Link copied!
Sign in / Sign up
15
Shares

આ રીતોને અપનાવવાથી બાળકને બાળપણથી જ વ્યવહારુ બનાવો.

બાળકો માટીની ઢીંગલી જેવા હોય છે જેમને તમે શરૂઆતથી જેવા બનાવશો તેવા જ તે બનશે, તેથી જો તમે એવું ઇચ્છતા હોવ કે તમારું બાળક પણ શરૂઆતથી જ સારા સંસ્કાર શીખે અને મોટા થઈને સારા માણસ બને તો તમારે પણ તેમની સાથે સમય વિતાવવો પડશે અને તમારે શરૂઆતથી જ તેમને સારી વસ્તુઓ શીખવવી પડશે. નાના બાળકો સાથે સમય વિતાવવો એટલું સરળ નથી હોતું અને તેમને કઈ પણ વસ્તુ શીખવવાની એટલી પણ સરળ નથી હોતી, તેના માટે માતા-પિતા પાસે ધૈર્ય અને ધીરજ હોવી ખૂબ જરૂરી છે. આજે અમે આ જ વિષય પર તમારી સાથે થોડી વાતો શેયર કરી રહ્યા છે જેમાથી તમને બાળકોમાં સારી આદતો ઝડપથી ઉતારવામાં મદદ મળશે.

૧. ક્યારેય પણ હાથ ન ઉઠાવો.

ગમે તે પરિસ્થિતિ કેમ ન હોય પણ પોતાના વૃદ્ધિ પામતા બાળક પર ક્યારેય પણ હાથ ન ઉઠાવવો. જે સમયે તમે તેના પર હાથ ઉઠાવશો ત્યારથી જ તે તમારી સાથે થોડા ચીડચિડા થવા માંડશે અને આ તેમના વ્યવહારનો પહેલો નકારાત્મક બદલાવ હશે. તમે કોઈ પણ વાત હોય તેમને બોલીને કે બતાવીને સમજાવો અને પરિવારમાં બીજા કોઈને પણ પોતાના કે બીજાના બાળક પર હાથ ઉઠાવવા ન દો.

૨. તમે તેના પર પોતાનો ગુસ્સો ન ગુમાવો.

જો તમારું બાળક શરારત કરે તો તેની ઉપર બૂમાબૂમ ન કરો, પરંતુ તેમને શાંતિથી સમજાવો. જો તમે તેમને ખીજવાશો તો બની શકે છે કે તે અદ્દાઈને તેનો ગુસ્સો વ્યક્ત કરે. નાના બાળક શરૂઆતમાં વધારે બોલી નથી શકતા પણ તેઓ ઇશારાઓમાં તેમના ભાવ વ્યક્ત કરી દે છે. તેથી જેટલું બની શકે એટલું તેમની સાથે શાંતિથી વ્યવહાર કરો અને જો તે કઈક ખોટું કરે તો તેમને એ જ સમયે સારી રીતે સમજાવો.

૩. તેમને સમય આપો.

ક્યારેક ક્યારેક બાળકો માતા-પિતાનું ધ્યાન ખેચવા માટે પણ કોઈક-કોઈક ચળવળ કરે છે જેથી તમે એના પર ધ્યાન આપો. જેમકે નાના છોકરાઓ વારે વારે વસ્તુઓને ફેંકે , બૂમ પાડે કે ખાવાનું ન ખાય તો આ બધુ તમારું ધ્યાન ખેચવા માટે જ હોય છે. તેથી માતા-પિતાએ આમ- તેમના કામો માથી થોડું ધ્યાન હટાવીને પોતાના બાળક માટે સમય જરૂરથી કાઢવો જોઈએ, તેમની સાથે રમો અને તેમની સાથે બહાર ફરવા જાઓ.

૪. લડાઈ ન કરો.

ઘણી વાર માતા-પિતા બાળકની સામે થોડી ઉગ્ર ચર્ચા કરવા માંડે છે ક્યાં તો લડવા લાગે છે, જેની ઘણી ખરાબ અસર તેમના બાળક પર પડે છે. તેથી તમારા અને તમારા પતિ વચ્ચે ભલે ગમે એટલા વાંધા કેમ ન હોય પણ તે તમારા બાળકની સામે ક્યારેય તેનું પ્રદર્શન ન કરો.

૫. પોતાનું વ્યવહાર પણ બધા સાથે સારું રાખો.

કહેવાય છે કે બાળકો જે જોય છે એવું જ શિખે છે તેથી તેમની સાથે ક્યારેય પણ કોઇની સાથે દુર્વ્યવહાર ન કરો. જો તમે બાળકની સામે કોઈને મારશો કે ખોટી વાણીનો ઉપયોગ કરશો તો તમારું બાળક પણ હિંસક બની શકે છે અથવા ખરાબ વસ્તુઓ શિખી શકે છે, તેથી ખુશમાં રહો, અને સારો વ્યવહાર અપનાવો.

૬. જિદ્દી ન બનવા દો.

જો બાળક કોઈ વસ્તુની માંગણી કરે છે તો તમે એને તરત એ વસ્તુ ન આપવો, જેનાથી એ વધારે બગડશે, અને પછીથી પણ જો તમે એની કોઈ માંગ પૂરી ન કરશો તો તે જિદ્દી બની જશે. જેથી જો તમારું બાળક કઈ માંગે છે તો તેને સારી રીતે સમજાવો અને તેને વસ્તુઓનું મહત્વ સમજાવો, ન કે તેના પર ગુસ્સે થાઓ કે તેને ઠપકો આપો. જો તમે આવું કઈ કરશો તો બાબત હાથમાથી નીકળી શકે છે. યાદ રાખો કે બાળકો વધારે પડતું એ જ કરે છે જે તેમને ના પાડવામાં આવે છે, તેથી તેમણે હોશિયારીથી ના પાડો.

હંમેશા યાદ રાખો કે બાળક કઈ પણ ઝડપથી શીખે છે તેથી આ વાતને વિચારીને તેમની સાથે સારો વ્યવહાર કરો અને તેમને એક સારો વ્યક્તિ બનાવો.

હેપ્પી પેરેંટિંગ !

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon