Link copied!
Sign in / Sign up
1
Shares

આ રોગ હોય શકે છે તમારા બ્રેસ્ટમાં ખંજવાળનું કારણ😕😕

ઘણી સ્ત્રીઓના બ્રેસ્ટમાં ખંજવાળ આવવાની સમસ્યા હોય છે. ખાસ કરીને, નીપલ પર ખંજવાળ, જે આવવી ખુબ સામાન્ય છે. જો તમને પણ બ્રેસ્ટ પર ખંજવાળ આવવાની સમસ્યા હોય તો ઘબરાશો નહિ. આવું ઘણી સ્ત્રીઓ સાથે થાય છે. કોઈ-કોઈ સ્ત્રીઓને તો આ ખંજવાળના કારણે મેહસૂસ થાય છે. સૌથી પહેલા તો આવો નજર નાખીએ કે આખરે આ ખંજવાળનું કારણ શું છે.

ક્યાંક એગ્જીમા તો નથી?

તમને જણાવીએ કે એગ્જીમા ચામડીની એવી સમસ્યા છે કે જેમાં સૌથી વધારે ચામડી પર ખંજવાળ આવે છે. આનું મુખ્ય કારણ હજુ સુધી સાબિત થયું નથી, પરંતુ ઘણી વખત તે આનુવંશિક છે.

સૉરાયિસસને કારણે

સૉરાયિસસ પણ એક ચામડી સમસ્યા છે જેમાં ચામડી પર બળતરા અને રંગ લાલ થવા લાગે છે. તમને જણાવીએ કે આ રોગ તમને સ્તન સિવાય બગલમાં અને નિતંબોની વચ્ચે થઇ શકે છે. આમ તમને પોતાની ચામડી પર લાલ રંગના ચિકણા ઘાબા નજર આવવા લાગે છે. વિજ્ઞાનીકોની વાત માનીએ તો આ ફોલ્ટી ઇમ્યુન સિસ્ટમની પ્રતિક્રિયા ના કારણે થઇ શકે છે.

ખમીર સંક્રમણ

આ સંક્રમણ ત્યારે તમારા શરીરમાં સામાન્ય વાત હોય છે, જયારે તમે તમારા બાળકને સ્તનપાન કરાવી રહ્યા હોવ. આમ તમને ચામડી પર ખંજવાળ સિવાય લાલ નીપલ, ફરફોલા, ફ્લેકીંગ સ્કિન ની સાથે સ્તનોમાં દુખાવાની પણ સમસ્યા થવા લાગે છે. આના સિવાય નીપલમાં ક્રેક આવવી પણ આનું એક લક્ષણ છે.

મેસ્ટાઇટિસ ને કારણે

આ સ્થિતિમાં તમારા સ્તનોમાં સોજા ચડવા લાગે છે. આ વધારે પડતું ત્યારે થાય છે જયારે તમે બાળકને સ્તનપાન કરાવતા હોવ અને દૂધ નળી અવરોધિત થવા લાગે છે. આના કારણે તમને ખંજવાળ પણ આવી શકે છે. તમને જણાવીએ કે સ્ટેફીલોકોક્સ ઓરિયસ નામના આ બેક્ટેરિયા, ખાસ કરીને, ચામડી પર જોવા મળે છે; જે તમારી ચામડીમાં એક દરારની મદદથી પ્રવેશે છે. આના કારણે તમને ખંજવાળ, નીપલ ના રિસાવ અને સ્તનોમાં દુખાવાની સમસ્યા થઇ શકે છે.

સુકાયેલી ચામડીના કારણે

આનું એક કારણ હોય શકે છે તમારી ચામડી સુકાઈ ગઈ હોય જેના કારણે તમને ખંજવાળ આવવા લાગે છે. ખંજવાળ જ નહિ, સુકાયેલી ચામડીના કારણે ફ્લેકીંગ અને રફ સ્કિન જેવી સમસ્યા થઇ શકે છે. તમને જણાવીએ કે આવું ત્યારે થાય કે જયારે ઋતુમાં બદલાઈ અથવા તો નહાતી વખતે તમે ખુબ વધારે ગરમ પાણીનો ઉપયોગ કરો છો. આના સિવાય એવું બની શકે કે જે સાબુનો તમે ઉપયોગ કરી રહ્યા હોવ તો તે તમને સૂટ ન કરતો હોય.

એટલે જો તમને લાગે કે તમારા સ્તનોમાં ખંજવાળની વધારે તકલીફ થઇ રહી હોય તો તમે ડોક્ટરને જરૂર મળો, જરા પણ મોડું ન કરો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon