Link copied!
Sign in / Sign up
0
Shares

આ છે બોલીવૂડના સાવકા (સૌતેલા) ભાઇ-બહેન: કોઈની વચ્ચે તકરાર, તો કોઈની વચ્ચે પ્રેમ💔❤️

એવા કયા ભાઈ બહેન હશે જેના વચ્ચે ઝઘડા નથી થતા. એ લોકો લડશે-જગડશે પણ આમાં પણ તેનો પ્રેમ હોય છે. એ પ્રેમ જે દુનિયામાં સૌથી અલગ છે, સૌથી નિરાળો છે. આવા ભાઇ-બહેન સાધારણ ઘરોમા જ નહીં પણ ફિલ્મી સિતારોમાં પણ જોવા મળી જશે. આજે અમે તમને બોલિવૂડના કેટલાક સાવકા ભાઈ-બહેનોથી રૂબરૂ કરાવીએ. આમાંથી કેટલાક ભાઈ-બહેનોની એકતા ઘણી સારી છે અને તેનો પ્રેમ જોઈને કોઈ ન કહી શકે કે આ સાવકા ભાઇ-બહેન છે. જેના સંબંધોમાં ક્યાંકને ક્યાંક ખટાશ પણ છે. તો આજે અમે આ લેખનમાં જણાવીએ કે બોલિવૂડના સાવકા ભાઈ-બહેનના સંબંધ કેવા છે... વાંચો વિસ્તારથી...

આલિયા ભટ્ટ-પૂજા ભટ્ટ

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને પૂજા ભટ્ટ ભલે બંને સાવકી બહેનો હોય, પણ તેને ઘણીવાર સાથે જોયા છે. બંનેને સાથે જોઈને લાગે કે બંને વચ્ચે ઘણો પ્રેમ છે. આ બંને વચ્ચે ૨૧ વર્ષનું અંતર છે.

અર્જુન કપૂર-જાનવી કપૂર- ખુશી કપૂર

અર્જુન કપૂર શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાનવી કપૂર અને ખુશી કપૂરના સાવકા ભાઈ છે. જાણકારી અનુસાર જાનવી અને ખુશી સાથે અર્જુનના સંબંધો સારા નથી. પણ શ્રીદેવી ના મૃત્યુ બાદ અર્જુન હવે બન્ને બહેનોનું સગા ભાઈ જેવું ધ્યાન રાખે છે. 

સની દેઓલ-બોબી દેઓલ-ઈશા-અહાના

ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલ અને બોબી દેઓલ, હેમા માલિની અને ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલ અને અહાના દેઓલના સાવકા ભાઈ છે અને આ ભાઈ-બહેનોના સંબંધ પણ ખાસ વખાણવામાં નથી આવતા.

શાહિદ કપૂર-ઈશાન ખટ્ટર

આમ તો શાહિદ કપૂર ઈશાન ખટ્ટરના સાવકા ભાઈ છે અને ઉંમરમાં ઇશાનથી ઘણા મોટા પણ છે. આ બન્નેના સંબંધો ઘણા સારા છે. શાહિદ ઇશાનનો ખૂબ ધ્યાન પણ રાખે છે.

સારા ખાન- તૈમુર

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન આમ તો નાના નવાબ તૈમુર અલી ખાનની સાવકી બહેન છે પણ તે પોતાના ભાઇને ખૂબ જ પ્રેમ કરે છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon