Link copied!
Sign in / Sign up
4
Shares

આ 5 ખોરાક જે માતાઓ એ સ્તનપાન સમયે ટાળવા જોઈએ


ગર્ભવસ્થા ની જેમ નર્સિંગ અને સ્તનપાન માતા અને શિશુ માટે મહત્વપૂર્ણ હોય છે. એમાં કોઈ સંદેહ નથી કે આ સમયે માતાએ પોતાનું ઘણું ધ્યાન રાખવું પડે છે. આ સમયે માતાઓને વધારે ભૂખ લાગવી અને વધારે તરસ લાગવી એ સામાન્ય છે. પણ જે તમે ખાવ અને પીવો છો શું તમારા શિશુ માટે તે લાભદાયક છે કે પછી હાનિકારક છે. માતા એ ખોરાક ના બાબત માં બહુજ ચોક્કસ થી ખાવા પીવા માં ધ્યાન રાખવું પડે છે. કદાચ તમારા શિશુ માટે કઈંક ખોરાક એલર્જી ની જેમ કામ કરશે તો? એટલે માતા એ સ્તનપાન ના સમયે ખોરાક માં બહુજ ધ્યાન રાખવું પડશે.

ચાલો જાણીએ માતાઓ માટે ક્યાં ખાન-પાન હાનિકારક છે :

1.ચોકલેટસ :

સ્તનપાન કરાવતી માતાને દૂધ પીવડાવતા સમયે ચોકલેટસ નું ત્યાગ કરવું બહુજ અઘરું પડે છે. મૂડ સ્વિંગ્સ દરમિયાન ચોકલેટસ મદદરૂપ હોય છે. ચોકલેટસે તારણહાર ની જેમ સગર્ભાવસ્થા દરમિયાન જીવનને વધુ સરળ બનાવ્યું હતું. સ્તનપાન સમયે વધારે પડતી ચોકલેટસ ખાવાની શિશુ પાર જાડા (loosemotion) ની અસર થઈ જાય છે. હાલાકી તમે ચોકલેટસ ખાઈ શકો ચો પણ તેની માત્રા સાવ ઓછી હોવી જોઈએ.

2. ડેરી ઉત્પાદનો (ગાયનું દૂધ):

ઘણા સ્તનપાનવાળા બાળકોને ડેરી પ્રોડક્ટ્સ થી એલર્જી થાય છે. જો કે ગાય ના દૂધ માં ભરપૂર લેક્ટોઝ ની માત્ર હોય છે એટલે એનું રિએકશન અને લક્ષણો દરેક વ્યક્તિ માં અલગ રીતે કામ કરે છે. ગાયના દૂધ પ્રોટીન અસહિષ્ણુતા સાથે સંકળાયેલા કેટલાક સામાન્ય લક્ષણોમાં એક્ઝેમા, ઝાડા, ઉલટી, કબજિયાત, ભીષણ નાક જેવા અનેક લક્ષણો દેખાય છે. જો તમે તમારા બાળક માં આવા કોઈ પણ લક્ષણો જોવો તો તરત ડૉક્ટર નો સંપર્ક કરો.

3. માછલી :

સ્તનપાન દરમિયાન ડોક્ટર્સ માછલી જેવા ખોરાક ને ટાળવા નું કહે છે. જો સ્તનપાન કરાવતી માતા માછલી ખાય છે, તો તેના દૂધ માં અનેક જાતના ટોક્સિન્સ આવી જાય છે જે બાળક માટે ખતરનાક સાબિત થઈ શકે છે. માછલી ખાવાથી શિશુ નો વિકાસ પૂરો થઈ શકતો નથી. બને એટલું માછલી જેવા ખોરાક થી દૂર રેહવું.

4. દારૂ :

માતાના દૂધમાં દારૂની હાજરી થી બાળકના સામાન્ય અને તંદુરસ્ત વૃદ્ધિમાં દખલ થવાની સંભાવના થાય છે. તે બાળકની ભારે નબળાઈ અને સુસ્તીમાં પરિણમી શકે છે. દારૂ ની સાથે સ્તનપાન કરાવતી માતાઓએ આ સમયગાળા દરમિયાન ધૂમ્રપાન કરવાનું પણ ટાળવું જોઈએ. તમારું સ્વસ્થ બાળક જરૂરી છે કે પછી આ બધી વસ્તુઓ નું સેવન કરવું જરૂરી છે?

5. પ્રક્રિયા ખોરાક (processed foods) :

પ્રોસેસ્ડ ફૂડ્સમાં હાજર એડિટિવ્સ અને પ્રિઝર્વેટિવ્સ બાળક પાર પ્રતિકૂળ અસર કરી શકે છે. આ એડિટિવ્સ બાળક માં એલર્જી પેદા કરે છે ક્યારેક બાળક માં મૂડ સ્વિંગ્સ પણ આવી શકે છે જેના કારણે બાલકો માં ચીડિયાપણું વધી જાય છે. આ ઉપરાંત, લેક્ટિંગ માતાઓએ કોફી, હોટ અને મસાલેદાર ખોરાક, એસિડિક ખોરાક (ખાસ કરીને વિટામિન સી સમૃદ્ધ), સોયા, મગફળી, ટામેટા, કોબી ટાળવા જોઈએ

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon