Link copied!
Sign in / Sign up
2
Shares

આ બોલિવૂડ અભિનેતાના બાળકોના નામ છે કંઈક અલગ (હટકે) : જાણો આ નામોના અર્થ શું છે! 😍

બોલિવૂડ અભિનેતા અને તેના બાળકો ઘણીવાર હેડલાઈનમાં હોય છે. ઘણા લોકો એના વિશે જાણવા માંગે છે અને કેટલાક લોકો તેના જીવનમાં દિલચસ્પી લે છે, જે આજકાલ સાધારણ વાત થઈ ગઈ છે. બોલિવૂડ અભિનેતા અને તેના બાળકોમાં કંઈને કંઈ એવી ખાસ વાતો હોય છે અને આ ખાસ વસ્તુઓ માંની એક છે બોલિવૂડ અભિનેતાના બાળકોના નામ- જે ખૂબ અલગ અને ખાસ હોય છે. આજે આ લેખનમાં એવા કેટલાક નામો વિશે અમે તમને જણાવીએ છીએ.

૧. તૈમુર અલી ખાન

કરિના કપૂર અને સૈફ અલી ખાનનો પુત્ર તૈમુર અલી ખાન બધા સ્ટારના બાળકોમાં સૌથી ક્યુટ બાળક છે. તેની એક ઝલકના હર કોઇ દિવાના છે. તેની ક્યૂટ સ્માઈલની સાથે સાથે તેનું નામ પણ ક્યૂટ છે. આમ તો જગજાહેર છે કે જ્યારે કરિના અને સેફ અલી ખાને પોતાના નાના નવાબનું નામ તૈમુર રાખ્યું ત્યારે સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ આપત્તિ જતાવી હતી. આ નામની એટલે બબાલ થઇ હતી, કેમકે આ નામનો એક પ્રસિદ્ધ લૂંટારો તૈમુર લંક હતો, જેણે ૧૪મી સદીમાં ભારતમાં જમાવીને લુંટફાટ કરી હતી. સોશિયલ મીડિયામાં થયેલ બબાલ પછી પણ કરિના અને સૈફે તેના શેહઝાદાનું નામ ન બદલાવ્યું. તૈમુરના નામનો સાચો અર્થ થાય છે આઇરન એટલે કે લોઢું અને એ કહેવું ખોટું નથી કે કરિનાએ આનો અર્થ જાણીને જ પોતાના પુત્રનું નામ તૈમુર રાખ્યું છે.

૨. આર્યન, સુહાના અને અબ્રામ

કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન અને ગૌરીના ત્રણ બાળકો કોણ નથી જાણતું? આ ત્રણેયના નામ ખૂબ જ સુંદર છે. શાહરૂખના મોટા પુત્રનું નામ આર્યન છે, જેનો અર્થ થાય યોધ્ધા. પુત્રીનું નામ સુહાના છે જેનો અર્થ તો તમે સમજી શકો છો. સુહાનાનો અર્થ ચાર્મિંગ એટલે કે આકર્ષક! સાચે જ, સુહાના પોતાના નામ પ્રમાણે જ પોતાની અદાથી હરકોઈને આકર્ષિત કરી જ લે છે. હવે વાત કરીએ શાહરૂખના સૌથી નાના અને ક્યુટ પુત્રની, જેનું નામ શાહરૂખે અબ્રામ રાખ્યું છે. આ નામ ખૂબ ચર્ચામાં છે. અબરામ નામ પોતાનામાં જ ખુબ યુનિક છે અને એનો અર્થ એકદમ અલગ છે. અબ્રામ નામ પેગંબર અબ્રાહમ અને રામનામને મળીને બન્યું છે. એક ઇન્ટરવ્યુ દરમ્યાન શાહરૂખે કહ્યું હતું કે આ નામ ધર્મનિરપેક્ષતાનો સંદેશ આપે છે.

૩. આરાધ્યા બચ્ચન

અમિતાભ બચ્ચનની પૌત્રી એટલે એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યાની વાત કરીએ તો એ બિલકુલ પોતાની માતા એશ્વર્યા ઉપર ગઈ છે. સુંદરતાની સાથે સાથે પ્રેમભરી સ્માઈલ લઈને, આરાધ્યા હંમેશા પોતાની માતા સાથે દેખાય છે. એ કહેવું ખોટું નથી કે એશ પોતાની પુત્રીને લઈને ખૂબ જ સજાગ છે અને આ જ કારણ છે કે એશએ પોતાની પુત્રીનું નામ ખૂબ વિચારીને રાખ્યું છે. આરાધ્યાનો અર્થ થઇ છે પૂજનીય અથવા પૂજવા યોગ્ય. આ નામ ઘણું પ્રસિદ્ધ છે. આ નામની બેબી તમને ઘણી જોવા મળશે.

૪. આરવ અને નિતારા

સ્ટાર જોડી અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાએ પણ પોતાના બાળકોના નામ અલગ રાખ્યા છે. પુત્રનું નામ આરવ છે, જેનો અર્થ થાય છે શાંતિપ્રિય. પુત્રીનું નામ નીતારા, જે કદાચ ક્યારેક જ સાંભળ્યું હશે. હા નામ સાચેજ અલગ છે અને ખુબ જ સુંદર છે. નિતારાનો અર્થ થાય છે ખૂબ ઊંડા મૂળ.

૫. આદીરા ચોપડા

રાની મુખરજી અને આદિત્ય ચોપડાની પુત્રીનું નામ આદીરા છે. આ નામને સાંભળતા જ લાગે છે કે આને આદિત્ય અને રાની ના નામથી જોડીને બનાવાયું છે. આદિત્યના નામથી આદિ, તો રાણી ના નામથી રા જઈને આદિરા નામ બનાવાયું છે. રાની અને આદિત્ય ઇચ્છતા હતા કે તેની પુત્રીના નામમાં તેનું પણ નામ આવે અને એટલે તેમણે પોતાની નાની પરીનું નામ આદિરા રાખ્યું. આમ તો આ નામનો અરબીમાં અર્થ થાય છે મજબૂત. તો આદીરા પોતાના નામના સ્વરૂપમાં પોતાના મમ્મી-પપ્પાના સંબંધોને મજબૂત બનાવી રાખશે.

૬. આઝાદ રાવ ખાન

સેરોગેસીથી જન્મેલો આમિર ખાન અને કિરણ રાવના પુત્રનું નામ આઝાદ રાવ ખાન છે. આમ તો આઝાદ નો અર્થ મુક્ત થાય છે, પણ આમિરે આ નામ ૧ મહાન ફ્રીડમ ફાઇટર મૌલાના અબુલ કલામ આઝાદથી પ્રેરિત થઈને રાખ્યું છે. જે આમિરના કાકા પણ હતા.

૭. વીઆન કુન્દ્રા

પોતાની ફિટનેસનું પરચમ દરેક જગ્યા પર લહેરાવવાવાળી શિલ્પા શેટ્ટીને કોણ નથી જાણતું? તેની કાયાના તો હરકોઈ કામણગારા છે. શિલ્પા અને રાજ કુન્દ્રાએ પોતાના પુત્રનું નામ ખુબ સમજી-વિચારીને રાખ્યું છે, કેમકે વીઆન નો અર્થ થાય છે એનર્જીથી ભરપૂર. લાગે છે શિલ્પા ઈચ્છે છે કે તેનો પુત્ર પણ હંમેશા તેની જેમ જ એનર્જીથી ભરપૂર રહે, એટલે જ તો તેણે પોતાના પુત્રનું નામ વીઆન રાખ્યું છે.

૮. યુગ અને ન્યાસા દેવગન

અજય દેવગણ અને કાજોલના બાળકોના નામ પણ અલગ જ હટકાર છે, ખાસ કરીને પુત્રીનું નામ ન્યાસા. આ નામને પહેલા તમે ક્યાંક જ સાંભળ્યું હશે. ન્યાસા ગ્રીક ભાષામાં જન્મેલો શબ્દ છે, જેનો અર્થ છે લક્ષ કે એક નવી શરૂઆત. ત્યારે જ, પુત્રનું નામ યુગ એક હિન્દી શબ્દથી આવે છે, જેનો અર્થ કાળ (યુગથી) થાય છે.

૯. રિદાન અને રિહાન રોશન

બોલિવૂડના સુપરસ્ટારમાં એક નામ રિતિક રોશન નું પણ આવે છે. જો રીતિકના બાળકોની વાત કરીએ તો તેના બંને પુત્ર બિલકુલ પોતાના પપ્પા પર ગયા છે. રીતિક અને સુઝેન ખાને પોતાના મોટા પુત્ર નું નામ રિદાન રાખ્યું છે, જેનો અર્થ થાય છે મોટા દિલવાળો માણસ અને નાના પુત્રનું નામ રિહાન રાખ્યું છે, જેનો અર્થ ભગવાને પસંદ કરેલા લોકો. સાચે જ, બંનેના નામ પોતાનામાં ખુબ જ સુંદર અને અર્થપૂર્ણ છે.

૧૦. શાહરાન અને ઈકરા દત્ત

માન્યતા અને સંજય દત્ત ના જોડિયા બાળકો છે- એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ શાહરાન છે. શાહરાન એક પર્શિયન શબ્દ છે. શાહ નો અર્થ શાહી, અને રાન નો અર્થ યોધ્ધા થાય છે અને જો આ બંને શબ્દોને મેળવી દઈએ તો એનો અર્થ છે કે શાહી યોધ્ધા. પુત્રીનું નામ ઈકરા છે, જોકે એક યહૂદી નામ છે અને એનો અર્થ છે વર્ણન કરવું.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon