Link copied!
Sign in / Sign up
3
Shares

આ 6 ભૂલો જોડિયાઓ ના માતાપિતાએ ટાળવી જોઇએ

જોડિયા બાળકો વિશે ઘણી પૌરાણિક કથા, અંધશ્રદ્ધા અને અપેક્ષાઓ છે કે તેમને ખરેખર શેની જરૂર છે તે નક્કી કરવું કઠિન છે. તેઓ ચોક્કસપણે એકબીજાના મનને વાંચી શકતા નથી અને માત્ર એકસરખો દેખાવ અને એક જ સમયે જન્મ્યા હોવાનો અર્થ એ નથી કે તેમને સમાન વસ્તુઓ જ પસંદ કરવી પડશે.

તેમ છતાં, હંમેશા એવા લોકો હોય જ છે જેમને લાગે છે કે તેઓ તમારા બાળકોને સારી રીતે જાણે છે અને ઝડપથી ચુકાદો પસાર કરવા માટે તૈયાર હોય છે. કેટલાક લોકો એમ પૂછશે કે શું બાળકોને કુદરતી રીતે અથવા પ્રજનન ક્ષમતાના ઉપચાર દ્વારા પેદા કરવામાં આવ્યા હતા, જાણે એક પદ્ધતિ અન્ય કરતા ઓછી યોગ્ય હોય. અન્ય લોકો અશ્લીલતાપૂર્ણ પ્રશ્નો પૂછશે જેમ કે "કોણ સ્માર્ટ છે?" અથવા "કોણ સ્વાર્થી છે?"

બાળકો અલગ અલગ હોવા છતાં, તેઓ પોતાની જાતમાં વિશેષ છે. કોઈ માબાપ એવું કહેશે નહીં કે એક બાળક બીજા કરતાં વધુ સારું છે. હવે, અહીં કેટલીક ભૂલો છે કે જે જોડિયા બાળકના માતાપિતાએ ટાળવી જોઈએ.

1. મદદ નિકારવી ન જોઈએ

જો તમે જોડયા બાળકો ના માતાપિતા છો, તો તમારે ઓછામાં ઓછા એક વ્યક્તિ તરફથી તો કૉલ મેળવ્યો જ હશે, જેમણે તમારે જ્યારે જરૂર હોય ત્યારે બાળકોને સંભાળવાની અને તમને મદદ કરવાની ખાતરી આપી હશે. આ મિત્ર, સંબંધી અથવા સહયોગી કોઈ પણ હોઈ શકે છે. આ સંદેશને અવગણશો નહીં જો કોઈ વ્યક્તિ મદદ આપે છે, તો તેને લો! ખાસ કરીને પ્રાથમિક મહિનાઓમાં, તમને તમારા શુભેચ્છકારોમાંથી જે મદદ મળી શકે તે લઈ લો. તમારે તેમની મદદમાંથી જે વધારે સમય મળે તે તમે તમારી ઊંઘ પૂરી કરવામાં અને ખાવાનું ખાવા માં ઉપયોગ કરી શકો છો.

2. કોઈ જાતનું સપ્પ્લાય ન મળવું 

અઠવાડિયા ની વચ્ચે દુકાન માં જઈને તમારા બાળકો નો સામાન લેવાનું ટાળો. તમે કોઈ સબ્સક્રિપ્શન અથવા તો સેવા જેના વડે જરૂરી સમાન જેમ કે બેબી વાઈપ્સ, ડાઈપર, પાવડર અને લોશન એક નક્કી કરેલા સમયે દર અઠવાડિયે તમારે ત્યાં આવી જાય. દાખલા રીતે, તમને તમારા નવા જન્મેલા જોડિયાઓ માટે પેહલા અઠવાડિયામાં 120 ડાઈપર જોઈશે. એટલા માટે જ પહેલેથી થી નક્કી કરેલું હશે કે શુ વસ્તુ ની જરૂર પડવાની છે તો એ તમને બજાર માં જવાથી બચાવશે અને એ સમય માં તમે કસું બીજું કામ કરી શકશો.

3. પ્રાથમિકતા ન આપવી

જો તમે તમારા કામો ને પ્રાથમિકતા પ્રમાણે ના ગોઠવો તો તમને બધું જ કામ અશક્ય લાગશે. તમારું બધું ધ્યાન તમારા ઉપર અને તમારા બાળકો ઉપર હોવું જોઈએ. કોઈ બીજા વિશે વિચારવાનો પ્રયાસ પણ ના કરતા - કોઈ તમારી પાસેથી આની આશા પણ નથી રાખતું. બધા લોકો જોસે કે તમે હોવી માં બની ગયા છો અને પોતાની જાતેજ તમારા ઉપર આશા રાખવાનું બંધ કરી દેશે. તમને જેટલી પણ મદદ મળે એ બધાની જરૂર પડશે ઘરકામો કરવા માટે - ખાવા બનવાનું, સફાઈ (ડાઈપર બદલવાનું ગણી ને). કોઈક એવું રાખજો જે તમારી ડાઈપર બદલવામાં મદદ કરે. તમને થોડોક ખાલી સમય પણ જોઈશે પોતાની જાત ને તંદુરત અને ચોખ્ખું રાખવા માટે.

4. મૂંઝવણ થવી

આખા દિવસમાં તમારું બાળક શુ કરે છે એની જાણકારી રાખો. કયા બાળકે દૂધ વધારે પીધું છે ? કયા બાળક નું હમણાં હમણાં જ ડાઈપર બદલાયું છે ? આ બધી વસ્તુ નોંધવા માટે ડાયરી નો ઉપયોગ કરો. આ રીતે તમને દર રોજે તમારા બાળકો વિશે વધારે જાણવા મળશે અને તેમની તફાવતો વિશે પણ જાણવા મળશે.

5. એક સરખા કપડાં

તમે તમારા જોડિયાઓ માટે કોઈ પ્રસંગ ઉપર સરખા કપડાં લાવી શકો છો. બધા બાળકો નો આવો એક ફોટો તેમના ભાઈ-બહેન સાથે હોય જ છે. પણ દર વખતે એમને સરખા કપડાં પહેરાવા ની આદત ના પાડસો. જ્યારે એ નાના હોય, ત્યારે એવું બની શકે છે કે એક જેવા કપડાં લેવાય કારણકે સસ્તા પડતા હોય. પણ જેમ જેમ એ મોટા થાય, એમને એમના કપડાં પસંદ કરવા દો.

6. એમને સાથે રાખવા 

બધા માતા-પિતા તેમના બાળકો ને સાથે રાખવાની બઉ મોટી ભૂલ કરતા હોય છે. આના થી બાળકો ઘડાતા નથી અને એમને પોતાના સ્વપ્નો અને તાકાત શુ છે એની લહબર પડતી નથી. કોઈ મોટું થઈ ને ન્યુરોસર્જન બનવાનું ઇચ્છતું હોય અને બીજા નું મગજ સર્જનાત્મક હોય તો એ પાબ્લો પિકાસો બને. પણ જો તમે એમને એક જ કલાસ લેવડાવો તો તમે એમના સ્વપ્નો ને રોકશો. એમને જાતે જ નિર્ણય લેવા દો કે એમને શુ કરવું છે..

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon