Link copied!
Sign in / Sign up
5
Shares

આ રીતે ચોખાનું પાણી કરે છે વાળ અને ત્વચાનો ઇલાજ👌😍👌

 

 

 

 

 

શું આપ જાણો છો કે ચોખાનું પાણી કે જેને આપ ફેંકી દો છે કે પછી કાઢતા જ નથી, તે વાળ અને સ્કિન માટે કેટલો ફાયદાકારક છે ? ચોખાનું પાણી વગર પૈસા ખર્ચ્યે જ અજમાવી શકાય છે. ચોખાનાં પાણીમાં ફાઇબર હોય છે. આ પાચન ક્રિયાને સાજી કરે છે અને આ જાદુઈ સામગ્રીની જેમ શરીર પર કામ કરે છે.

એક્નેથી અપાવે મુક્તિ

એક્ને એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે કે જે ચહેરાને અભદ્ર બનાવે છે. સુંદર ચહેરા પર જો ખીલ ફૂટી નિકળે, તો તમામ સૌંદર્ય જ ખરાબ થઈ જાય છે. હવે આપ વિચારતા હશો કે ભલા આ સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવવામાં આવે. ચોખાનું પાણી એક અસરકારક ઘરગથ્થુ નુસ્ખો છે કે જે આપને ખીલનાં ડાઘા-ધબ્બામાંથી છુટકારો અપાવશે. આ ખીલથી પેદા થયેલ સોજો ઓછો કરે છે અને લાલાશ મટાડે છે. તેના માટે ચોખાનાં પાણીમાં રૂ પલાળો અને પછી તેને ચહેરાના ડાઘા પર લગાવો. તેને ત્યાં સુધી રાખો કે જ્યાં સુધી તે સંપૂર્ણપણે સુકાઈ ન જાય. આવુ ત્યાં સુધી કરતા રહો કે જ્યાં સુધી આપને પોતાની સ્કિનમાં ફેરફાર ન અનુભવાય.

કરચલીઓ મટાડે

જો આપને લાગે છે કે આપની ત્વચા પર ઉંમર હાવી થઈ રહી છે અને આપ ઓછી વયે ડોસી જેવા દેખાવા શરૂ થઈ ગયા છો, તો ચોખાના પાણીનો ઉપયોગ કરો. ચોખાનું પાણી સૌથી સારો વિકલ્પ છે. ચોખાનું પાણી કરચલીઓને દૂર કરવામાં બહુ મદદકારક છે. આ સંપૂર્ણપણે ત્વચાને પુનઃ જીવંત બનાવે છે. આને લગાવતા જ આપને તરત જ ફરક દેખાવા લાગશે.

પાચન ક્રિયા સાજી કરે

ચોખાનું પાણી પાચન ક્રિયાને સાજી કરે છે. આપ ચોખાનાં પાણીને ઠંડું કે હળવુ ગરમ કરીને પી શકો છો. આપ તેમાં સ્વાદ વધારવા માટે કાં તો મધ અથવા તો પછી હળવુ સિંધવ મીઠું મેળવી શકો છો.

સ્કિનની ખંજવાળ મટાડે

જો આપની સ્કિન રુક્ષપણાનાં કારણે ખંજવાળ કરે છે, તો ચોખાનાં પાણીનો પ્રયોગ કરો. તેમાં કેટલાક એવા ગુણો હોય છે કે જે આપની ખંજવાળની સમસ્યા દૂર કરશે. ચોખાનાં પાણીમાં રૂ પલાળી તેને અસરગ્રસ્ત ભાગ પર લગાવો.

વાળને સીધા કરે

કેમિકલનાં સ્થાને આપ ચોખાનું પાણી વાળને સ્ટ્રેટ કરવા માટે પ્રયોગ કરી શકો છો. ચાઇનીઝ મહિલાઓ વાળ સીધા કરવા માટે ચોખાનાં પાણીનો પ્રયોગ કરે છે. અહીં સુધી કે તેઓ પોતાનાં વાળને લાંબા કરવા માટે પણ ચોખાનાં પાણીનો જ પ્રયોગ કરે છે. વાળ સીધા કરવા માટે સૌપ્રથમ વાળમાં શૅમ્પૂ કરો અને પછી વાળને ચોખાના પાણીથી ધોઈ લો.

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon