Link copied!
Sign in / Sign up
247
Shares

આ ગીત જેટલી વાર સાંભળો, એટલી વાર ઓછું છે: બાળકને સુવડાવવા માટે😴👌

બાળકને શાંતિથી સુવડાવવા પહેલા, આપણે તેનું ન સુવાનું કારણ જાણવું પડશે. જો તમને એમ લાગતું હોય કે તમારી સાથે જ આવું થાય છે, તો તમે ખોટા છો; કેમ કે તમારી સાથે જ ઘણી સ્ત્રીઓ છે- જેને બાળકને રાતના સુવડાવવાની તકલીફ થાય છે. ઘણા બાળકો તો રાતના પથારીમાં જવા જ નથી માંગતા અને આમ જ ઘરમાં ફરતા રહે છે. બાળકો ઘણી મુશ્કેલીઓ પછી માતા સાથે સુવા જાય છે. જેમ-જેમ બાળક મોટુ થાય છે, એ ન સુવાના બીજા ઘણા બહાના ગોતી લે છે. ક્યારેક-ક્યારેક સ્વાસ્થ્ય સારું ન હોવાના કારણે બાળકોને ઊંઘ નથી આવતી. તે દિવસના સુવે છે, એ કારણે રાતના તેને સરખી ઊંઘ નથી આવતી. એવું પણ થઇ શકે કે ઊંઘ માંથી બાળક ઉઠી જાય.

 

તમે બાળકને કેવી રીતે સુવડાવી શકો છો?

૧. બાળકને સૂવડાવવાની ઘણી રીતો છે. તમે તમારા ઘરવાળા અને બાળકના અનુસાર સૂવાની રીત નક્કી કરી શકો છો. યાદ રાખો કે તમારે દરરોજ બાળકને એક જ સમયે સુવડાવી દેવું જોઈએ, જેથી બાળકની આદત થઈ જાય.

૨. તમારે બાળકને સમયથી સુવાના ફાયદા જણાવવા જોઈએ, જેથી તેને જલ્દી સૂવાનું સારું લાગે. તમારે બાળકને સૂતા પહેલાં ભરપેટ ખાવાનું ખવડાવવું જોઈએ. આવી રીતે બાળક છ અઠવાડિયામાં સમય પર સુવાનું શીખી જશે.

૩. આખો દિવસ તમે અવાજ કરી શકો છો અને તેને ખેલ-કૂદમાં વ્યસ્ત રાખો, પણ રાતના શાંત અને આરામદાયક માહોલ બનાવો. આનાથી બાળકનું શરીર એક નેચરલ બોડી કલોક પર સેટ થઈ જશે. તેને દિવસ અને રાતનો ફરક ખબર પડી જશે.

૪. બાળકને માતા વિના સુવડાવવાની કોશિશ કરો. આમ કરવાથી તેને બીજા પર નિર્ભર રહેવાથી બચાવી શકાય છે. એ તમારા વગર પણ સુઈ શકશે અને તેના માટે આ સારું રહેશે, કેમકે તે આત્મનિર્ભર બની રહ્યું છે.

૫. પથારીમાં સુવાનું એક જ સમય નક્કી કરી લો. બાળકને નવશેકા પાણીથી નવડાવવું, એની નેપી બદલો અને પછી તેને નાઈટ ડ્રેસ પહેરાવીને સુવડાવી દયો. આના પછી તેને હાલરડુ સંભળાવો અને હલકા હાથે થપથપાવીને સુવડાવો. આ બધાને ૪૫ મિનિટથી વધારે ન લાગવું જોઈએ. બાળક માટે સારું રહેશે કે તેને ૮:૩૦ થી ૯ પી.એમ સુધીમાં સુવડાવવી દયો. જો મોડું કરશો, તો બની શકે કે તેની ઊંઘ ઉડી જાય અને એ જાગતું રહે.

૬. બાળકને સુરક્ષિત મહેસૂસ કરાવવા માટે, તમે તેને સુવા માટે હલકી રજાઈ કે કોઈ રમકડું આપી દયો. તમે, તેને આપવાની રજાઈ કે રમકડું પોતાની પાસે રાખો, એટલે તમારા શરીરની મહેક એ વસ્તુ પર આવી જાય. બાળકની સૂંઘવાની શક્તિ ખૂબ જ તેજ હોય છે, એટલે તમારા શરીરની મહેક તેને શાંત કરી દેશે.

૭. બાળકને થોડું રડવા પણ દયો; ખાસ કરીને જ્યારે તે ચાર થી પાંચ મહિનાનું હોય. આ એક કુદરતી ક્રિયા છે અને તેને રોકશો નહીં. આનાથી બાળકની અંદર રહેલો થાક ઉતરી જશે અને પછી તે પોતાની જાતે જ ચૂપ થઇ જાશે.

૮. બાળકને હલકા હાથે પંપાળો. આમ કરવાથી બાળકને રાહત મળે છે. તેને એમ લાગે છે કે એ તમારા હાથમાં સુરક્ષિત છે. એવા અહેસાસથી, તેને આનંદમય ઊંઘ આવશે. તમે જોઈ શકશો કે બાળકનું મોઢું મંદ-મંદ હસતું હશે. આ એ વાતનું પ્રતિક છે કે બાળક તમારા પંપાળવાનો આનંદ લઇ રહ્યું છે. તમે બાળકની સાથે તેની પથારીમાં સૂઈને તેને પંપાળી શકો છો અને તેની સાથે સુવાનું નાટક પણ કરી શકો છો. આ બધુ બાળકને સુવડાવવા માટે જ તમે કરી રહ્યા છો.

૯. તમે સમય-સમય પર પોતાના પતિને પણ બાળકને સુવડાવવાનું કઈ શકો છો. આનાથી તમે જયારે નહિ હોવ, તો તે પિતાની થપથપીથી પણ સુઈ જશે. બને ને બરાબર ના ભાગીદાર થવું જોઈએ. જો તમે સંયુક્ત કુટુંબમાં રહેતા હોવ, તો તમારા ઘરમાં રહેતા વડીલો પણ વારાફરતી બાળકની દેખભાળ કરી શકે છે. ધીરે-ધીરે બાળકને આપમેળે સમય પર સુવાની આદત થઇ જશે.

૧૦. બાળકનાં રડવાનાં બીજા કારણો પણ જાણો, કે કેમ આવું કરી રહ્યું છે? શું તેનું નેપી ભીનું છે? શું તેને ભૂખ લાગી છે? તેના કપડાં વધારે ફિટ તો નથી ને? તેને શરદી કે જુલાપ તો નથી થઈ ગયા ને? કે પછી મમ્મીને પાસે બોલાવી રહ્યું હોય! કારણ જાણીને પછી તમે તેની સુવડાવવાનો પ્રયત્ન કરો.

૧૧. જો બધી બાજુથી તેના રોવાના કારણો તમે ઠીક કરી રહ્યા હોવ, તો પતિ અને અન્ય ભરોસા વાળા માણસોની સલાહ પણ લ્યો. તેનું રડવાનું જો તમને અસાધારણ લાગતું હોય, તો ચિકિત્સકથી તેનું નિવારણ કરાવો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon