Link copied!
Sign in / Sign up
0
Shares

બોલીવૂડ અભિનેત્રી અસિને આ રીતે 9 મહિના સુધી દુનિયાથી છુપાવી રાખી પોતાની પ્રેગનેન્સીની વાત😲😲

આસિને પુત્રીને જન્મ આપ્યાના સમાચાર આવ્યા ત્યારે તેના ચાહકોને જબરદસ્ત આંચકો લાગ્યો હતો. કારણ? કોઈને ખબર જ નહતી કે આસિન પ્રેગનેન્ટ છે. આસિને બે જ દિવસ પહેલા જ તેના પતિ રાહુલ શર્મા સાથે મળીને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે “અમે અમારી દીકરીના જન્મથી ખૂબ ખુશ જ છીએ. અમે અમારા વેલ વીશર્સ અને, અમારી આ જર્નીનો ભાગ બનનાર દરેક વ્યક્તિનો આભાર માનીએ છીએ.”

આસિને છૂપી રાખી પ્રેગનેન્સીની વાતઃ

આજકાલ ટ્રેન્ડ બેબી બમ્પ ફ્લોન્ટ કરવાનો છે. એક્ટ્રેસ તેમની પ્રેગનેન્સીમાં પણ મહત્તમ ફૂટેજ મેળવવાનો પ્રયત્ન કરતી હોય છે. આવા સંજોગોમાં આસિને તેની પ્રેગનેન્સીની વાત 9 મહિના સુધી આખી દુનિયાથી કેવી રીતે છુપાવી રાખી તે વાત ખરેખર આશ્ચર્યજનક છે.

સોશિયલ મીડિયા સાથે સંપર્ક કાપ્યોઃ

આસિને આ ગાળમાં સોશિયલ મીડિયા સાથે સંપર્ક સંપૂર્ણપણે કાપી નાંખ્યો હતો. તમે આસિનની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ ચેક કરશો તે તેની છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરીની હતી જે 8 મહિના પહેલાની પોસ્ટ છે. આસિને સોશિયલ મીડિયા અને પબ્લિક પ્લેટફોર્મ્સથી અંતર બનાવી લીધુ હતું.

મુંબઈ ન રહેવાનો ફાયદોઃ

આસિન મુંબઈમાં પણ નથી રહેતી. તે રાહુલ સાથે દિલ્હીમાં રહે છે. વળી, તેની માતાનું ઘર કોચીમાં છે જ્યાં તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. આથી પબ્લિક ફિગર હોવા છતાંય આસિન પ્રેગનેન્સીના ગાળામાં પ્રાઈવસી એન્જોય કરી શકી હતી.

માત્ર અક્ષય જાણતો હતો આ વાતઃ

બોલિવુડમાંથી કદાચ એક માત્ર અક્ષય કુમારે જ અસિનની પ્રેગ્નેન્સી અંગે ખ્યાલ હતો. અક્ષય રાહુલનો પણ ખાસ ફ્રેન્ડ છે અને તેણે અસિન અને રાહુલની લવસ્ટોરીમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આસિને પુત્રીને જન્મ આપ્યો તેવો તરત જ અક્ષય આસિન અને તેની પરીને મળવા પહોંચી ગયો હતો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon