Link copied!
Sign in / Sign up
96
Shares

આ ટીપ્સ સાથે જલ્દી ગર્ભ ધારણ કરો


હવે જ્યારે તમે પરિવાર શરુ કરવાનું વિચારી લીધુ છે તો તમે જલ્દી થી ગર્ભાવસ્થા માં પગલું ભરવાં માંગશો. પરંતુ તમારે થોડી જરુરી જાણકારી

હોવી જોઈએ કે ગર્ભ કેવી રીતે જલ્દી ધારણ કરવો જોઈએ. એવી થોડી પરેજી પાડવી પડે છે જેનાથી તમે ગર્ભ ધારણ કરી શકો અને સ્વસ્થ રહો.

થોડી વાતો નું ધ્યાન રહે. થોડી સુચનાઓ નું પાલન કરવાથી તમને હકારાત્મક પરીણામો મળશે. ચાલો આગળ વાંચીયે.

૧.તમે બર્થ કંટ્રોલ/ગર્ભ નિરોધક દવાઓ લેવાનું બંધ કરી દો

તમે ગોળી, સિરપ, કોપર ટી વગેરે ને લેવાનું બંધ કરી દો. તેનાથિ તમારુ માસિક બદલાઈ જાય છે. તમારે ગર્ભવતી

બનવા માટે પોતાનુ માસિક સમજવુ પડશે. માસિક ધર્મ કેટલા દિવસ સુધી ચાલે છે, તેની લંબાઈ કેટલા દિવસ ની

હોય છે તે પ્રમાણે કામ કરો. તમે ગર્ભ નિરોધક બંધ કરી દેશો તો તમારા શરીર માં તેના દ્વારા આવેલા બદલાવ

દુર થશે.તમારુ શરીર ફરી થી કુદરતી રુપ થી ઈંડાનું ઉત્પાદન શરુ કરી દેશે જેનાથી તમને સંભોગ પછી ગર્ભવતી બનવામાં

મદદ મળશે.

૨.ખરાબ આદતો થી દુર રહો

તમે બીડી, ગુટખા, સીગરેટ, દારુ જેવી આદતો થી દુર રહો. તમે ઘરનું શુદ્ધ અને હળવુ જમવાનું ખાવ જેને પચાવામાં

સરળતા રહેશે.બહાર નાં ખાવામાં વધારે ઘી-તેલ અથવા વાસી હોવાને કારણે તમારુ પેટ બગડી શકે છે.ખરાબ

આદતો સાથે તમારે કસુવાવડ નું જોખમ વધી જાય છે.બાળક માં ઓછુ વજન,પ્રીટર્મ ડિલીવરી,ઓછા વિકસિત ફેફસાં ની ફરિયાદ થઈ શકે છે. તો તમે પોતાના બાળક

માટે યોગ કરો, સમય પર સુવો-જાગો અને તણાવ થી દુર રહો.


જો તમારા પતિ દારુ-સિગરેટ લે છે તો તેમને પણ આનાથી દુર રેહવાનું કહો કેમકે આ આદતો તેમના વીર્ય તેમજ શુક્રાણુઓ ને નબળુ બનાવી

દે છે. તેમના માં બાળક પેદા કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. સાથે જ વીર્ય માં શુક્રાણુઓ ની સંખ્યા ઓછી થઈ જાય છે.

૩.વિટામિન તેમજ સપલમેંટ નું સેવન કરો

તમારી ગાયનેકોલીજીસ્ટ તમને ગર્ભધારણ કરવા માં મદદ કરતી થોડી દવાઓ લેવાનું કહેશે. તેનાથી તમારા માદા શુક્રાણુ/ઈંડા માં ગર્ભ ધારણ

ની ક્ષમતા વધશે. ફોલિક એસિડની ગોળીઓ લેવામાં આળસ ના કરો. ડોક્ટર ની સલાહ હળવામાં ના લો. તે તમારા સારા માટે જ દવાઓ દે છે.

તેનાથી ગર્ભમાં પળતા બાળક માં બર્થ ડિફે્ક્ટ જેવી કે વિકૃત પીઠ થવાથી બચાવ મળે છે.

૪.સંતુલીત તેમજ પૌષ્ટિક આહાર લો

ખોરાકનાં મહત્વને અણદેખું ના કરો. કેમકે જે તમે ખાશો તે જ તમારા બાળક પર અસર પડશે. તમે ઓમેગા ૩ ફેટી ની વિશેશ ટેબલેટ લો.

આ સપલમેન્ટ તમારા શરીર માં જરુરી તત્વો ને પુરા કરે છે. તમે જમવામાં પ્રોટીન માટે ઈંડા,દાળ અને લોહી માટે લીલા શાકભાજી તેમજ

ફોલિક એસિડ ટેબલેટ લો. શાકાહારી મહિલાઓ સુકો માવો, ફ્લેક્સ નાં બીજ સુપરમાર્કેટ થી ખરીદી ને ખાય શકે છે.

૫.વજન માં નિયંત્રણ રાખો

આજકાલ ની મહિલાઓ માં પી.સી.ઓ.ડી નામની બીમારી ખુબ જોવા મળી છે. તેના કારણે તેમના માં પ્રજનન શક્તિ

ઓછી થઈ જાય છે.તેના ઘણા લક્ષણો માંનુ એકછે મહિલા ની સ્થૂળતા. જો તમારા ડોક્ટરે તમને ઈનફર્ટિલિટીથી બચવા માટે તમારા

વજન ને નિયંત્રણ માં રાખવા માટે કહ્યું છે તો તમે વજન ઘટાડવાનાં વ્યાયામ અને યોગ કરો. સાથે તમે તમારા

ખાણા-પીણા પર ધ્યાન આપો.એક સ્વસ્થ મહિલાની આર્દશ બોડી માસ ઈન્ડેક્ષ ના પ્રમાણે તેણે વજન સંતુલીત

કરવુ જોઈએ.

૬. ખુબ ચા-કેફેન થી ભરેલા પદાર્થો ના લેવા

જે મહિલાઓ ને કેફીન લેવાની આદાત છે જેમકે ચા,કોફી લેવુ,તેમણે આ વસ્તુઓ ને ઓછી કરવી પડશે. તેનાથી પ્રજનન ક્ષમતા ઓછી થવાની

સંભાવના વધી જાય છે અને ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલી અથવા મોડુ થઈ શકે છે.

૭.ગાયનાકોલીજીસ્ટ પાસે ટેસ્ટ્સ કરાવતા રહો

તમે તમારા નિષ્ણાત થી નિયમિત રીતે મળતા રહો અને તેમના દ્વારા બતાવેલી તપાસ કરાવો. તેનાથી તમને તમારા શરીર થી જોડાયેલી સાચી

જાણકારી મળશે. તમે જરુરી ગોળીઓ અને દવાઓ લઈ શકો છો.

૮.ગર્ભધારણ કરવાની તકો વધારો


તમે તમારા માસિક ની તારીખ નોંધી રાખો. તમારા માસિક ચક્રની અનુસાર જે દિવસો માં ગર્ભ રેહવાનો સૌથી વધારે તક હોય છે ત્યારે પતિ સાથે

સંભોગ કરો. પ્રજનન શક્તિ તમારા માસિક થવાના પહેલા દિવસ થી ૧૬ દિવસ પછી ખુબ હોય છે. તેના પછી પહેલા દિવસે જ્યારે માસિક હોય છે

તેની સાથે આગળનાં પાંચ દિવસો સુધી તમે ઓવ્યુલેટ એટલે કે ઈંડાનું ઉત્પાદન કરો છો.

૯.યોનિ થી નિકળતા શ્વેત સ્ત્રાવને પરખો


તમે તે સ્ત્રાવ નો રંગ અને વાસ પરખો. જો તમને અત્યંત શ્વેત સ્ત્રાવ થઈ રહ્યોં છે અને તે આંગળીઓ થી અડવા પર કઠણ મેહસુસ નથી થતુ તો

તમે આને ઓવ્યુલેશન નો સારો સંકેત માની શકો છો. આ સમયે તમારી પ્રજનન ક્ષમતા વધી જાય છે.

૧૦.પતિ સાથે ઘણીવાર કોઈ કોન્ડમ અથવા લુબ્રિકેંટ ની સિવાય સંભોગ કરો


તેનાથી સારુ બીજુ શું હશે કે તમે કોઈ રક્ષણ વગર તમારા પતિ ની સાથે સંભોગ કરો.તેનાથી તેમના વીર્ય તમારી યોનિ માર્ગથી સીધો ગર્ભાશય

સુધી પહોંચશે. તેમને માદા ઈંડા થી મળવામાં મદદ મળશે.જો તમે કુત્રિમ લુબ્રિકેંટ નો ઉપયોગ કરો છો તો તેનાથી પુરુષનાં વીર્ય માં રહેલા શુક્રાણુઓ ને નુકસાન પહોંચશે. તેથી તમે પતિ ની સાથે લાંબા

સમય સુધી ફોરપ્લે કરો. તેની સિવાય તમે કુદરતી તેલ યોનિ પર લગાવી શકો છો જે તમને સારુ લુબ્રિકેશન દેશે.

૧૧.તણાવ તેમજ ચિંતા થી દુર રહો


તમે ચિંતા, તણાવ,દુ:ખ અથવા મંદી ને અજ્ઞાન ન કરો. ઘણીવાર મહિલાઓ ને પતિની કોઈ આદત ને કારણે, સાસુ ને લઈ ને અથવા ઓફિસ

થી જોડાયેલી કોઈ વાત થી ચિંતીત બની શકો છો.જો તે સમસ્યા નું સમાધાન ના થાય તો મહિલાઓ માં સંભોગ ની તરફ રુચી ઓછી થઈ

જાય છે તેમજ માદા ઈંડાની સંખ્યા ઓછી થઈ જાય છે.તેથી મહિલા ને ખુશ રાખવી જોઈએ. તેનાથી તેમના પ્રજનન ક્ષમતા માં વધારો થશે.તમને જે વસ્તુ થી ખુશી મળે છે જેમકે ટીવી જોવાથી,

ગીત સાંભળવાથી, જમવાનું બનાવતા, સફર કરતા, ચોપડી વાંચવાથી અથવા પછી મિત્રો થી વાત-ચીત કરવામાં તો તમે તે ઈચ્છાઓ ને

પ્રોત્સાહન આપો અને તણાવ મુક્ત રહો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon