Link copied!
Sign in / Sign up
4
Shares

જેઠાલાલ નહીં આ છે ગડા ઈલેક્ટ્રોનિક્સના સાચા માલિક😍😮

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 2008થી ટીવી પર આવી રહી છે. આટલા વર્ષો બાદ પણ આ સીરિયલ ચાહકોમાં એટલી જ લોકપ્રિય છે અને ટીઆરપીની રેસમાં આગળ જ હોય છે. આ સીરિયલની એવી ઘણી જ બાબતો છે, જે ચાહકોને ભાગ્યે જ ખબર છે. આજે આ સીરિયલમાં સૌથી વધુ વાર બતાવવામાં આવતી ગડા ઈલેક્ટ્રોનિક્સ અંગે વાત કરશે. આ સીરિયલમાં જેઠાલાલ રોજ પોતાની દુકાન ગડા ઈલેક્ટ્રોનિક્સમાં જતા બતાવવામાં આવે છે. ચાહકોના મનમાં એ સવાલ જરૂરથી થતો હશે કે આ દુકાન રિયલમાં છે કે પછી માત્ર સેટ જ છે..

(સીરિયલમાં આ દુકાનને જેઠાલાલની દુકાન બતાવવામાં આવી છે.)

કોની છે દુકાનઃ

સીરિયલમાં બતાવવામાં આવતી દુકાન ગડા ઈલેક્ટ્રોનિક્સના સાચા માલિક શેખર ગડિયા છે. આ દુકાન મુંબઈના ખારમાં આવેલી છે. સાથેની વાતચીતમાં શેખરે કહ્યુ હતુ કે એકદિવસ તેમના મિત્રે એક આખો દિવસ દુકાનમાં શૂટ કરવાની ઓફર કરી હતી પરંતુ તેમણે આ ઓફર નકારી કાઢી હતી. તેમના માટે આ બિઝનેસ છે અને તે એક દિવસ દુકાન બંધ રાખી શકી નહીં. તે સમયે તેમને બે વાત ધ્યાનમાં લીધી હતી, પહેલી તેમના ગ્રાહકોને આને કારણે તકલીફ પડવી જોઈએ નહીં અને બીજી તેમની દુકાનની કોઈ પણ વસ્તુ ખરાબ કે બગડવી જોઈએ નહીં. જોકે, પછી તે એક દિવસ માટે તૈયાર થઈ ગયા હતાં અને તેનું મુખ્ય કારણ એ હતું કે તેમના એક નિકટના મિત્રે જે આ વિસ્તારના એક્સ-કોર્પોરેટર પણ હતાં, તેમણે આ દુકાનની તમામ જવાબદારી લેવાની તૈયારી બતાવી હતી.

(વાંચો, શરૂઆતમાં શું નામ હતું આ દુકાનનું, જુઓ અંદરથી કેવી લાગે છે દુકાન…)

 

એક દિવસનું શૂટ ચાલ્યું વર્ષો સુધીઃ

શેખર ગડિયાએ એક દિવસ માટે દુકાન ભાડે આપી હતી. આ એક દિવસમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ એક દિવસ શેખર તથા સીરિયલના પ્રોડ્યુસર અસિત મોદી માટે વર્ષો સુધીનો સંબંધ બંધાઈ ગયો અને છેલ્લાં 10 વર્ષથી આ દુકાનમાં શૂટિંગ થાય છે. આ દુકાનમાં 2500થી પણ વધુ એપિસોડ્સ શૂટ કરવામાં આવ્યા છે. દુકાનના માલિક શેખરને આ વાતનો ઘણો જ ગર્વ છે.

શરૂઆતમાં આ હતું નામઃ

શેખરે કહ્યુ હતુ કે શરૂઆતમાં દુકાનનું નામ કન્ઝ્યુમર શોપ હતું પરંતુ પ્રોડ્યુસરને શેખરે વિનંતી કરી કે તે પોતાની દુકાનનું નામ ગડા ઈલેક્ટ્રોનિક કરી શકે છે?, કારણ કે, સીરિયલમાં કન્ઝ્યૂમર શોપને બદલે ગડા ઈલેક્ટ્રોનિક્સ બેનર કરવામાં આવતું હતું, જેને કારણે બોર્ડ બગડી જતું હતું. પ્રોડ્યુસરે શેખરની વાત સ્વીકારી લીધી અને શેખરને પોતાની દુકાનનું નામ ગડા ઈલેક્ટ્રોનિક્સ કરવાની પરવાનગી આપી દીધી હતી. સીરિયલ શરૂ થયાના થોડાંક મહિના બાદથી જ આ દુકાનનું નામ ગડા ઈલેક્ટ્રોનિક્સ છે. આ દુકાનની અંદાજીત કિંમત 60-80 લાખ રૂપિયા છે. વધુમાં શેખરે કહ્યુ હતુ કે તેમની સરનેમ ગડિયાને શોર્ટમાં લખવામાં આવે તો ગડા થઈ જાય છે.

17 વર્ષથી છે દુકાનઃ

 

શેખરની આ દુકાન 17 વર્ષથી છે અને છેલ્લાં 10 વર્ષથી ‘તારક મહેતા..’માં આ દુકાન જોવા મળે છે. રોજ આ દુકાનની મુલાકાત માટે પાંચથી છ લોકો રોજ આવે છે શેખર સીરિયલમા 25થી વધુ વાર ગ્રાહક બનીને આવ્યો છે

પ્રવાસીઓ માટે ટૂરિસ્ટ પોઈન્ટઃ

શરૂઆતમાં કેટલાંક ચાહકો દુકાનની મુલાકાત લેતા હતાં પરંતુ હવે તો આ રોજનું થયું છે. રોજ ચારથી પાંચ લોકો દુકાનમાં આવે છે અને ફોટો લે છે અને તેમની સાથે ખાસ સેલ્ફી પડાવે છે. તેમને ખુશ જોઈએ શેખર પણ ખુશ થઈ જાય છે.

પ્રોડક્શન હાઉસ શૂટિંગના એક દિવસ પહેલાં જ જાણ કરે છે

25થી વધુ વાર જોવા મળ્યો સીરિયલમાં:

નવાઈની વાત એ છે કે શેખર આમ તો દુકાનના માલિક છે પરંતુ સીરિયલમાં તે ગ્રાહક બનીને 25થી વધુ વાર આવી ચૂક્યા છે. સોશ્યિલ મીડિયામાં શેખરને ઘણાં જ સારા કોમ્પ્લિમેન્ટ્સ મળે છે. હવે, તેમની આ દુકાન સેલિબ્રિટી શોપ બની ગઈ છે.

સીરિયલના શરૂઆતના સમયમાં રોજ દુકાનમાં શૂટિંગ થતું હતું

એક દિવસ પહેલાં કરે જાણઃ

 

શેખરે વધુમાં કહ્યુ હતુ કે જ્યારે પણ દુકાનમાં શૂટિંગ થવાનું હોય તેની એક દિવસ પહેલાં પ્રોડક્શન હાઉસ તેમને જાણ કરી દે છે અને તેઓ તે એક દિવસ માટે દુકાન બંધ રાખે છે, જેથી ગ્રાહકો આવે તો ટીમને કોઈ મુશ્કેલી પડે નહીં.

દુકાનનો માલિક સીરિયલના કલાકારો સાથે

હવે માત્ર એક કે બે એપિસોડ થાય છે શૂટઃ

શરૂઆતમાં આ દુકાનમાં ઘણાં જ એપિસોડ શૂટ કરવામાં આવતા હતાં પરંતુ હવે મહિનામાં માત્ર એક કે બે જ એપિસોડ શૂટ થાય છે. આ દુકાન 600 સ્કેવર ફૂટ છે. પહેલાં સીરિયલમાં શેખર ગડિયાનું ગોડાઉન પણ ઉપયોગમાં લેવાતું હતું પરંતુ હવે, ફિલ્મસિટીમાં ગોડાઉન બનાવવામાં આવ્યું છે.

આ છે ગડા ઈલેક્ટ્રોનિક્સના સાચા માલિક

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon