Link copied!
Sign in / Sign up
2
Shares

આ ઘરગથ્થુ ઉપાયો સાથે કુંડાળા ને કહો ના!

તમે ફેસ ક્રીમ લગાડ્યુ છે, ચળકતી લાલ લીપસ્ટીક લગાડી છે, અને આયલાઈનર અને કોહ્લ તમારી આંખો માં કુદરતી ચળકાટ લાવે છે. તમે બહાર જવા માટે એકદમ તૈયાર છો, પણ થોડા અચકાટ નાં કારણે તમે દરવાજા પાસે ઉભા રહી જાવ છો. શું આ તમારી આંખો નીચે નાં કુંડાળા નાં કારણે છે? શું તે કુંડાળા તમારા આત્મ વિશ્વાસ ને પડકારે છે?

પહેલી વાત એ કે તે જાણવુ જરુરી છે કે કુંડાળા કેમ થાય છે. તે ઘણા કારણોસર થાય છે જેમ કે ઊંઘની ઉણપ, તણાવ,હોર્મોન્સ માં બદલાવ, વારસાગત,બીનઆરોગ્યપદ જીવનશૈલી, વગેરે. આ કુંડાળા બી૧૨ ની ઉણપ નાં કારણે પણ થઈ શકે છે. પરંતુ તમારે ચિંતા કરવાની હવે જરુર નથી, અમે છીએ! અહીં, અમે તમને થોડી વિશ્વસનીય ઘરગુથ્થા ઉપાયો આપીશુ જે તમને કુંડાળા આછા કરવામાં મદદ કરશે.

1. મધ સાથે કાકડી અને બટાકુ

એક પેસ્ટ બનાવા માટે બટાકા અને કાકડીને કાપી ને દળી લો.મધ નાં થોડા ટીપા નાખો અને એલો વેરા જેલ પેસ્ટ માં નાખો. પેસ્ટને અસરગ્રસ્ત ભાગમાં લગાડો અને સુકાવા દો. થોડી મિનીટ પછી તેને ધોઈ લો. તમે નોંધશો કે કુંડાળા સમય સાથે અાછા થયા છે.

૨.ટામેટું

ટમેટા કુંડાળા માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય ગણવા માં આવે છે, તે ખાલી તેને ઓછા જ નથી કરતુ પરંતુ ચામડીને નરમ પણ બનાવે છે. એક ટેબલ સ્પુન ટમેટાનો જ્યુસ, મધનાં થોડા ટીપા, અને લીંબુ જ્યુસ નાખો અને મેળવી લો. આ મિશ્રણ ને તમારી આંખો નીચે લગાડો, સુકાવા દો, અને ૧૦-૧૫ મિનીટ પછી ધોઈ લો.

૩.કાચુ દુધ

રુ લો અને તેને દુધમાં ડુબાડો. આંખો ની નીચે હળવેક થી મસાજ કરો રુ લઈ ને. જો તમે આને રોજીંદા કરો તો તમે હમેંશા માટે કુંડાળાને અલવીદા કરી શકો છો.

૪.ઠંડા ચા નાં પડીકા

પહેલા, ગ્રીન ટી અથવા કેમોમીલ ચા ની ટી બેગ્સ લો, અને પાણી માં બોળો. હવે, હળવે થી આ ટી બેગ્સ ને આંખો ઉપર મુકો. તમે ઘણો ફરક જોશો જો તમે રોજ ઉપયોગ કરશો.

૫.ગુલાબનું પાણી

ગુલાબના પાણી માં રુ ને થોડી વાર પલાળી રાખો. તેને આંખો ઉપર હળવેક થી રાખો અને ૫-૧૦ મિનિટ સુધી રેહવા દો. ગુલાબનું પાણી આંખો ને ફ્રેશ કરે છે અને નરમાશ આપે છે આંખો ને. આ રોજીંદા કરવાથી તમને ફરક દેખાશે.

૬.તુલસીનાં પાન

તેના કાયાકલ્પ ગુણો માટે જાણીતુ, તુલસી નાં પાનો પણ કુંડાળા ઘટાડવા માટે વાપરી શકાય છે. તુલસીનાં પાનો લઈ ને અને પાણી સાથે વાટીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને અસરગ્રસ્ત ભાગ પર લગાડો અને ૧૦ મિનિટ સુધી રેહવા દો. જો તમે એક અઠવાડીયા માં રોજ કરશો તો તમને ફરક દેખાશે.

૭.મધ અને બદામ નું તેલ

બદામનાં તેલ માં મધ નાખી ને તેને ભેગુ કરો. સુતા પેહલા આ મિશ્રણ ને તમારા કુંડાળા પર લગાડો અને બીજા દિવસે તેને કોટન પેડ થી લુછી લો અને ઠંડા પાણી થી ધોઈ લો. એ તમારી આંખો ને ફ્રેશ કરી દેશે.

૮.બટરમિલ્ક પેસ્ટ

૨ ટેબલસ્પુન હળદર અને બટરમિલ્ક લો અને ભેગુ કરી ને પેસ્ટ બનાવો. તમારા કુંડાળા પર લગાડો અને ૧૦-૧૫ સુધી રેહવા દો. ગરમ પાણી થી તમારુ મોઢુ ધોઈ લો. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon