Link copied!
Sign in / Sign up
2
Shares

આ અભિનેત્રીના ઘરની બિલ્ડીંગમાં લાગી આગ, ૨ અઠવાડિયા સુધી ઘરે નહી જઈ શકે🔥🔥

બુધવારે (13 જૂને) મુંબઈના વર્લી વિસ્તારમાં આવેલી 33 માળની બિલ્ડિંગ Beaumondeમાં ભીષણ આગ લાગી હતી. આગ બિલ્ડિંગના 32મા માળે લાગી હતી. આ બિલ્ડિંગના 26મા માળ પર અભિનેત્રી દીપિકા પાદુકોણ રહે છે. આ દુર્ઘટનામાં દીપિકા અને તેનો પરિવાર સુરક્ષિત છે. પણ આગના કારણે બિલ્ડિંગના લોકો પરેશાન થયા છે. જાણકારી પ્રમાણે, આગ લાગવાના કારણે હવે 10-15 દિવસ સુધી દીપિકા ઘરે નહીં જઈ શકે.

આગ પર કાબૂ મેળવાયો

એક રિપોર્ટ પ્રમાણે, આગ લાગવાના બીજા દિવસે એટલે કે ગુરુવારે ફાયરબ્રિગેડે કુલિંગ ઓપરેશન પૂરું કર્યું છે. અને સવારે 11 વાગ્યે તમામ સુરક્ષા પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બિલ્ડિંગને ‘ઓલ ક્લિયર’ જાહેર કરાયું છે. કામગીરી દરમિયાન કોઈ પણ અજાણ્યા શખ્સને બિલ્ડિંગના કમ્પાઉંડમાં જવાની મંજૂરી નહોતી અપાઈ. જો કે બિલ્ડિંગમાં પાવર સપ્લાય શરૂ કરતા પહેલા BEST પોતાના તરફથી તપાસ કરવા માગે છે.

બે અઠવાડિયા સુધી નહીં જઈ શકે ઘરે

મુખ્ય ફાયર અધિકારી પી. રહાંગદલે કહ્યું કે, “એક વાર ફાયર કર્મચારીઓ બિલ્ડિંગની બહાર નીકળી ગયા એટલે અમારું કામ પૂરું થઈ જાય છે. BESTને વીજળી પૂર્વવત્ કરવી છે અને હાઉસિંગ સોસાયટી સાથે મળીને નક્કી કરવાનું છે કે ફ્લેટના લોકો ક્યાં સુધી ત્યાં રહેવા જઈ શકશે. અમે આગનું કારણ જાણવા માટે તપાસ કરી રહ્યા છીએ.” હવે આ કામગીરી દરમિયાન 2 અઠવાડિયા સુધી દીપિકા ક્યાં રહેશે તે અંગેની માહિતી સામે નથી આવી.

2010માં ખરીદ્યું હતું ઘર

જણાવી દઈએ કે, બિલ્ડિંગમા આગ લાગ્યા બાદ દીપિકાએ ટ્વિટ કરીને સુરક્ષિત હોવાની જાણકારી આપી હતી. દીપિકાએ 2010માં આ ફ્લેટ 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વિનીતા ચૈતન્યએ દીપિકાના ઘરનું ઈન્ટિરિયર ડિઝાઈન કર્યું હતું. આ અપાર્ટમેન્ટ સિદ્ધિવિનાયક મંદિરની નજીક આવેલું છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon