Link copied!
Sign in / Sign up
0
Shares

આ શિયાળામાં તમારા બાળકથી શરદી અને કફ દૂર રાખવાના ૫ ઉપાયો

શિયાળો આવવાની સાથે, વાતાવરણ વધારે ઠંડુ બનતું જાય છે અને એવો સમય આવે છે જેમાં તમારા શરીરની રોગ પ્રતિકારકશક્તિ સૌથી નબળી બને છે. શિયાળામાં, શરીરે મહત્વના અવયવો જેવા કે મગજ, હ્રદય અને ફેફસાની પ્રક્રિયાઓ ચાલુ રાખવા માટે, તે ઉર્જાનો સંગ્રહ કરવાનું ચાલુ કરે છે અને બીજા બધા અવયવોની પ્રવૃત્તિને ઘટાડે છે. આ પણ રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે અને તમારું બાળક નબળી રોગપ્રતિકારક શક્તિને લીધે બહાર અને શરીરની અંદરના વાતાવરણના ફેરફારને પરિણામે બીમાર પડે છે. પણ, તકેદારી રાખવીએ ઉપચાર કરવા કરતાં ઘણી સારી હોય છે, અહી તમારા બાળકને શરદીથી દૂર રાખવા માટેના થોડા રસ્તાઓ બતાવ્યા છે.

૧. તેમની પાસે તેમના હાથ ધોવડાવો.

શિયાળા દરમિયાન, બાળકો વારંવાર હાથ ધોવાનું ટાળતા હોય છે જ્યારે પણ તેઓ બહારથી આવે કે કોઈ પણ વસ્તુ અડકે ત્યારે. અને ગંદા હાથોના કારણે બાળકને શરદી કે કફ થવાની શક્યતા વધી જાય છે. જેથી, ગમે એટલું પણ ઠંડુ વાતાવરણ હોય, પણ તેમની પાસે હંમેશા બહારથી આવે ત્યારે હાથ ધોવડાવો.

૨. તેમને ફ્લૂની રસી પીવડાવો.

ફ્લૂ એ સૌથી સામાન્ય રોગ છે જે બાળકને વારંવાર થાય છે અને અંતે તે માંદુ પડે છે. જેથી, જ્યારે પણ માંદગીનું વાતાવરણ આજુબાજુ બને ત્યારે હંમેશા તમારા બાળકને ફ્લૂની રસી આપવી જોઈએ. તે તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરશે અને તમારા બાળકને હંમેશા એ ઋતુમાં માંદગીથી દૂર રાખશે.

૩. ભીડભાડ વાળી જગ્યાઓથી તેમને દૂર રાખો.

જેટલા વધારે લોકો તમારા બાળકની આસપાસ એક જ સમયે આવશે, તેટલી તેની બીમાર પડવાની શક્યતાઓ વધી જશે. ખાસ કરીને શિયાળામાં, જો તમે અને તમારું બાળક માંદુ ન હોય, પણ બીજું કોઈ બીમાર હોય તો તમારા બાળકને પણ તે લાગવાની શક્યતાઓ ઘણી જ વધી જાય છે. તેથી, તમને એક સલાહ છે કે તમારા બાળકને ભીડભાડ વાળી જગ્યાઓથી દૂર રાખો.

૪. ખોરાક અને સારી ઊંઘ.

યોગ્ય ખોરાક અને પૂરતા પ્રમાણમા આરામ આપવો એ સૌથી અસરકારક ઉપાય છે જેનાથી ન માત્ર શરદી અને કફ દૂર રાખી શકાય પરંતુ બધી જાતની માંદગીઓથી દૂર રાખી શકાય છે. બાળક ઘણીવાર પૌષ્ટિક અને તંદુરસ્ત ખોરાક પર ધ્યાન આપતું નથી અને તેથી તંદુરસ્ત ખોરાક ખવડાવવો એ તમારી જવાબદારી બને છે. બીજી બાજુ, અપૂરતી ઊંઘને કારણે પણ શરદી થાય છે. જેનું કારણ એ છે કે એના લીધે મગજ વધારે કામ કરે છે, જે રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે.

૫. તેમને આખું મોઢું ઢાંકતા શીખવાડો.

તમારા બાળકને સલામત રાખવાની સાથે તેમને શિષ્ટાચાર શીખવવું પણ મહત્વપૂર્ણ છે જેના કારણે માંદગી ન ફેલાય. તેથી, તેમને હંમેશા છીંક કે શરદી કાઢતી વખતે તેમનું મોઢું હંમેશા બંધ રાખતા શીખવાડવું જોઈએ જેથી તે માંદગી બીજા કોઈને કે નાના બાળકને ન ફેલાય.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon