Link copied!
Sign in / Sign up
1
Shares

આ 5 ટિપ્સ અપનાવી કરો પાર્ટનરને સપોર્ટ

જીવનમાં કેટલાય નિર્ણયોનું પાલન ન કરવાના કારણે સંબંધોમાં તેની આડઅસર વર્તાવા લાગે છે અને તેમાં ધીમે-ધીમે અંતર ઉત્પન્ન થવા લાગે છે. તેને પૂરા કરવા માટે મોરલ સપોર્ટની જરૂર હોય છે. જો તમારા લગ્ન થઈ ગયા છે અને તમારો પાર્ટનર તમારો સપોર્ટ ઝંખે છે તો વિના કોઈ સંકોચ પાર્ટનરનો સાથ આપો અને તેમના સંકલ્પને પૂરા કરવામાં તેમની મદદ કરો.

પાર્ટનરના દરેક લક્ષ્ય પર વિશ્વાસ રાખો

જૂની આદતો છોડવી કોઈ વધુ મુશ્કેલ કામ નથી. તેના કરતા પણ મુશ્કેલ છે તે આદતના બદલે કોઈ હેલ્ધી આદત અપનાવવી. આ સમયે જ તમારા સાથીને તમારી સૌથી વધુ જરૂર હોય છે. કોઈ વાત પર સાથીને મેણાંટૂણાં મારવા અથવા તેની મજાક ઉડાવવાની જગ્યાએ તેનો સાથ આપો. પોઝિટિવ એટિટ્યૂડની સાથે ખરાબ આદતોનો ત્યાગ કરો અને નવી આદતોને અપનાવવામાં મદદ કરો.

ખરાબ બિહેવિયરને સહન ન કરો

 દરેક પળ મદદ કરવાનો અર્થ એવો જરાય નથી કે તમે તમારા પાર્ટનરના ખરાબ બિહેવિયરને પણ સહન કરો. કેટલીક બાબતોમાં સખત થવું પણ જરૂરી છે. પાર્ટનરને તેની ભૂલનો અહેસાસ પ્રેમથી કરાવો અને જણાવો કે તેમનો લક્ષ્ય શું છે.

 ઉદાહરણ આપીને સમજાવો

 પ્રેરણા આગળ વધવાની હિમ્મત આપે છે. તમારો પાર્ટનર પણ પોતાના લક્ષ્યને લઈને એલર્ટ રહે અને તેને મેળવવા માટે તત્પર રહે તેના માટે તમારે સ્વયંને ઉદાહરણના રૂપમાં રજુ કરવું પડશે. તમને લક્ષ્ય પ્રત્યે સમર્પિત જોઈને તમારા પાર્ટનરના મનમાં પણ પોતાના લક્ષ્યને હાંસલ કરવાની ઝંખના બની રહેશે.

એક ટીમ બનીને કામ કરો

 પાર્ટનરને એ વાતનો અહેસાસ કરાવો કે તમે દરેક ક્ષણ તેમની સાથે જ છો. તેના માટે ટીમની જેમ કામ કરો. જેમ કે, પાર્ટનરની જરૂરિયાતોનું ધ્યાન રાખવાની સાથે તમારી જરૂરિયાતોની વચ્ચે બેલેન્સ બનાવીને ચાલો. તેનાથી અસર જલ્દી દેખાશે.

 પોતાના હોવાનો અહેસાસ કરાવો

 કેટલીક આદતોનો ત્યાગ કરતી વખતે મૂડ ખરાબ થઈ જાય છે, સ્વભાવમાં ચીડિયાપણું આવી જવું જેવી કેટલીય સમસ્યાઓ આવે છે ત્યારે પાર્ટનરને પોતાના હોવાનો અહેસાસ કરાવો. આવી સ્થિતિમાં દલીલ કરવાથી બચો, ન તો પાર્ટનર ઉપર કોઈ આરોપ લગાવો. વાતચીત દરમિયાન આ બધી જ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું. પાર્ટનરને વિશ્વાસ અપાવો કે કોઈ લક્ષ્યને હાંસલ કરવું માત્ર તેમની જ નહીં પરંતુ તમારા બંનેની જવાબદારી છે. તેનાથી તેમને પોઝિટિવ એનર્જી મળશે અને તમારા સાથથી તે ખુશ થશે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon