Link copied!
Sign in / Sign up
0
Shares

આ શિયાળામાં બનાવો ચટપટી મગદાળની કઢી😋

ચણાના લોટની કઢી આપણે સૌ બનાવતા હોય છે અને જે આપણે દરેક પસંદ કરતા હોય છે. મગની દાળની કે ચણાની દાળની બનાવેલી કઢી, ચણાના લોટની બનાવેલી કઢી કરતાં એકદમ અલગ જ પ્રકારની સ્વાદિષ્ટ બને છે.

૬ થી ૭ વ્યક્તિઓ માટે

સમય: ૧ કલાક

સામગ્રી:

૩૦૦ ગ્રામ મગની દાળ (પાલીસવાળી) (૧-૧/૨ -કપ)

૪૦૦ ગ્રામ દહીં (૨-કપ)

૧-૨ (Pinch) ચપટીક હિંગ

૧/૨ નાની ચમચી જીરું

૧/૨ નાની ચમચી મેથી

૧/૨ નાની ચમચી હળદર (પાઉડર)

૨-૩ નંગ લીલાં મરચાં

૧/૪ નાની ચમચી લાલ મરચાનો પાઉડર (જો તમે પસંદ કરતાં હોય તો)

૧- ટે.સ્પૂન લીલી કોથમીર (ઝીણી સમારેલી)

તેલ (કઢી તેમજ તેમાં મૂકવા માટેના ભજીયા (મૂઠિયા) તળવા માટે)

રીત:

મગની દાળ સાફ કરી, ધોઈ અને ૨ થી ૩ કલાક માટે પલાળવી.

પલાળેલી દાળ ત્યારબાદ, પાણીમાંથી બહાર કાઢી અને મિક્સીમાં અથવા કૂંડી -ધોકાથી ઝીણી પીસવી. પીસાયેલી દાળ ને બે ભાગમાં વેહેંચવી.

દાળના એક ભાગમાં દહીં ફેંટીને નાંખવું અને તેને મિક્સ કરવું. સાથે સાથે ૨ (બે) લીટર પાણી નાંખી અને કઢી માટે તૈયાર કરવું.

બીજા ભાગને એક વાસણમાં રાખી તેમાં થોડી લીલી કોથમીર (સમારેલી) નાંખી અને સ્વાદાનુસાર મીઠું, હળદર અને હિંગ (પસંદ હોય તો) નાંખી અને મિક્સ કરવું. જે કઢીમાં નાંખવા માટે ના ભજીયા (મૂઠિયા) નો માવો તૈયાર થશે.

એક કડાઈમાં તેલ લેવું, અને કડાઈ ગેસ પર ગરમ કરવા મૂકવી. ત્યારબાદ, ગરમ તેલમાં દાળના ભજીયા (મૂઠીયા) મૂકવા અને તળવા. કડાઈમાં એક સાથે જેટલા ભજીયા મૂકી શકાય તેટલાં મૂકી અને બ્રાઉન કલર આવે ત્યાં સુધી પલટાવતાં રેહવું અને તળવા. અને તળેલા ભજીયા / (મૂઠીયા) એક પ્લેટમાં અલગથી મૂકવા. આમ બધાજ ભજીયા તળી લેવા.

(ભજીયા સિવાય અન્ય રીતે પણ મૂઠીયા મૂકી શકાય છે.)

ટીપ્સ:

(૧)  જો દહીં તાજું અથવા ખાટું ન હોય તો કઢી ખાટી નહિ બંને, આ સમયે કાઢીને ખાટી બનાવવા માટે, એક લીંબુનો રસ કાઢી તેમાં નાંખવાથી કઢી ખાટી અને સ્વાદિષ્ટ બનશે.

(૨) જો તમે ચણાની દાળની કઢી બનાવવા માંગતા હોય તો આજ રીતે મગની દાળની જગ્યાએ ચણાની દાળ નો ઉપયોગ કરવો.

(૩) જો તમે મગની દાળની કે ચણાની દાળની કઢી બનાવવા માંગતા ન હોઈ તો ચણાના લોટની કઢીમા પણ આ જ રીતે ભજીયા કે મુઠીયા મૂકી શકાય.

(૪)  મગની દાળના મુઠીયા અન્યરીતે બનાવવા હોય તો મિક્સીમાં ન પીસવું તેને કૂંડી -ધોકા થી વાટવી. જેથી કરી કઠણ ન બનતા નરમ બનશે. અમુક ગૃહણીઓમાં આ કઢી ડબકા કઢી તરીકે પ્રચલિત છે.

(૫)  કઢી માં જો તમને પસંદ હોય તો સ્વાદાનુસાર ખાંડ પણ નાંખી શકાય છે જેથી કઢી ગરાસ-ખટાશ વાળાં સ્વાદ વાળી થશે.

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon