Link copied!
Sign in / Sign up
10
Shares

આ 5 વાતો તમારા બાળકને જરૂર કહો !

માતા-પિતા સામાન્ય પરિસ્થિતિમાં બાળકોના રોલ મોડલ હોય છે. કેવી પણ પરિસ્થિતિ હશે તે પોતાના બાળકોની પડખે જ ઊભેલા જોવા મળશે. તેમને સકારાત્મક વલણ આપવા માટે માતા-પિતાનો સિંહ ફાળો હોય છે. તો અહીં કેટલીક એવી વાતો કહેવામાં આવી છે જે દરેક માતા-પિતાએ પોતાના બાળકને જીવનમાં કહેવી જોઈએ.

1. તુ જેવો છે તેવો જ સરસ છે

દરેક માણસમાં કોઈ ચોક્કસ ખૂબી હોય છે. એવી જ રીતે તમારા બાળકમાં પણ કંઇ તો ખૂબી હશે જે તમારે એને કહેવાની છે. જો તમે તેની પાસે બીજા બાળકના ગુણગાન ગાશો તો તે તેના જેવું બનવામાં પોતાની ખૂબીઓ ભૂલી જશે.

2. તને મોટા થઈને જે બનવું હોય તે બનજે અમે તારી સાથે જ છીએ

તેની પર કોઈ દબાણ ન આપો કે તારે મોટા થઈને ડોક્ટર કે એન્જીનીયર જ બનવાનું છે કે મારો ઘંઘો છે તે જ કરવાનો છે. તેને સ્વતંત્રતા આપો કે તેને જે ગમે તે બની શકે.

3. તારા મિત્રોનો રંગ તારી પર લાગશે

આપણે માનતાં હોઈએ છીએ કે તમારી કંપની જેવી હશે તમે તેવા બનશો અને તે માનસિક રીતે સાચું જ છે એટલે એને સમજાવો કે મિત્રો હંમેશા સારી આદત વાળા જ રાખે.

4. બધાને સન્માન આપો

સામેવાળી વ્યક્તિ બહુ હોંશિયાર કે ઘનવાન છે તેથી જ તેને સન્માન આપવું એવું જરૂરી નથી. દરેક વ્યક્તિ પછી તે કાળુ હોય, બદસૂરત હોય, ગરીબ હોય કે પછી ઠીંગળું હોય પરંતુ સામે વાળા વ્યક્તિ જો મનનો સારો હોય તો તેને સન્માન આપવું જોઈએ.

5. તમને જે ગમે છે તેને મેળવવા મહેનત કરો

ક્યારેય નસીબના આધારે ન બેસવાનું કહો તમને જે ગમે છે તે કરવા માટે જેટલી મહેનત કરવી પડે તે કરો પરંતુ હાર ન માનો.

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon