Link copied!
Sign in / Sign up
0
Shares

આ ચિત્રો દર્શાવે છે ગુજરાતી વહુ ભારતી અને હર્ષના નવજીવન ની શરૂઆત

આખરે, ટીવીની ક્યૂટ હાસ્યની રાણી ભારતી સિંહ રવિવાર ૩ ડિસેમ્બર ના તેના મંગેતર હર્ષ સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગઈ છે. હર્ષ અને ભારતી એ પોતાના કુટુંબીજનો અને ટીવી ઉદ્યોગ ના મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા. આ લગ્ન ગોવામાં હતા જ્યાં ટીવીના ઘણા સિતારો આવ્યા હતા. લગ્ન પેહલા ભારતી અને હર્ષ એ ગોવામાં જ એક પુલ પાર્ટી રાખી જેમાં બધાએ ખુબ મજા માણી હતી.

ભારતીએ લગ્નના સમયે બ્લુ અને ગુલાબી કલરના ચોળી પહેર્યા હતા તેમ જ હર્ષ એ બ્લુ અને સફેદ મેચિંગ ની શેરવાની અને તેની સાથે ગુલાબી કલર ની પાઘડી પહેરી હતી. બંને જણ સરસ શોભી રહ્યા હતા. ભારતી અને હર્ષ એ ટીવી ઉદ્યોગના પોતાના મિત્રો સાથે ઘણા ફોટા પડાવ્યા હતા, એમાં હતા - અનિતા હસ્સાનંદાની તેના પતિ રોહિત સાથે, સનાયા તેના પતિ મોહિત સાથે, ઋત્વિક, આશા નેગી અને હજુ પણ ઘણા નામની નામાવલી હતી. તમે પણ જોવો ચિત્રો જયારે ભારતી અને હર્ષ હંમેશા માટે એકબીજાના થઇ ગયા.

ભરતીનો થોડા દિવસ પહેલા જ લગ્નના ચોળી ટ્રાય કરતા સમયે ફોટો ફેલાય ગયો હતો, તમે પણ જુવો-
થામી ગયો એ સમય જયારે પકડ્યો હર્ષે ભારતી નો હાથ

અને પછી સાત ફેરા લઈને બંધાઈ ગયા સાત જન્મોના બંધનમાં

મિત્રો જય-માહી પણ બન્યા ખુબસુરત લગ્નનો હિસ્સો
રોહિત અને અનિતા પણ આવ્યા નજરે
મંગળસૂત્ર અને સિંદૂર સાથે વધારે સુંદર દેખાવા લાગી ભારતી
લગ્નના સમયે પણ દેખાયા ભારતી અને હર્ષ મસ્તી ના મૂડમાં
ભારતી અને હર્ષ એક મહિના માટે યુરોપ હનીમૂન માટે જવાના છે જ્યાં તે વિતાવશે પ્રેમભર્યા (રોમેન્ટિક) પળો
ટાઈનીસ્ટેપ તરફથી હર્ષ અને ભારતી ને લગ્નની ખુબ-ખુબ શુભકામના!
Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon