Link copied!
Sign in / Sign up
3
Shares

બ્રેસ્ટ શૈલ વિશે આ વાતો તમને ખબર હોવી જોઈએ📀😯📀

બ્રેસ્ટ શૈલ નો ઉપયોગ સ્તનપાન કરાવા માટે થાય છે, એવી સ્ત્રીઓ માટે જેમના નિપ્પલ ઊંધા છે, કા તો જેમના નિપ્પલમાં દુઃખાવો છે, અથવા જેમના નિપ્પલમાં લિકેજ થાય છે. આ બે સિલિકોન અથવા પ્લાસ્ટિકના ભાગોથી બનેલું છે, જેને સ્તન પર પહેરવામાં આવે છે. આ બે ગોળ રીંગસને બ્રેસ્ટ પર મુકવામાં આવે છે, જેના વચ્ચેના કાણાં માંથી તમારા નિપ્પલ બહાર આવે છે. આ તમારા નિપ્પલ પર સૌમ્ય દબાણ આપે છે. આ તકલીફ આપે તેવું ના હોવું જોઈએ.

આના બીજા ગોળ આકારમાં તમારી નિપ્પલની રક્ષા માટે રિંગ હોય છે અને એ રિંગમાં બધુ દૂધ ભેગુ થાય છે, જે બ્રેસ્ટ શૈલ પહેરવાના સમયે તમારા સ્તનમાંથી લીક થાય છે.

●બ્રેસ્ટ શૈલ ક્યારે ઉપયોગી હોય છે

બ્રેસ્ટ શૈલ ફ્લૅટ નિપ્પલ, રિટ્રેકટેડ નિપ્પલ, અને ઇન્વરટેડ નિપ્પલને બરાબર કરવા માટે પહેરવામાં આવે છે. જો તમે સ્તનપાન દરમિયાન બ્રેસ્ટ શૈલ પહેરો છો, તો તે તમારા સ્તનના નિપ્પલને બહાર નિકાળે છે અને તમારા બાળક માટે સ્તનપાન ને સરળ બનાવે છે.

બ્રેસ્ટ શૈલ તમારા દુઃખદાયક અને ક્રેકડ નિપ્પલ ને નર્સિંગ બ્રા અને સ્તનપાન કરાવા વાળા કપડાં સાથે ના ઘર્ષણથી બચાવે છે. કેમકે આ તમારા સ્તનના દુખાવા અને તકલીફ થી બચાવે છે, એટલે આનાથી તમારા નિપ્પલ જલ્દી સારા થઈ જશે.

બ્રેસ્ટ શૈલને પહેરવાથી સ્તનમાં થતા હલકા એંગોર્જમેન્ટ માંથી છુટકારો મળે છે. તે સ્તનના નિપ્પલ પર હલકો અને સતત દબાણ આપે છે આના થી તમારા સ્તન માંથી ધીમે ધીમે બહારના શૈલ માં દૂધ નીકળે છે.

કારણકે બ્રેસ્ટ શૈલ તમારા સ્તનના દૂધને ભેગું કરે છે, આનાથી તમારે અચાનક થવાવાળા લિકેજથી છુટકારો મળે છે અને તમારા કપડાં પર લાગવાળા ડાઘ સામે રક્ષણ મળે છે.

બ્રેસ્ટ શેલ જે સ્તનમાં લીકેજ થાય ત્યાં પહેરવામાં આવે છે, જ્યારે સ્તનપાન દરમિયાન તમે અન્ય સ્તન ને પંપ કરી રહ્યા છો.

●શું તમે ગર્ભાવસ્થા દરમિયાન પણ સ્તનપાન નો ઉપયોગ કરી શકો છો?

જો તમે ગર્ભવતી હો, તો આ ખૂબ જ જરૂરી છે કે તમે તેનો ઉપયોગ કરતા પહેલાં તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. ફ્લૅટ અને ઇન્વરટેડ નિપ્પલ ધરાવતી કેટલીક સ્ત્રીઓ બાળકના જન્મ પહેલાં જ બ્રેસ્ટ શૈલ પહેરવા માંડે છે.

જો કે, તમને પ્રિ-મૈચ્યોર લેબર નું જોખમ હોય, તો પછી બ્રેસ્ટ શૈલ પહેરશો નહીં. આના થી તમારું ગર્ભાશય સંકોચાઈ શકે છે કારણ કે આ નિપપ્લને ઉત્તેજિત કરે છે.

●બ્રેસ્ટ શૈલ અને નિપ્પલ શીલ્ડમાં શું તફાવત છે

બ્રેસ્ટ શૈલ નિપ્પલ શીલ્ડની જેમ નથી હોતા. નિપ્પલ શીલ્ડ એવું સાધન છે, જે તમારા ડોક્ટર અથવા લૈક્ટેશન પ્રોફેશનલ તમારે સુચવસે જો તમારું બાળક યોગ્ય રીતે સ્તનપાન નથી કરતું. તમે નિપ્પલ શીલ્ડ સ્તનપાન દરમિયાન પહેરો છો. આનાથી વિપરીત બ્રેસ્ટ શૈલને બાળકને સ્તનપાન કરાવતા પેહલા દૂર કરી લેવું જોઈએ.

●લીકેજ અને દૂધમાં વધારો

જો કે તમે બ્રેસ્ટ શૈલ લિકેજને રોકવા માટે જ પહેરો છો, પણ આ વાતની શક્યતા છે કે તમારું લિકેજ વધી જાય. વધુ લીકેજ થવાની સંભાવના તમારા બાળકના જન્મના પ્રથમ થોડા અઠવાડિયામાં વધારે હોય છે.

●શું તમે તમારા બાળકને બ્રેસ્ટ શૈલમાં ભેગું થયેલું દૂધ આપી શકશો?

બૅક્ટીરિયા અને ફંગસ ગરમ, અંધારા અને ભેજવાળા વિસ્તારોમાં વધે છે. બ્રેસ્ટ શૈલમાં ભેગું થયેલું આ દૂધ જીવોથી દૂષિત હોઈ શકે છે. તેથી, તમારે તમારા બાળકને બ્રેસ્ટ શૈલમાં ભેગું થયેલું દૂધ ના આપવું જોઈએ.

●સંભાળ અને સ્વચ્છતા

વેન્ટિલેશન છિદ્રો સાથે બ્રેસ્ટ શૈલ, તમારા સ્તનો અને નિપ્પલમાં હવાની અવરજવર ને જાળવી રાખશે.

તમારા સ્તનના ટિશૂઝ ની ચારે બાજુ હવાનું ફરતું રેહવું જરૂરી છે જેથી શૈલમાં ભેજને રોકી શકાય. સ્તનના દૂધને લીધે થતો ભેજ તમારા સ્તનોમાં તકલીફનું કારણ બની શકે છે. તેથી, તમારે બ્રેકડાઉન, રૈશેસ, સ્તનમાં દુખાવો, થ્રશ અને સોજો જેવી સામાન્ય સમસ્યાઓને ખતમ કરવા માટે તમારા સ્તનના શૈલને સ્વચ્છ અને શુષ્ક રાખવું જોઇએ.

બ્રેસ્ટ શૈલને સાફ કરવું સરળ છે. તેને દરરોજ સાબુના પાણીથી સાફ કરો, અને તેને સારી રીતે સૂકાવા દો.

●ક્યાંથી ખરીદવું?

બ્રેસ્ટ શૈલ હોસ્પિટલમાં પણ મળી શકે છે, જ્યાં તમે બાળકને જન્મ આપો છો. તમે બ્રેસ્ટ શૈલ ઑનલાઇન અથવા સ્ટોરમાંથી પણ ખરીદી શકો છો, જ્યાં બાળકના સામાન બ્રેસ્ટ પંપ વગેરે મળી આવે છે. જો તમને આના સંબંધિત કોઈ સમસ્યા હોય, તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon