Link copied!
Sign in / Sign up
0
Shares

6 મહિને બદલો ચંપલ, જાણો ટૂથબ્રશથી લઇને હેર બ્રશ સુધીની એક્સપાયરી ડેટ

રોજ ઉપયોગમાં લેવાતી ચીજોને જો સમયસર ચેન્જ ન કરાય તો તે તમને ફાયદો કરવાના બદલે નુકશાન પણ કરી શકે છે. ચપ્પલ હોય કે પિલો, યોગ્ય સમયે તેને ચેન્જ કરી લેવામાં જ સમજદારી છે. કેમકે ઘરમાં યૂઝ થતી ચીજો સમયસર બદલવામાં ન આવે તો તેમાં હાર્મફૂલ બેક્ટેરિયા એક્ટિવ થાય છે. હાલમાં અનેક ચીજો પર એક્સપાયરી ડેટ હોય છે તેમ છતાં લોકો તેનો ઉપયોગ કરતાં જ રહે છે. જેની પર એક્સપાયરી ડેટ નથી તે ચીજોને પણ એક સમય બાદ ચેન્જ કરી લેવી જોઇએ. હોલ્કર કોલેજમાં કેમેસ્ટ્રીના પ્રોફેસર વિજેન્દ્ર રાયે જણાવ્યું કે કોસ્મેટિક પ્રોડક્ટ્સને તૈયાર કરવા માટે અનેક કેમિકલ અને પ્રિર્ઝવેટિવનો ઉપયોગ કરાય છે. કોઇ પણ પ્રોડક્ટને ઓપન કર્યા બાદ 6 મહિનાની અંદર યૂઝ કરી લેવાય તો તે સારું છે.

1. સ્લીપર્સ 

કોઈ પણ ચપ્પલ જો તમે સતત પહેરી રહ્યા છો તો તેને 6 મહિના બાદ ચેન્જ કરી લો કેમકે જુના ચપ્પલ થી પગમાં ઇન્ફેકશન થઈ શકે છે. 

૨. ટૂથબ્રશ 

કોઈ પણ ટૂથબ્રશ 3 મહિના બાદ ચેન્જ કરી દેવું જોઈએ. કારણકે સતત ટૂથબ્રશ યુઝ કરવાથી લૂઝ બ્રીસેલ્સના કારણે પેઢા છોલાવવાની અને તેમાંથી લોહી નીકળવાનો ડર રહે છે.

3.તકિયા 

તકિયાને ૨ થી 3 વર્ષ બાદ બદલી દેવા જોઈએ. લૂઝ તકીયાથી બોડીનું એલાઈન્ટમેન્ટ બગડે છે અને દુખાવો થાય છે.

૪. રનીંગ શુઝ

 

 વધારે જુના શૂઝ યુઝ કરવાથી પગમાં ખેચાણ આવે છે. તેનાથી દુખાવો આવે છે એટલે 6 મહિના બાદ ચેન્જ કરી લેવા યોગ્ય છે.

૫. હેર બ્રશ 

કોઈ પણ બ્રશને નિયમિત રીતે વોશ કરતુ રેહવું જોઈએ. અને ૪ વર્ષ બાદ તેને ચેન્જ કરવું જોઈએ. વધારે જુના બ્રશ માથાની સ્કીનમાં સ્ક્રેચ લાવે છે અને ઇન્ફેકશન નો ખતરો પણ થઈ શકે છે.

6. ઇનર વેર 

દર આઠ મહીને ઇનર વેર (બ્રા, પેન્ટી, સ્લીપ ) વગેરે ..... બદલતું રેહવું જોઈએ. જેમ જેમ તે વધારે યુઝ થશે તેમ તેમ તેમાં ઇલાસ્ટીક પણ લૂઝ થશે અને ફીટીંગ બગડવાથી બોડીનો શેપ પણ બગડે છે.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon