Link copied!
Sign in / Sign up
2
Shares

આખરે સી-સેક્શન કેવી રીતે બન્યું નોર્મલ ડિલિવરી?😱😱

આ ઘટના કઈ એવી છે કે તમારા હોંશ ઉડી જશે. હરેક ગર્ભવતી સ્ત્રી માટે સૌથી ખરાબ વાત એ હોય છે કે તાબડ્તોપ સી-સેક્શન થી પ્રસુતિ કરવી, અને આ માઁ ને તો એના જીવનના સૌથી ખરાબ દિવસમાંથી પસાર થવું પડ્યું. લીસેસ્ટર માં રહેવાવાળી એમ્બર હજુ ૩૦ અઠવાડિયાની ગર્ભવતી હતી, એને ડોક્ટરે તાબડ્તોપ સી-સેક્શન કરાવવાની સલાહ આપી, એ સી-સેક્શન માટે તૈયાર જ થઇ રહી હતી ત્યારે ખબર પડી કે તેને ૧ મિનિટ પહેલા જ બાળકને કુદરતી રીતે જન્મ આપી દીધો હતો.

આ વાત તો સમજવાનીજ હતી કે જયારે ડોક્ટરે આ સ્ત્રીનું સી-સેક્શન માટે પેટ કાપ્યું તો તે જોઈને હેરાન જ થઇ ગયા કે તેમાં બાળક જ નહોતું! એ તો ૨ મિનિટ પછી બાળકના રડવાના અવાજથી ડોક્ટરને એહસાસ થયો કે એ સ્ત્રીએ બાળકને પ્રાકૃતિક રૂપે પહેલા જ જન્મ આપી દીધો હતો. 

૨૧ વર્ષની એમ્બરે પોતાના દીકરાને ઠીક એજ સમયે જન્મ આપી દીધો જયારે ડોક્ટર સી-સેક્શન કરવાની તૈયારી કરી રહ્યા હતા. 

એમ્બર એ દિવસ ક્યારેય નહિ ભૂલે, એનું કેહવું છે કે ;એ સમય ખુબ જ ખતરનાક હતો, હું મારા દિલના ટુકડા ને હાથ માં લેવાની રાહ જ જોઈ રહી હતી કે મેં ડોક્ટરના ચેહરા પર ગભરાહટ જોઈ. પુરી ૨ મિનિટ સુધી એ પરેશાન રહ્યા, ત્યાં સુધી કે જયારે તેને મારા બે પગ વચ્ચેથી મારા બાળકના રડવાનો અવાજ ન આવ્યો. હું તો એ વાતથી હેરાન હતી કે કેવળ કારણ-વગર મારુ પેટ જ ન કાપવું પડ્યું, પણ મારુ બાળક પણ પુરી ૨ મિનિટ સુધી એકલું પલંગ પર પડેલું રહ્યું.

એમ્બરના ગર્ભાવસ્થાના સમયમાં ડોક્ટરે તેને પહેલે થી જ ચેતવણી આપી દીધી હતી કે તેની પ્રિમેચ્યોર ડિલિવરી થવાની આશા કરી શકાય છે એ ચેતવણી આપવાના હજી ૪ અઠવાડિયામાં જ પાણી પડવાના ચાલુ થઇ ગયા અને એના ૧૬ દિવસ પછી જ તેને પ્રસુતિ માટે હોસ્પિટલમાં લાવવામાં આવી. દુખાવાના ૩૬ કલાક પછી ડોક્ટરને ડર હતો કે એમ્બર નોર્મલ ડિલિવરી નહિ કરી શકે અને આ કારણ થી ડોક્ટરોએ સી-સેક્શન કરવાની સલાહ આપી.

એમ્બરનું કહેવાનું છે, મેં વિચાર્યું હતું કે હું પણ મારી માતાની જેમ મારા બાળકને નોર્મલ ડિલિવરીથી જન્મ આપીશ. પરંતુ ડોક્ટરોનું કેહવું હતું કે બાળકને નીકાળવામાં વધારે મોડું નહિ કરી શકાય. હું હોંશમાં જ હતી જયારે એને મારુ પેટ કાપ્યું હતું અને તેમાં બાળકને ન જોતા બધા જ હેરાન રહી ગયા. 

એના ૨ મિનિટ પછી જ ડોક્ટરે એ બાળકને રડતા સાંભળ્યું અને એને એહસાસ થયો કે જયારે તે લોકોએ એમ્બરનું પેટ કાપ્યું, બાળકે બરાબર તેજ સમયે કુદરતી રીતે જન્મ લીધો હતો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon