Link copied!
Sign in / Sign up
1
Shares

આ અભિનેત્રીની પ્રેગનેન્સી ૧૪ વખત થઈ હતી ફેલ, માં બનવા માટે લીધો આ નિર્ણય😲😲

કોમેડિયન ક્રિષ્ના અને તેની એક્ટ્રેસ વાઇફ કશ્મીરા શાહ ગયા વર્ષે જુડવા બાળકોના પેરેન્ટ્સ બન્યા હતા. બાળકોના જન્મ બાદ કશ્મીરાએ ખુલાસો કર્યો કે એમની પ્રેગ્નન્સી 14 વખત ફેલ થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે આ બાળકોને જન્મ સરોગેસી દ્વારા થયો હતો. હવે આ કપલ બેબી ગર્લને અડૉપ્ટ કરવા માગે છે. કશ્મીરા મુજબ બંને બહુ જલદી એક બાળકીને અડૉપ્ટ કરશે.

કશ્મીરાએ ખુલાસો કર્યો

વેબસાઇટ સ્પોટબોયને આપેલા એક ઇન્ટર્વ્યૂ મુજબ કશ્મીરાએ જણાવ્યું કે, ફેમિલી પ્લાનિંગ મુજબ પોતાના કામથી દૂરી બનાવી લીધી હતી અને ગત ત્રણ વર્ષમાં પ્રેગ્નન્સી કંસીવ કરવાની કોશિશ કરવા છતાં એવું ન થયું. નેચરલી પ્રેગ્નન્સી કંસીવ ન થવાથી મારી હેલ્થ પણ ડાઉન થઇ ગઇ હતી. જેથી બાળકો માટે IVF ટેક્નોલોજીનો સહારો લીધો હતો. કશ્મીરાએ કહ્યું કે, તમે વિશ્વાસ નહીં કરો કે 14 વખત મારા પ્રેગ્નેન્સી ફેલ થઇ હતી. આમાં મેં IVF ઇન્જેક્શનનો પણ સહારો લીધો જેનેથી મારો બહુ વજન વધી ગયો હતો.

24થી 32 થઇ ગઇ કમર

કશ્મીરા કહે છે કે આ વજન ઘટાડવો મારા માટે બહુ મુશ્કેલ થઇ ગયું. મારી કમર 24થી 32 થઇ ગઇ અને આ ફેઝ મારા માટે બહુ ભયાનક હતું. પરંતુ મેં હાર ન માની. આ સમયગાળા દરમિયાન કેટલાય લોકો મારા પર કમેન્ટ કરતા હતા કે ફિગર માટે પ્રેગ્નન્ટ ન થઇ, પણ એવું નથી.

ડૉક્ટરે સલાહ આપી

કશ્મીરા કહે છે કે, “પ્રેગ્નન્સી કંસીવ કરવા માટે મેં દરેક સંભવ પ્રયત્નો કર્યા છે. એક દિવસ મારા ડૉક્ટરે મને સલાહ આપી કે તમારે સરોગસીનો સહારો લેવો જોઇએ, અને જલદી આ મામલે નિર્ણય લો કેમ કે ભારતમાં બહુ જલદી સરોગસી પર પ્રતિબંધ લાગી શકે છે. હું એ સરોગેટ મધરને દિલથી ધન્યવાદ કરું છું, જેણે દર્દ સહીને અમારા બાળકોને જન્મ આપ્યો.”

2012મા થયાં હતાં લગ્ન

કશ્મીરાએ ઇન્ટર્વ્યૂમાં ખુલાસો કર્યો કે મારા લગ્ન 2013માં નહીં પણ 2013માં થયાં હતાં. ઉલ્લેખનીય છે કે ક્રિષ્નાની ફેમિલી સામે કશ્મીરાએ લગ્ન થયા હોવાનો ખુલાસો 2013માં કર્યો હતો. જે બાદ આ સમાચાર આગની જેમ ફેલાઇ ગયા હતા. ક્રિષ્ના અને કશ્મીરાએ અમેરિકાના લાસ વેગાસમાં લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં કશ્મીરાની કોલેજ ફ્રેન્ડ પૂજા બત્રા સહિત કેટલાક મિત્રો જ હાજર રહ્યા હતા. કશ્મીરાએ કહ્યું કે જ્યારે ક્રિષ્નાના પરિવારને આ અંગે જણાવ્યું તો તેના પપ્પાએ કહ્યું કે મારે એક પૌત્ર જોઇએ છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon