Link copied!
Sign in / Sign up
0
Shares

૫ બોલિવૂડ ની જોડીઓ જેમણે પરવરીશને સારી રીતે સમજી લીધું છે😇😇

બોલિવૂડ નો એક ભાગ બનવુ એ કોઈ સરળ કામ નથી કારણકે તમારુ વ્યક્તિગત જીવન હમેશા લોકોની નજર માં રહે છે .આ છે બોલિવૂડ ની પાંચ જોડીઓ જેમણે મીડિયા (પ્રસારણ માધ્યમ) ને અને લોકપ્રિયતા ને ક્યારેય તેમના સંતાનો ના ઉછેર વચ્ચે નથી આવવા દીધું અને તેમના બાળકો ને સામાન્ય બાળપણ આપ્યું.

(૧) ટ્વીંકલ ખન્ના અને અક્ષય કુમાર 

ટવીંકલ ખન્ના ને કોઇ કોઇ જગ્યાએ મજકિયા સ્વાભાવ માટે જાણવા માં આવે છે .અને તેમનો પતિ અક્ષય કુમાર બોલિવૂડ ના જાણીતા અભિનેતા છે બંને તેમના બાળઉછેર ની કળા વિશે ચર્ચાઓ કરતા રહે છે એક ટોક શો માં તેમણે કહ્યું હતુ કે ,તેમના બાળકો સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવા માટે હંમેશા તેમના દરવાજા ખુલ્લા રાખવા નું પસંદ કરે છે .જેથી તેમના બાળકો ની વિચારવા ની કુશળતા વધે અને જ્યારે તેમને કોઈ વાત કરવી જરૂરી હોય ત્યારે સૌ પ્રથમ તેઓ તેમના માતાપિતા પાસે જ આવે .

તમારા બાળકને કોઈપણ મુશ્કેલ ઘડીએ ખુલીને વાત કરવાનો અવસર આપવો જોઈએ .આ એક સારા ઉછેર ની નિશાની છે .

(૨) નીતુ અને રિશી કપૂર 

આ જોડી વચ્ચે પાંગરતો પ્યાર અને પરીઓ જેવી તેમની પ્રેમ પ્રકરણએ તેમના બંને બાળકો માટે એક બહુજ ઊંચું સ્તર સુનિશ્ચિત કર્યું છે .આમણે એકબીજા ની ખામીઓને પુરી કરતા કરતા અને હમેશા એકબીજા નો સાથ નિભાવતા નિભાવતા, એકસાથે મળી ને તેમના બાળકો ને મોટા કર્યા છે જ્યારે રિશી કપૂર ને લાગ્યુ કે તે તેમના બાળકો નો સારા મિત્ર નથી બની શક્યા ત્યારે નીતુ એ હાથ આગળ કરી ને બધું બરાબર કરી દીધું .તે હંમેશા તેમના બાળકો માટે વિશ્વાસ પાત્ર હતી તેમનો શાંત સ્વાભાવ અને બીજી બાજુ તેમના પતિ નો એકદમ ઉલટો વ્યવહાર તેમના મોટા થઈ રહેલા બાળકો માટે ખુબજ સારો અનુભવ હતો .એક જોડી ના રૂપ માં તેઓ એકબીજા ના પુરક છે .

(૩) સુઝેન અને હૃતિક રોશન 

હાલ માં તેઓ એકબીજા ની સાથે નથી પરંતુ તેઓ તેમના છોકરાઓ માટે થઈ ને આજે પણ એકબીજા ના સારા મિત્રો છે તેમની હમેશા એવી કોશિશ રહી છે કે તેમના છુટાછેડાની અસર તેમના બાળકો ઉપર ન થાય .

જ્યારે તેઓ સાથે હતા ત્યારે તેમની બાળઉછેર ની રીત એકદમ અદભુત અને દિલચસ્પ હતી તેઓ તેમના છોકરાઓ ઉપર કોઈપણ પ્રકારનો નિર્ણય થોપવાનું પસંદ કરતા નહોતા પછી એ વાત કામની હોય કે તેમના ધર્મ ની હોય .તેઓ તેમના છોકરાઓ દરેક પ્રકારની આઝાદી દેતા હતા .જેથી ભવિષ્યમાં તેઓ જવાબદાર નાગરિક અને સારા માણસ બને .

(૪) કાજોલ અને અજય દેવગણ 

આ જોડીએ તેમના વ્યક્તિગત જીવન ને વ્યક્તિગત બનાવી રાખવા માટે સૌથી સારું કામ કર્યું છે .જોકે વાત જ્યારે ઉછેર ની આવે છે તો કાજોલ નું માનવું છે કે તે એક કડક મિજાજ વાળી માતા છે .તેનું માનવું છે કે ,બાળકોને લાડ અને પ્યાર આપવો અને તેમને માથે ચઢાવવા થી બાળકો બગડી જાય છે અને તેના મતે બાળકોને શરૂઆત થી જ સાચા ખોટા નો ફરક કરતાં શીખવું જોઈએ અને આવુ તેમની સાથે કડક વ્યવહાર કરવાથી જ થઇ શકે છે તેણે તેના ઘર માટે કેટલાક નિયમો બનાવી રાખ્યા છે .તેના અને તેના પતિ ના સ્વાભાવ ની વિભિન્નતા તેમના બાળકો માટે એકદમ યોગ્ય છે એવુ કાજોલનુ માનવું છે .

(૫) કરીના કપૂર અને સૈફ અલી ખાન.

આ એક એવા લગ્ન છે જેણે ધાર્મિક અને સામાજિક બાધાઓને પાર કરી છે. જોકે આ સૈફ અલી ખાન ના પહેલા લગ્ન નહોતા ,પરંતુ કરીના એ જેટલી સરળતાથી સૈફ ના સંતાનોને અપનાવ્યા છે એ ખરેખર પ્રશંસનીય છે .સૈફ ની પહેલી છોકરી કરીના કપૂર ને કોઈપણ દ્વેષ વગર વર્તે છે .તેમના પહેલા સંતાન ના નામને લઈ ને ઘણા વાદવિવાદ થયા હતા પરંતુ તેમણે કોઈપણ પરેશાની વગર તેનો સામનો કર્યો અને તે પરેશાની દુર કરી અને તેમના નિર્ણય ઉપર અડગ રહ્યા. આ જોડી બાળઉછેર ને થોડાક વર્ષો માં એક નવી ઊંચાઈએ લઈ જશે .

તમને સુખદ પેરેન્ટિંગ ની વધામણી .

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon