Link copied!
Sign in / Sign up
7
Shares

આ ઉનાળામાં કેમિકલ કન્ડીશનરને કહો BYE, ઘરમાં આવી રીતે તૈયાર કરો નેચુરલ કન્ડીશનર

ગરમીમાં સૌથી વધારે નુકસાન ત્વચા અને વાળમાં થાય છે. તડકાના કારને વાળની ચમક જતી રહે છે અને ખુબજ ડ્રાય થઈ જાય છે. એટલા માટે મહિલાઓ ખાસ કરીને કન્ડીશનરનો ઉપયોગ કરે છે. પણ બજારમાં મળતા કકન્ડીશનરમાં હાજર જાતના કેમિકલ્સ હોય છે, જે તમને થોડા સમય માટે સ્મુધ વાળ આપશે પણ લાંબા ગાળે વાળને ઘણું નુકસાન થાય છે. આજે અમે ઘરેજ બનાવામાં આવેલ નેચુરલ કન્ડીશનર વિષે જણાવશું. 

મધ અને નારિયલ તેલ

 

મધ વાળને કન્ડીશન કઈ છે અને સાથેજ નારિયલ તેલ વાળને પોષણ આપે છે. એક ચમચી નારિયલ તેલ માં એક ચમચી મધ બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી ગુલાબજળ સારી રીતે મિક્સ કરીલો, બસ હવે આ તૈયાર કરેલા મિક્સરને શેમ્પૂ કાર્ય બાદ કન્ડીશનર તરીકે લગાવો, ૧૦-૧૫ મિનીટ સુધી રેહવા દો અને પછી વાળને ધોઈ લો 

કેળાથી તૈયાર કરો

 

રફ અને ડ્રાય વાળ માટે કેળા ખુબજ લાભદાયી છે. એક વાટકીમાં એક મોટું કેળું, એક ચમચી મધ, ત્રણ ચમચી દૂધ, ત્રણ ચમચી ઓલીવ ઓઈલ અને એક ઈંડું નાખી પેસ્ટ બનાવી લો, આ પેસ્ટને ૧૫ થી ૩૦ મિનીટ સુધી રાખો અને પછી પાણીથી ધોઈ લો 

દહીં નો ઉપયોગ કરો 

દહીં મા ઉપસ્થિત લેકતો એસીડ સ્કાલ્પને ક્લીન કરવામાં મદદ કરે છે અને સાથેજ આમાં રહેલું પ્રોટીન વાળને પોષણ આપે છે. એક વાટકીમાં ૬ ચમચી દહીં લો અને તેમાં એક ઈંડું નાખી મિક્સ કરો, આ મિશ્રણ તૈયાર થયા બાદ સ્કલ્પ પર મસાજ કરો અને ૧૫ થી ૩૦ મિનીટ સુધી મૂકી રાખો પછી પાણીથી વાળ ધોઈ લો. 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon