Link copied!
Sign in / Sign up
9
Shares

9મા મહિના દરમિયાનનો ખોરાક! :)

આ એ સમય છે જ્યારે તમારે ખુશ થવું જોઈએ કારણ કે હવે તમારી ડિલિવરીનો સમય નજીક આવી રહ્યો છે. તમારે આવનાર નવા પડકારોનો સામનો કરવા તમારી જાતને સબળ કરવાની છે. બેશક, તમને થોડો ભાર લાગશે કારણ કે તમારું બાળક હવે દુનિયામાં પ્રવેશવા માટેની મુસાફરી શરૂ કરવાનું છે. આ સમય ગર્ભાવસ્થાનો છેલ્લો પરંતુ સૌથી આકર્ષક ભાગ છે, કારણ કે તમે જે વ્યક્તિની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તેને તમે મેળવવાના છો.

તમારી ગર્ભાવસ્થાના છેલ્લા મહિનામાં શું ખાવું જોઈએ :

આ તમારી ગર્ભાવસ્થાનો છેલ્લો તબક્કો છે અને તમારું બાળક લગભગ સંપૂર્ણપણે વિકસિત થઈ ગયું છે. માત્ર બાળકનું મગજનો વિકાસ અને ફેફસાનું પરિપક્વ થવાનું શરૂ થાય છે. જ્યારે તમે તમારી મનપસંદ વસ્તુઓને ખાઈ રહ્યા હોવ ત્યારે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે બધું જ ન ખાઈ શકો. તમે જાણો છો કે તમારું પાચનતંત્ર ખૂબ સંવેદનશીલ છે, તેથી તમારે કેટલીક છૂટ-છાટ સાથે પરંતુ સંતુલિત આહારને વળગી રહેવું જોઈએ.

-ફુટ્સ અને શાકભાજી- દિવસમાં ઓછામાં ઓછા 3 વખત

-અનાજ અને આખા અનાજ - દિવસમાં 7-10 વખત

-ડેરી ફૂડ- એક દિવસમાં 4 વખત

-પ્રોટીન- 3 વખત

પાણી - એક દિવસમાં ઓછામાં ઓછા 2 લિટર

અનુસરવાનો આહાર:

તંદુરસ્ત ખોરાક લેવાથી સ્વાસ્થ્ય પણ સારું થશે સાથે સાથે તમારી ગર્ભાવસ્થા પણ સુખી અને સલામત રહેશે. જો તમે સાચો આહાર લેશો, તો તમે કબજિયાત, ઝાડા અથવા એસિડ રીફ્લક્સ જેવી અસુવિધાઓથી પણ બચી શકશો. આ ફક્ત સારી ગર્ભાવસ્થા જાળવવામાં જ તમને મદદ નહીં કરે પરંતુ આનાથી તમારા બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ પ્રાપ્ત કરવા માટે, તમારે નીચેના ખોરાકને અનુસરવું જોઈએ:

૧. આયર્ન

તમારામાં શરીરમાં આયર્નની માત્રા એટલી હોવી જોઈએ કે જેથી તમારા બાળકની અને તમારી તંદુરસ્તી જળવાઈ રહે. માછલી, ચિકન, ઈંડાની જરદી, બ્રોકોલી, વટાણા, મસૂર, પાલક, સોયા બીન, બેરી અને સૂકા ફળો જેમ કે કિસમિસ, પ્રનેટ્સ વગેરે ખાઓ. નિયમિત ધોરણે આયર્ન-સમૃદ્ધ ખોરાકના ઓછામાં ઓછા 3 ભાગ ખાઓ.

૨. ફાઇબર

ખોરાકમાં શાકભાજી અને ફળો તેમજ બ્રેડ અને અનાજ ખાઓ. તમે ખજૂર પણ ખાઈ શકો છો કારણ કે તે ફાઇબરનો સૌથી સમૃદ્ધ સ્રોત છે અને તે સગર્ભા સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ છે.

૩. કેલ્શિયમ

ગર્ભાવસ્થા દરમિયાન તમારા શરીરમાં કેલ્શિયમના સ્તરમાં ઘટાડો થાય છે અને તેથી તમે કેલ્શિયમથી સમૃદ્ધ ખોરાક ખાઓ તે મહત્વનું છે. તમે કેલ્શિયમ માટે લીલા શાકભાજી, ડેરી ઉત્પાદનો, બદામ, ઓટમીલ્સ અને તલના બીજ ખાઈ શકો છો.

૪. વિટામિન સી

આ છેલ્લા થોડા દિવસો દરમિયાન સાઇટ્રસ તમારા આહારમાં અગત્યનો ભાગ છે. જેથી તમે બને તેટલા ખાટા ફળો જેવા કે નારંગી, દ્રાક્ષ વગેરે લો. ઉપરાંત તમે બેરી, ટામેટાં, કોબીજ અને બ્રોકોલી પણ ખાઈ શકો છો.

૫. વિટામિન એ

વિટામિન એ માટે તમે પાલક, ગાજર, શક્કર ટેટી અને શક્કરીયા જેવી ઘણી વસ્તુઓ ખાઈ શકો છો કારણ કે તે વિટામિન એ નો સમૃદ્ધ સ્ત્રોત છે.

૬. ફૉલિક એસિડથી સમૃદ્ધ ખોરાક

જન્મના ખામીઓને રોકવા માટે તમારે લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ, કાળા વટાણા અને ચણા જેવા ખોરાકનો ઉપયોગ કરવો

જોઈએ.

Click here for the best in baby advice
What do you think?
50%
Wow!
50%
Like
0%
Not bad
0%
What?
scroll up icon