Link copied!
Sign in / Sign up
18
Shares

૭ વસ્તુઓ જે દરેક પતિએ તેની પત્ની માટે, બાળજન્મ પછી, કરવી જોઈએ🤗🤗

ગર્ભાવસ્થા એક મુશ્કેલ પ્રવૃત્તિ હોય છે પણ તેના કરતા વધુ મુશ્કેલ હોય છે બાળજન્મ પછીનો સમય. આ સમયે દરેક પતિની એક મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું જણાય છે. એક સહાયક જીવનસાથી આવા જીવન-બદલનાર પડકાર વખતે ખુબ મહત્વના હોય છે.

નીચે કેટલીક એવી બાબતો છે જે પતિએ, ગર્ભાવસ્થા પછી, તરત જ તેમની પત્ની માટે કરવી જોઈએ:

૧.ઘરેલુ કામકાજ તમારા હાથમાં લ્યો.

કદાચ તમારા પતિ એવા હશે જેઓ તમને ઘરેલુ કામકાજ માં કાયમ મદદ કરે છે પણ બાળજન્મ બાદના થોડા મહિનામાં, તમે પોતાને તણાવ ન આપો. ઘરના કામકાજમાં મદદ કરી અમારી તરફથી A+ મેળવો.

૨. પ્રેમ જતાવો.

મોટેભાગે, બાળજન્મ બાદ સ્ત્રીઓ તેમના શરીર બદલ ખુબ ચિંતિત હોય છે. આખરે, તમારું શરીર ઘણી કઠિનાઈઓથી પસાર થયું છે અને એક શિશુને જન્મ આપ્યો છે જેથી તે પહેલા જેવું નથી રહ્યું, પરંતુ તેનો અર્થ એ નહિ કે તમે હવે ખુબસુરત નથી. તમારા પતિ જ તમને આ આત્મવિશ્વાસ આપી ખુશ અને શાંત કરી શકે છે!

૩. માલિશ બધાનો ઉકેલ છે.

બાળજન્મ પછી, તમે જાણતા પણ ન હશો એવા હાડકામાં દુખાવો ઉપડશે તેથી તમારા પતિને માલીશ કરવા કહેવા માટે અચકાવું નહિ. જો તે આપમેળે કરે તો સારું, નહિતર તેમને કેહવું. માલિશવાળી પણ રાખી શકો છો.

૪. બાળકની કાળજી લેવી.

જયારે બાળક રડતુ હોય છે, તો એક માત્ર પત્નીને બોલાવવા કરતા વધુ સારું વિકલ્પ છે કે તમે પોતે શિશુને ચૂપ કરાવો. ફક્ત તેને ઉંચકી જુલાવાથી તે શાંત થઇ જાય છે. જો તમારું બાળક અડધી રાતે જાગી રોવા માંડે છે, તો જરૂરી નથી કે હમેશા માતા જ તેને શાંત કરાવે.

૫. પત્નીનો પ્રોત્સાહન બનો.

એક નવી માતાની ખુબ જીમ્મેદારીઓ હોય છે. એટલે આ સમયે ફરિયાદ કરવા કરતા તેમની મદદ કરી તેમને શાંત રાખવાનો પ્રયાસ કરો. તેમને ટેકો આપવો અને કેહવું કે બધું બરાબર થઇ જશે, એ તમારા પતિનું સૌથી પ્રથમ કામ હોવુ જોઈએ.

૬. સૂચના માટે રાહ ન જોવી.

આ વાત સાચી કે, પછી માફી માંગવા કરતા શરૂઆત થીજ ધ્યાન રાખવું, પણ શું પતિએ દરેક વસ્તુ પત્નીને પૂછી-પૂછી ને કરવાની? જો માતા સૂતી હોય અને બાળકને નીચે હવામાં લઇ જવાનો સમય છે તો તમે તેને લઇ જાઓ, જો બાળકના દૂધનો સમય છે તો બોટલ લઇ આવો; એમાં પૂછવાની કઈ જરૂર નથી હોતી.

૭. આ બધુ ખુશી થી કરવુ.

છેવટે, તમે પત્ની માટે જે પણ કરો તે રાજીખુશીથી કરવું. તમે પતિ મોઢુ બગાડતા-બગાડતા કામ કરે એવું નથી ઇચ્છતા, બરાબર? કોઈ પણ સ્ત્રીને સારું ત્યારેજ લાગે છે કે જયારે તેમના પતિ મદદ કરાવે છે તેમની ઈચ્છા થી, દબાણ હોય એટલે નહિ.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon