Link copied!
Sign in / Sign up
0
Shares

સેકન્ડ પ્રેગનન્સીમાં આ 3 સમસ્યા આવે છે, જાણો કારણો અને સારવારના વિકલ્પ😟😟

પહેલીવાર માતા પિતા બનવાનું સુખ ઘણું સારું લાગે છે, પણ જ્યારે તમે ફરી વાર પ્રેગનન્સી રાખવાનું વિચારો છો ત્યારે તે રોમાંચક હોય છે પણ શક્ય છે કે અનેક લોકોને તેમાં સમસ્યા આવે છે. આ સમયે તમે ટેન્શનમાં આવી જાવ છો. આ સમયે તમારે સમસ્યાનું સ્વરૂપ જાણી લેવું જોઇએ.

મેલ ફેક્ટર ઇનફર્ટિલિટી

ઉંમર વધવાની સાથે ફક્ત મહિલાની ફર્ટિલિટી પ્રભાવિત થતી નથી. પુરુષોમાં પણ ઉંમર વધવાની સાથે શુક્રાણુની ગુણવત્તા અને પ્રમાણમાં ઊણપ આવે છે. સ્વાસ્થ્યના ખરાબ રહેવું અને દવાની મદદથી મેલ ઇનફર્ટિલિટી પ્રભાવિત થઇ શકે છે.

 

જીવનશૈલી સાથે સંબંધિત કારણ

વજન વધવાથી પુરુષ અને મહિલા બંનેમાં ઇનફર્ટિલિટીની સમસ્યા થઇ શકે છે. મહિલાઓમાં વજન વધવાથી હોર્મોન અસંતુલિત થઇ જાય છે. વધારે વજન વધી જાય તો મહિલાઓમાં ઓવુલેટરી ડિસફંક્શન થઇ શકે છે અને પુરુષોમાં શુક્રાણુના ઉત્પાદનમાં ખામી આવે છે અને સાથે ઇરેક્ટાઇલ ડિસફંક્શનમાં વધારો થઇ શકે છે.

 

ઇનફર્ટિલિટીની દવાઓ

બીજના નિર્માણ માટે દવાઓ આપવામાં આવે છે જેથી વધારે બીજ રિલિઝ થઇ શકે. એક પ્રજનન ચક્રમાં અનેક બીજનું ઉત્પાદન કરવા માટે ઇનજેક્ટેબલ દવાઓને પણ સામાન્ય રીતે લેવામાં આવે છે. ઇન્ટ્રાયૂટેરાઇન ઇનસેમિનેશન (આઇયૂઆઇ)ની સાથે આ બંને રીતનો ઉપયોગ કરી શકાય છે.

 

કારણોને સમજો

કોઇ પણ યુવતી એક નક્કી બીજની સાથે જન્મ લે છે. સમય કે ઉંમરની સાથે આ એગ્સનું પ્રમાણ ઘટે છે. 37 વર્ષની ઉંમરે અંડાણુની સંખ્યા ઝડપથી ઘટે છે.

 

સારવારના વિકલ્પ

આ એક ખોટી ધારણા છે કે પ્રજનન સંબંધી ઉપચારનો અર્થ છે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઇવીએફ) હોય છે. જ્યારે સચ્ચાઇ એ છે કે સેકન્ડરી ઇનફર્ટિલિટીના ઉપચાર માટે અનેક ઉપાય મળે છે. તેમાં ઇનફર્ટિલિટીની દવાઓથી લઇને ઇન્ટ્રાયૂટેરાઇન ઇનસેમિનેશન (આઇયૂઆઇ કે આર્ટિફિશિયલ ઇનસેમિનેશન) અને અનેક અન્ય ઉપાય પણ છે. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon