Link copied!
Sign in / Sign up
0
Shares

બોલીવૂડના આ ભાઈબહેન નો પ્યાર છે બેમિસાલ : જુઓ ફોટા👫👌

ભાઈ બહેન નો પ્યાર બહુજ અનોખો હોય છે .જેટલી મજાક મસ્તી અને તકરાર એકબીજા સાથે કરે છે એટલી જ એકબીજા માટે લાગણી અને ચિંતા કરે છે .જો બહેન ને એક નાની એવી ખરોચ પણ પડે છે તો ભાઈ બધા કામકાજ છોડી ને બહેન પાસે પહોંચી જાય છે .તો એમજ એક બહેન માટે એના ભાઈ ની જગ્યા કોઈ ના લઈ શકે .ભાઈ પણ પોતાની બહેન ની સુરક્ષા અને ખુશી માટે બધું ન્યોછાવર કરી દેય છે .બધી જગ્યાએ ભાઈબહેન નો સંબંધ આવો જ હોય છે અને બોલિવૂડ માં પણ કંઈક આવુ જ જોવા મળે છે .

આજે આ બ્લોગ દ્વારા અમે તમને બોલીવૂડના મશહુર ભાઈ બહેન ની જોડીઓ વિશે જણાવશું .

(૧) અભિષેક બચ્ચન અને શ્વેતા નંદા 

મશહુર બોલિવૂડ એકટર અમિતાભ બચ્ચન નો છોકરો અભિષેક બચ્ચન અને તેની બહેન શ્વેતા નંદા ને ઘણી વાર ઘણી જગ્યાએ એકસાથે જોવામાં આવ્યા છે .આ ભાઈબહેન નો સાથ હમેશા જોવા મળે છે .

(૨) અર્જુન કપૂર અને અંશુલા કપૂર 

બોલિવૂડ એકટર અર્જુન કપૂર નો પ્યાર તેની બહેન અંશુલા કપૂર માટે ઘણી વખત જોવા મળ્યો છે .અર્જુન ની માતા મોના કપૂર ના નિધન બાદ આ બંનેઆમ ભાઈ બહેને એકબીજા ને બહુજ સારી રીતે સંભાળી લીધા છે .

(૩) હૃતિક રોશન અને સુનૈના રોશન.

બોલીવુડ ના ક્રિશ એટલે કે હૃતિક રોશન પણ તેની બહેન સુનૈના રોશન ની ઘણી નજદીક છે .થોડા સમય પહેલા સુનૈના કેન્સર જેવી ભયાનક બીમારી નો શિકાર બની હતી પરંતુ તે સમય દરમિયાન હૃતિક તેની બહેન નો સાથ દેવા તેની સાથે અડીખમ ઉભો હતો અને તેને હિંમત અને પ્રોત્સાહન આપી સંભાળી લીધી હતી .અને હૃતિક ના આજ પ્યારે તેની બહેન ને કેન્સર જેવી બીમારી થી લડવાની શક્તિ અને મદદ આપી હતી .

(૪) રણવીર સિંહ અને રિતિકા ભાવનાની

પદ્માવત માં ખિલજી નું દમદાર પાત્ર ભજવી ને લોકો ના દિલો ઉપર છાપ પાડવા વાળો રણવીર સિંહ તેની બહેન રિતિકા ને બહુજ પ્રેમ કરે છે .અને એના માટે તે તેની બહેને બાંધેલી રાખડી જ્યાં સુધી તૂટી ના જાય ત્યા સુધી તે તેના હાથ ઉપર થી છોડતો નથી .

(૫) રણબીર કપૂર અને રિદ્ધિમાં કપૂર સાહની 

રણવીર સિંહ ની જેમજ રણબીર પણ તેની બહેન ની ખુબજ નજદીક છે .અને તેની બહેન ની છોકરી સમારા પણ તેની ખુબજ નજીક છે .અને સમારા ને તેના મામા રણબીર ની કાર્બન કોપી કહેવામાં આવે છે .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon