Link copied!
Sign in / Sign up
8
Shares

આ ટિપ્સ દ્વારા તમારા શિશુની નોન-સ્ટોપ હેડકી બંધ કરી શકો છો

જ્યારે તમે તમારા નવજાત બાળકને તમારા હાથમાં લો છો અને તેના નિર્દોષ ચહેરા પર નજર કરો છો, ત્યારે તમને એમ લાગે છે કે તમે તેના સુંદર ચહેરાની પ્રશંસા જ કરતા રહો. પછી તમે વારંવાર આવતી હેડકીનો અવાજ સાંભળો છો. તમે તમારા બાળકના ચહેરા પર વિચિત્ર અગવડતા જુઓ છો અને તમારે સમજાતું નથી કે આગળ શું કરવું.

નવજાત શિશુઓ માં હેડકીએ બઉ સામાન્ય વાત છે. અને વાસ્તવમાં તમારા બાળકને ગર્ભાશયમાં પણ હેડકી આવતી હોય છે. હા, બાળક ગર્ભમાં હોય ત્યારે પણ એમને હેડકી આવતી હોય છે અને તમે એનો એહસાસ કરી શકો છો અને દ્વિતીય ક્વાર્ટરથી એનો અનુભવ કરી શકો છો.

ગર્ભાશયમાં હેડકીનું કારણ છે એમિનોટિક પ્રવાહીને ગળી જવું, પરંતુ બાહ્ય દુનિયામાં ઘણાં કારણો છે જેના કારણે હેડકી આવે છે:

ગેસ્ટ્રોએસોફગેઇલ રીફ્લક્સ

આ એક એવી પરિસ્થિતિ છે જેમાં પેટની સામગ્રી અન્નનળી તરફ વળે છે. કારણકે બાળકો પાસે વિકસેલી અન્નનળી નથી હોતી અને તેથી આ રીફ્લેક્સનું કારણ બને છે. આ એસિડને વધારે છે અને ખોરાકની પરત પડતા પડદાની આસપાસની નસોને ઝાખી કરે છે,અને પરિણામસ્વરૂપે ખજકાટ થાય છે.

વધુ ખોરાક ના કારણે  

આ સ્તનોના દૂધથી પણ થઈ શકે છે અને પેટનું ફુલવાનું કારણ બને છે. અચાનક પેટ ફુલવાથી પડદો ખેંચાય છે અને તેથી તમારા બાળકને ખજકાટ થાય છે.

હવામાં અશુદ્ધિ

બાળકોની રોગપ્રતિકારક શક્તિ અને શ્વસન તંત્ર સંવેદનશીલ હોય છે. તેથી પ્રદુષિત કણ અને ધૂળ ના લીધે ઉધરસ થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે હેડકી આવે છે.

 વધારે માત્રા માં હવા અંદર જાય ત્યારે

જો તમારું બાળક બોટલમાંથી દૂધ પીતું હોય તો શક્ય છે કે તે વધુ માત્રમાં હવા ગળી લે. કારણકે બોટલમાંનું દૂધ તમારા સ્તનના દૂધની અપેક્ષા કરતા ધીમે જાય છે. તેથી આના લક્ષણો વધુ દૂધ પીવાના જેવાજ છે. આ બાળકો માટે સમસ્યાઓનું કારણ બને છે અને તેથી હેડકી આવે છે.

હવે તમારે યોગ્ય કારણો તો મળી ગયા છે જેના કારણે તમારા બાળક ને હેડકી આવતી હોય છે અને જેથી તમે સરળતાથી તેમની મદદ કરી શકો છો.

આ છે હેડકીને રોકવા માટેની કેટલીક ટિપ્સ:

બાળકની પીઠ પર મસાજ કરો

તમારા બાળકને સીધા બેસાડો અને તેમની પીઠ પર ઘસો. નીચલા ભાગથી ખભા સુધી, ચક્રાકાર ગતિમાં શિશુની પીઠ પર મસાજ કરો. ખૂબ દબાણ ન કરો કારણકે તેનો હેતુ પડદાને છુટા કરી બાળકને હેડકીથી રાહત આપવાનો છે.

તેમને ખાંડ ખવડાવો 

આ એક લાંબા સમયથી ચાલવામાં આવતી ઘરેલુ ઉપચાર છે જે સંપૂર્ણપણે હેડકીથી મુક્ત કરે છે. જો તમારું બાળક ધન ખોરાક ખાય છે તો તમે તેને ખાંડ આપી શકો છો. જો નહિં, તો ખાંડનો તાજો ઉકાળો તૈયાર કરો અથવા તેમાં તમારી આંગળી મૂકો અને તેને તમારા બાળકને ચાટવા આપી દો. ખાંડમાં પડદા પર પડતા દબાવને અટકાવાનો ગુણ છે જેથી હેડકીને રોકી શકાય છે.

બાળકનું ધ્યાન ખલેલ કરો

જ્યારે તમારા બાળકને હેડકી આવે ત્યારે તેમને ગમતા રમકડાં અથવા રંગબેરંગી વસ્તુઓ બતાવો જેથી સરળતાથી તેમનું ધ્યાન ખજકાટથી દુર થઇ જશે. જ્ઞાનતંતુ માં થતો ફેરફાર બાળકને શાંત કરશે અને હેડકીની ગતિમાં પણ ઘટાડો કરશે.

ગ્રાઈપ વોટર 

જોકે, ગ્રેપ વોટરની ભલાઈ વિશે કોઈ વૈજ્ઞાનિક હકીકત નથી, તેનો ઉપયોગ નવજાત બાળકોમાં થતી જઠરાંત્રિય સમસ્યાઓને દૂર કરવા માટે થાય છે. આ માતા અને શિશુ બંને માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે તે તરત જ હેડકીને દૂર કરે છે. સ્વચ્છ પીવાના પાણીમાં ગ્રેપવેટ ​​મિક્સ કરો અને તેને તમારા બાળકને આપો. પરંતુ બાળકને કાંઇ આપવા પહેલાં હંમેશા તમારા બાળરોગ નિષ્ણાંત સાથે સંપર્ક કરો. જો તેને તેના થી એલર્જી હોય તો તે ખતરનાક બની શકે છે.

બાળકને ખાવા કે પીવાના સમયે ઊંઘવા ના દો

બોટલમાંથી દૂધ પીવાની પ્રક્રિયા એ સ્તનથી દૂધ પીવાની પ્રક્રિયા જેવું નથી. બોટલથી દૂધ નીકળતું જ રહે છે અને આનાથી માત્ર હેડકી નથી આવતી પરંતુ પોલાણ પણ થાય છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon