Link copied!
Sign in / Sign up
18
Shares

આ રીતે બનાવો સ્વાદિષ્ટ ચીઝી ભરેલી ડુંગળીનું શાક😋😋👌🏾

તમે ભરેલાં રીંગણ, કારેલા,ભીંડાની સ્વાદિષ્ટ શાક બનાવીને ટ્રાય કર્યા હશે. પરંતુ શુ તમે ડુંગળીને ક્યારેય આ રીતે ટ્રાય કરી છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ભરેલી ડુંગળીનું શાક .. તે બનાવવામાં સહેલું હોય છે અને ઝડપથી બની પણ જાય છે.

સામગ્રી

4 મોટી – ડુંગળી

2 મોટી ચમચી – તેલ

3 મોટી ચમચી – રાઇ

1 નંગ – બેટકું

1 નંગ – ગાજર

1/2 કપ – માખણ

1/2 કપ – ચીઝ

સ્વાદાનુસાર – મીઠું

1 ચમચી – મરચું

1/2 ચમચી – જીરૂ

2 ચમચી – ટામેટાની ગ્રેવી


બનાવવાની રીત

સૌ પ્રથમ ડુંગળીને છોલીને તેને વચ્ચેથી ચીરા કરી લો. 

બટેકા અને ગાજરને છીણી લો.

 હવે એક પેનમાં તેલ લઇ તેમા રાઇ ઉમેરો સાથે તેમા છીણેલું બટાકું અને ગાજર ઉમેરી બરાબર સાંતળી લો. 

હવે આ મિશ્રણ ઠંડું થાય એટલે તેમા લાલ મરચું અને મીઠું ઉમેરી દો. 

તે બાદ તેમા ચીઝ ઉમેરી બરાબર મિક્સ કરો. 

હવે ડુંગળીમાં તૈયાર મિશ્રણ ભરી લો. 

હવે એક કઢાઇ લો તેમા માખણ ગરમ કરો. 

હવે તેમા જીરૂ ઉમેરો.જીરૂ બ્રાઉન રંગનું થાય એટલે તેમા ટામેટાની ગ્રેવી ઉમેરો. 

હવે તેમા અડધી ચમચી લાલ મરચું અને સ્વાદાનુસાર મીઠુ ઉમેરો. કારણકે પહેલેથી ડુંગળીના મિશ્રણમાં મીઠુ ઉમેરેલું છે.

આ ગ્રેવી બરાબર ચઢે એટલે તેમા ભરેલી ડુંગળી ઉમેરો. 

હવે 5 મિનિટ બાદ ગેસની આંચ બંધ કરી દો. તૈયાર છે ગરમા ગરમ ભરેલી ડુંગળીનુ શાક..રોટલી સાથે સર્વ કરી શકો છો.


Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon