Link copied!
Sign in / Sign up
2
Shares

આ સરળ અને મજાની રીતોથી ઘટાડો તમારું વજન

આપનું વજન ઓછું કરવાનો વિચાર ક્યાંક ને ક્યાંક તો આપણા મગજમાં હોય જ છે. ખાસ કરીને ત્યારે જ્યારે ગરમી પડવાની હોય છે, અને સૌથી વધારે ત્યારે જ્યારે આપણે કોઈ બીચ કે પૂલ ક્યાં તો પોતાના ભાઈ-બહેનના લગન માટે તૈયાર થવાનું હોય. આવામાં આપણે આપના વજનને લઈને ઘણા સચેત થઈ જઈએ છે અને આનું માત્ર જાડા હોવું જ નહીં પરંતુ વજન ઓછું કરવું સ્વાસ્થ્યની દ્રષ્ટિએથી પણ ફાયદાકારક હોય છે. આનાથી તમે ન કેવળ પાતળા થશો પણ સ્વસ્થ પણ બનશો. પરંતુ જીવનમાં બધી સારી વસ્તુઓ સમય આપ્યા વગર અને પ્રયત્ન કર્યા વગર નથી મળતી.

તો આને વધારે મજેદાર બનાવીને, અમે તમને વજન ઓછું કરવા માટેના સરળ રસ્તાઓ બતાવીશુ :

પોતાના મિત્રો સાથે વર્ક આઉટ કરો.

અમારો વિશ્વાસ કરો મિત્રો સાથે વર્ક આઉટ કરવું, એકલા વર્ક આઉટ કરવા કરતાં વધારે ખુશનુમા હોય છે. સૌથી પહેલા વર્ક આઉટ કરવામાં સૌથી મોટો અવરોધ આને ચાલુ કરવાનું હોય છે. વર્ક આઉટને આદત બનાવવી મુશ્કેલ છે, પણ જો એકવાર આની આદત પડી જાય તો આને ચાલુ રાખવું ઘણું જ સરળ હોય છે. તો તમે પોતાને કઈ રીતે સવારે ૫-૬ વાગે ઉઠવામાં પ્રેરિત કરશો ? તો તમારા મિત્રને પણ પોતાની સાથે લઈ જાઓ, જેથી તમારો મિત્ર પણ તમારી સાથે સવારે ઉઠશે અને દોડશે તો તમે પણ તેમાથી મન બદલશો નહીં. તો ચાલો વજન ઓછું કરવા માટેની એક સાચી વાત જાણીએ. જ્યારે તમે વજન ઓછું કરવાનો વિચાર કરશો ત્યારે તમે નિશ્ચિતરૂપથી અસ્વસ્થ હશો અને તમને પ્રાણાયામ કરવાની આદત નહીં હશે તેથી શરૂઆતના થોડા અઠવાડીયા ઘણા મુશ્કેલ હશે. એવામાં જો તમે તકલીફ અનુભવતા હોવ તો પોતાને પ્રેરિત કરવા માટે તેને પોતાના મિત્રને કહો. તમને ખબર છે કે એ લોકો શું કહેશે ! કે તેમને આ તમારો “દર્દવાળો સાથ ઘણો પસંદ છે”. અને આ જ અમે તમને કહીયે છે કે જાઓ અને પોતાના મિત્ર સાથે તકલીફ સહન કરો. શું ખબર તમે તમારું વજન પણ ઓછું કરી દો અને ઘણી મજા પણ કરો.

લક્ષ્ય બનાવો અને જ્યારે તમે એને પૂરું કરો, તો પોતાને ઈનામ પણ આપો.

જ્યારે તમે તમારું લક્ષ્ય પૂરું કરીને પોતાને ઈનામ આપો છો ત્યારે ત્રણ સકારાત્મક વસ્તુઓ થાય છે, જે સ્વતંત્રરૂપ થી મદદગાર થાય છે અને ઉપરથી ફાયદાકારક પણ. સૌથી પહેલી વાત કે તમે હકીકતમાં વજન ઓછું કરવા અને વર્ક આઉટ કરવા માટે પ્રેરિત થાઓ છો. જેનો મતલબ છે કે તમે લક્ષ્ય પ્રાપ્ત કરો છો અને આ દરમિયાન ઈનામ મેળવવાના ઉત્સાહમાં મજા પણ કરો છો. બીજી વાત એ હકીકતમાં ઘણી સારી વાત છે કેમ કે જ્યારે તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી લેશો, તો તમને ખુદ પર ગર્વનો અહેસાસ થશે અને તમે તમારા ઈનામ માટે ખુશ થશો અને છેલ્લે ઈનામ મેળવ્યા પછી તમને ઘણું જ સારું લાગશે કેમ કે આનાથી તમે બીજા ઈનામ મેળવવા માટે પ્રેરિત થશો.

ટ્રેડમિલ પર દોડતા દોડતા કઈક જુઓ અથવા ગીતો સાંભળો કે ડાન્સ કાર્ડિયો કરો.

આવો આ વાત પર ચર્ચા કરીયે, કોઈક કસરતો જકિંજને છોડીને, કોઈને પણ વર્ક આઉટ કરવાનું ગમતું નથી હોતું અને તેનાથી તમારા શરીરને થાક લાગે છે તેથી તેનાથી વધારે સારું કે તમે કઈ બીજું કરવાનું પસંદ કરો છો. જેનાથી તમને તરત ખુશી મળે છે, તો તમે તમારી મનપસંદ ગતિવિધિઓ જે તમને વધારે ખુશી આપે છે અને વર્ક આઉટ, બંને સાથે કરો કેમ કે આ રીતે તમે તકલીફ ભૂલી જશો અને તમારું ધ્યાન માત્ર ખુશીઓ પર જ હશે. આનાથી તમારું વર્ક આઉટ આનંદમય બની જશે. ગીતો સાંભળવું, ટીવી જોવું અને અહી સુધી કે મજેદાર ડાન્સ કાર્ડિયો કે ઝૂમ્બા પણ ઉત્સાહિત વર્ક આઉટ અને વજન ઓછું કરવામાં મદદ કરે છે.

પૌષ્ટિક ખાવાનું બનાવતા શીખો.

મિત્રો આપણે પૌષ્ટિક ખોરાકના મહત્વને ઓછું આંકી નથી શકતા. જો તમે આ વિષે વિચારતા હોવ તો તમને કહી દઈએ કે વ્યાયામ અને વર્ક આઉટ વજન ઓછું કરવા માટેનું માત્ર અડધું જ સમાધાન છે. પૌષ્ટિક ખોરાક પણ ઘણો જરૂરી છે, પરંતુ એક જગ્યા પર આવીને આપણે બધા એમ કહીયે છે કે પૌષ્ટિક ખોરાક સ્વાદિષ્ટ નથી હોતો. ખાવાનું બનાવવાના વર્ગો શરૂ કરો અને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખાવાનું બનાવતા શીખો. જ્યારે તમે તમારી સામગ્રીથી ખાવાનું બનાવશો, તો તમે ખાવાનું બનાવવાની પ્રક્રિયા શિખશો અને જાણ્યા અજાણ્યામાં તમે તમારી તંદુરસ્તી માટે પણ સચેત રહેશો. સ્વાદિષ્ટ ખોરાક – પૌષ્ટિક ખોરાક.

પગથી ચાલીને પોતાના શહેરમાં ફરો.

તમારા શહેરમાં ઘણી ફરવા માટેની જગ્યાઓ હશે. ગૂગલ મૅપની મદદથી તમે જોવાલાયક સ્થળો, માર્ગો અને બગીચામાં પણ ફરવા જઈ શકો છો. યાદ રાખો કે ચાલવું અને દોડવું બધા માટે સરળ હોય છે. આ બધી ઉંમરના લોકો કરી શકે છે અને નવી જગ્યાઓ પર ફરવાનું તમને માનસિક શાંતિ આપે છે, સાથે જ આ ઘણું મજેદાર પણ હોય છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon