શકો છો. આ દરમ્યાન તમે બાળક નો ચેહરો ઉપર રાખવા કોઈની મદદ લો.

૫. તેની આંખો માં પીડા અથવા ખંજવાળ આવી રહી છે

આંખો માં પીડા અથવા ખંજવાળ , આંખો ને ચોળવા નું એક બીજુ કારણ છે. સોજેલી આંખો, લાલ આંખો, આંસુ અાવવા અને તાવ, આંખો નાં ચેપ હોવાનું લક્ષણ હોય છે. તમારુ બાળક પરેશાન લાગી શકે છે અને રોઈ પણ શકે છે જો તેની આંખો માં તકલીફ થશે તો. તેથી જો તમે બાળક માં આ લક્ષણ જુવો, તો સારુ રેહશે કે તમે તેને ડોક્ટર પાસે લઈ જાવ.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon