Link copied!
Sign in / Sign up
4
Shares

આ તરકિબો થી હસાવો પોતાના બાળકોને

આપડા નાના ભૂલકાઓ ને દુઃખી જોવું એ સૌથી ખરાબ દ્રષ્યો મા એક છે, જેમાંથી દરેક માતા - પિતા એ પસાર થવું પડે છે. આવી પળમાં તમને એવું કરવું જોઈએ જેનાથી એમના ચહેરા પર મુસ્કાન આવી જાય. પોતાના બાળકને હસતો જોવો એ કોઈ પણ સુખદ પળ થી મોટી છે. આમાં સહેજ પણ ડરવાની જરૂર નથી, બાળકોને હસાવું તમે માનો છો એટલું અઘરું કામ નથી.

સુસંગતતા

બાળકો નેે ખુશ કરવા તમને દરવખતે નવી વસ્તુ શોધવામાં તમારી ઉર્જા બરબાદ કરવાની જરૂરત નથી. ઘણીવાર બાળકો એ વસ્તુ પસંદ કરે છે જેમને તે જાણતા હોય છે અને જેની સાથે એ લોકો સેહજતા અનુભવે છે. એટલા માટે જ એમના મન પસંદ રમકડાં જોવડવાથી અને એમનું મન પસંદ સંગીત સંભળાવતા થી એમના મોઢા પર ખુશી લાવી શકે છે. દર વખતે ચાલુ એ વસ્તુ સાથે કરવું જેનાથી પહેલા પણ એ લોકો ખુશ થઈ ચૂક્યા હોય. સુસંગતતા કાંઈ ખરાબ વસ્તુ નથી.

ચૂસવું

જેવી રીતે મહાન ફ્રાયળ એ સમઝાવ્યું છે કે બાળકોને બધી જ વસ્તુ ચૂસવી પસંદ છે. આ આદત એમની ન-રોકી શકાય એવી હોય છે. એટલેજ ચૂસવાની આદત એમને શાંત કરવામાં મદદરૂપ બની શકે છે. એટલા માટે જ જો તમારો શિશુ રડતો હોય કે પછી રડવાનો હોય તો એને પોતાની અથવા તમારી આંગળી ચૂસવા દો. આનાથી એનું રડવાનું પણ બંધ થઈ જશે અને એ પાછું હસવા લાગશે.

જેવું તમે આપો એવું જ તમે પ્રાપ્ત કરો

જયારે પણ માતા - પિતા અને શિશુ એકબીજા ની સામે જોઈને હશે છે એ પળ સૌથી યાદગાર માની એક પળ છે. આ જોઈને કોઈનો પણ અંધારા સમાન દિવસ ઝગમગાઈ શકે છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખતા એ વાત ખાસ યાદ રાખવી કે તમારા બાળકોના સુખ અને હૂંફ ના તમે પ્રાથમિક સ્તોત્ર છો. ઘણીવાર તમે આશ્ચર્ય-ચકિત થઈ જશો કે કેટલી સરળતા થી તમારા બાળકો ના મોઢા પર મુસ્કાન લાવી શકો છો ને એના બદલામાં તમને પણ એક મડી જશે. પોતાના માતા - પિતાને ખુશ જોવો એ કોઈ પણ શિશુ માટે મોટી વાત છે.

રમવું

જ્યારે પણ શિશુઓ સુતા નથી હોતા ત્યારે એમને રમવું ખૂબ ગમે છે. માતા - પિતાનો સ્પર્શ એ બાળકો ના મોઢા પર મુસ્કાન અને સુકુન લાવા માટે સક્ષમ છે. જો તમે એમને હસતું જોવા માંગો છો તો તેમની સામે જોઇને અવનવા મોઢા બનાવો. એમને ખભા પર લટકાવો. રચનાત્મક બનો અને તેઓ હવા માં ઉડે છે એવો એહસાસ કરવો.

રમકડાં

ઘણા બાળકો બઉ નખરા કરતા હોય છે. આ બધું એ લોકો તમારું ધ્યાન દોરવા માટે જ કરતા હોય છે. આ વસ્તુ તમને બઉ હેરાન કરી શકે છે. જો તમારા બાળકને રામકડાનો ખૂબ જ શોક હોય તો તમે અલગ અલગ રમકડાં સાથે તૈયાર રહો. જ્યાર સુધીમાં તમારું બાળક એક રમકડાં થી ઉબાઈ જાય એના પહેલા જ એને બીજું રમકડું આપી દો, આનાથી એમનું બધું ધ્યાન એનામાં જ રહેશે. જો તમે આનું પાલન કરશો તો તમારા બાળક ના ચહેરા પર મુસ્કાન આવી નિશ્ચિત છે.

સંગીત

બધા મનુષ્યોને સંગીત સાંભળવું ખૂબ ગમતું હોય છે. કા તો તમે કોઈ ફૂર્તિલું ગીત પસંદ કરો કા તો તમે કોઈ વિજ્ઞાપાન નું જિંગલ ગુંગુનાવો, કોઈ ને કોઈ પ્રકાર નું સંગીત બધા ના જીવન માં હોય છે. શિશુઓ અલગ નથી હોતા. શિશુઓ પણ કોઈની ભી ભાતિ સંગીત સાંભળવાનું પસંદ કરતાં હોય છે. એમને હસાવા માટે કોઈ પણ ગીત ચાલુ કરી દો. એવા ગીતો વગાળો જે તમારા શિશુ ને સાંભળવા ગમે કા જેના થી એમનું મન હળવું થાય. પસંદ કરવા માં કોઈ પણ બાધા નથી એટલે તમે તમારા શિશુ ને જે પણ સંગીત પસંદ હોય એ વગાડી શકો છો.

જાનવર

એક વસ્તુ જેની આસપાસ રહેવું બધા ને પસંદ પડતું હોય એ છે જાનવરો. આમ બધા ની પોત પોતાની પસંદગીઓ હોય જ છે પણ વધારે પડતા લોકો કુતરા કા તો બિલાડીને પોતાના પાળતું જાનવર રાખવાનું વધારે પસંદ કરે છે. એટલા માટેજ જો તમારા ઘર માં કોઈ પણ જાનવર પાડેલું હોય તો એને તમારા શિશુઓ સાથે રમવા દેવો. અને આના પછી તમારા શિશુની ખુશી ની ચિંતા કરવાની સહેજ પણ આવશ્યકતા નથી. જો તમારી પાસે કોઈ પાળતું જાનવર ના હોય તો કાંઈ વાંધો નઈ, તમે સ્ટફ રમકડાંનો કા તો ટેલિવિઝન નો ઉપયોગ કરી શકો છો.

પોતાના શિશુઓ ને હસાવું એટલું પણ કઠિન નથી, જેટલું તમને લાગતું હોય છે. બની શકે છે કે દર વખતે તમને કોઈ નવી તરકિબોનો સહારો લેવો પડે, પણ માતા-પિતા હોવાના નાતે તમને સાહસી બનવું પડશે અને સફળતા મળશે જ. યાદ રાખજો કે સુખી ઘર ની નિશાની બાળકો ની મુસ્કાન જ છે. એ વાત નું ચોક્કસ ધ્યાન રાખજો કે પોતાની ક્ષમતા મુજબ બને એટલું ઘર નું વાતાવરણ હળવું અને શાંતિપૂર્ણ રાખવું. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon