Link copied!
Sign in / Sign up
50
Shares

આ દુકાને મળશે અઢી રૂપિયામાં પેડ, જાણી લો તેનું એડ્રેસ અને ફોન નંબર😍😍

આંતરાષ્ટ્રીય મહિલા દિવસે સરકારે મહિલાઓને એક ખાસ ગીફટ આપી છે. મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકારે ગુરૂવારે બાયોડિગ્રેડિબલ સેનેટરી નેપકિન્સ( Sanitary Pads) લોન્ચ કર્યા છે, તેની કિંમત 2.50 રૂપિયા પ્રતિ પેડ હશે. જયારે 4 પેડ વાળા એક પેકની કિંમત 10 રૂપિયા રહેશે. આ નેપકિન્સ હાલ બજારમાં મળનાર નેપકિન્સથી ખુબ જ સસ્તા છે. હાલ માર્કેટમાં ઉપલબ્ધ નેપકીન્સની એવરેજ કિંમત 8 રૂપિયા પ્રતિ પેડ છે.

કોમ્પ્યુટર યુઝર આ રીતે જોવો

 

 

 

આ માટે તમે http://janaushadhi.gov.in પર જાવ. અહીં STORESના સેકશન પર ક્લીક કરો. જો તમે વેબસાઈટને ડેસ્કટોપ પર જોઈ રહ્યાં છો તો ડાબી બાજૂએ તમામ રાજયોનું લિસ્ટ આપવામાં આવ્યું છે. તેની આગળ ગણતરી લખેલી છે કે કયાં રાજયમાં કેટલા સ્ટોર છે. તમે તેની પર ક્લીક કરશો તો તમને સંપૂર્ણ માહિતી મળી જશે. દુકાનનો નંબર અને ફોન નંબર પણ આપવામાં આવ્યો છે.

મોબાઈલ યુઝર કઈ રીતે કરશે લોકેટ

 

જો તમે મોબાઈલ પર આ વેબસાઈટને જોઈ રહ્યાં છો તો તમારે થોડું વધુ શોધવું પડશે. કારણ કે સ્ટોર પર ક્લીક કર્યા બાદ તમને પંજાબના જનઔષધી કેન્દ્રનું લિસ્ટ બતાવશે. તેની નીચે રાજય પ્રમાણેનું લિસ્ટ આપવામાં આવ્યું છે. એક સરકારી સર્વેના જણાવ્યા પ્રમાણે, ભારતના ગ્રામણી વિસ્તાર વિસ્તારમાં માત્ર 48 ટકા મહિલાઓ સેનેટરી નેપકીન્સનો ઉપયોગ કરે છે. જયારે શહેરમાં આ આંકડો 78 ટકા છે.

 

 

source : divyabhaskar

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon