Link copied!
Sign in / Sign up
0
Shares

આ વર્ષની ઉનાળાની લુ જીવલેણ થઈ શકે છે, લક્ષણ જાણીને કંઈક આવી રીતે કરો બચાવ😲😲

ગરમીની ઋતુ આવી ગઈ છે અને સાથે-સાથે આ મોસમમાં લોકોને ઘણા પ્રકારની શારીરિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે; જેમકે માથાનો દુઃખાવો, પેટ ખરાબ થવુ અને એમાંથી જ એક લૂ લાગવી. ગરમીના મોસમમાં જે ગરમ હવા આવે છે, તેનાથી લૂ લાગવાનો વધારે ડર રહે છે. કેમકે લૂ લાગવાથી માણસના શરીરમાં પાણીની માત્રા પણ ઓછી થઇ શકે છે, જે જાનલેવા સાબિત થઈ શકે છે. એટલે સમય રહેતાં જ લૂ લાગવાનો ઇલાજ કરવો ખૂબ જરૂરી છે. આજે આ લેખ દ્વારા અમે તમને નુ લાગવાના થોડા લક્ષણ અને તેનાથી બચવાના ઉપાયો જણાવીએ છે.

જાણો શું છે લૂ લાગવાની સામાન્ય લક્ષણ-

૧. તાવ આવવો કે શરીરનું તાપમાન વધવુ, ક્યારેક લૂ લાગવાથી ખાલી બપોરના સમયે જ શરીરનું તાપમાન વધારે વધી જાય છે.

૨. હાથ-પગમાં કે આંખોમાં બળતરા.

૩. પેટ ખરાબ થવુ કે ઉલટી થવી.

૪. માથાનો દુઃખાવો.

૫. કમજોરી કે થાકવું.

૬. ચક્કર આવવા

૭. મોઢું સુકાય જવું કે વધારે તરસ લાગવી.

૮. વધારે પરસેવો થવો કે બિલકુલ પરસેવો ન થવું.

૯. શરીરમાં અસહ્ય દુખાવો.

૧૦. પેશાબ ગરમ આવો.

જો લૂ લાગે તો શું કરવું?

૧. લૂ લાગવાથી પીડિત વ્યક્તિને ઠંડી જગ્યાએ રાખો- કૂલર, એ.સી વાળા રૂમમાં તેને રાખો.

૨. વધારે થી વધારે પાણી પીવડાવો.

૩. માથું ઠંડા પાણીથી ધોવડાવો અને શરીરનું તાપમાન વધારે વધી જાય, તો થોડી થોડી વારે ઠંડાપાણીની પટી માથા પર રાખો.

૪. ઠંડા પાણીથી નહાવું.

૫. આમ-પન્ના, બેલનું શરબત કે અન્ય ઠંડા ફળોના જ્યૂસ આપો.

૬. તળેલું, સેકેલો કે બહારનું ખાવાનું જરા પણ ખાવા ન દયો.

૭. લીંબુપાણી કે મીઠા સાકરનું ઘોળ આપો.

૮. લસ્સી આપો.

૯. હલકું અને મસાલા વગરનું ખાવાનું આપો.

૧૦. લૂ થી પીડિત માણસને શેરડીનો રસ પણ જરૂર આપો.

લૂ થી કેવી રીતે બચવું?

૧. સરખી રીતે ખાવાનું ખાવ.

ગરમીના મૌસમમાં ભૂખ્યા બિલકુલ ન રેહવું; એનો અર્થ એ નથી કે તમે તમારા ડાયેટ કરતાં વધારે ખાવ. યોગ્ય સમય પર ખાવ અને ખાસ કરીને ત્યારે, જયારે તમે ઘરથી બહાર જઈ રહ્યા હોવ. સાથે જ, ધ્યાન રાખો કે વધારે તળેલી-શેકેલી કે બહારના જંકફૂડ ન ખાવ.

૨. કાંદાનું સેવન કરો.

ગરમીના દિવસોમાં કાચા કાંદાનો ઉપયોગ તમારા ભોજનમાં જરૂર કરો; કેમ કે કાંદાની તાસીર ઠંડી હોય છે, એટલે રોજના સલાડમાં કાચા કામના સેવન જરૂર કરો. દરરોજ કાંદા ખાવાથી તમારા શરીરનું તાપમાન એકદમ સરખુ રહેશે. તમે ચાહો તો અડધો કાંદો બહાર નીકળતાં પહેલાં તમારા પોકેટમાં જરૂર રાખો; તેનાથી તમને લું નહીં લાગે.

૩. આમ-પન્ના

ગરમી ના મૌસમ માં દરેક ઘરમાં આમ પન્નાની જરૂરત હોય છે અને દરેક ઘરમાં આને બનાવવામાં આવે છે; કેમકે આ પીવાથી શરીર ઠંડુ રહે છે અને લૂ લાગવાનો ડર પણ નથી રહેતો.

૪. નારિયળ પાણી

નારિયળ પાણી બધા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આનાથી ખાલી ચામડી જ નહીં નથી ચમકતી, પણ શરીર પણ સ્વસ્થ રહે છે. એટલે ગરમી ના મૌસમ માં દરરોજ નારિયળ પાણી પીવો કે જેનાથી તમારું શરીર ઠંડું રહે અને તમને લૂ લાગવાનો ડર ન રહે.

૫. લસ્સી અથવા જ્યુસ

ઠંડા ફળોના જ્યૂસ જરૂર પીવો, આનાથી તમારું શરીર ઠંડુ રહેશે અને તમને લૂ લાગવાનો ડર પણ નહીં રહે.

૬. છાસ

છાસ જરૂર પીવો, આનાથી કેવળ તમારું શરીર ઠંડુ જ નહીં થાય, પણ તમારી પાચન શક્તિ પણ વધશે.

આ બધા સિવાય જે એક ખૂબ મહત્વપૂર્ણ વસ્તુ છે- પાણી; એટલે લૂ લાગે કે ન લાગે પણ હર એક કલાકે ભરપૂર માત્રામાં પાણી જરૂર પીવું કે જેનાથી તમારા શરીરમાં પાણીની જરૂરી માત્રા રહે. સાથે-સાથે તમે આમલીના બી કે કોથમીરનો પણ ખાવામાં ઉપયોગ જરૂર કરો. બહાર નીકળતી વખતે કોટનના આખી સ્લીવ્સ વાળા હલકા રંગના કપડા પહેરો અને સનગ્લાસ લગાડવાના બિલકુલ ન ભૂલો. જો તો પણ તમને સમસ્યા વધારે થઈ રહી હોય, તો બિલકુલ મોઢું ન કરતાં; ડોક્ટરને જરૂર મળો કે જેનાથી સમય રહેતાં જ તમારો ઈલાજ થઈ શકે, નહીંતર લૂ લાગવાથી જીવ જવાનો ડર રહે છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon