Link copied!
Sign in / Sign up
0
Shares

૬ બાળકની કેર ટીપ્સ જે તમને કોઈ નહીં કહે

જ્યારે વાત બાળક ના ખોરાક અને ડાઈપર ની આવે છે તમે હંમેશા તમારા ફ્રેન્ડ્સ, પડોશી અને ફેમીલી પાસે સલાહ લઈ શકો છો. પરંતુ અમુક ચોક્કસ બેબીકેર ટીપ્સ હોય છે જે કોઈ તમને નથી કેહતુ. અહીં વાંચો જાણવા માટે: 

૧. તમારા બાળકને વાંરવાર પકડવા થી તેને જ મદદ મળશે

એ સમય જ્યારે તમારુ બાળક જન્મે છે અને તે સ્કુલ જાવાનું શરુ કરે ત્યાં સુધી, ત્યારે લોકો તમને કેહશે કે તમારે બાળકને દરેક સમયે પકડવું ના જોઈએ કેમકે પકડીને રાખવી થી તેને આદત પડી જાય છે. આ સાચુ નથી.જ્યારે તમે બાળકને પકડો છો, તે ખુશ અને સલામત અનુભવે છે.

૨. શુઝ જ્યારે તે ચાલતા શીખી જાય ત્યાર માટે છે.

એ ઘણુ આકર્ષક હોય છે તમારા ૧ મહિના નાં બાળક માટે નાના ક્યુટ શુઝ લેવા. પરંતુ હકીકત એ છે કે બાળકને જ્યાં સુધી તે ચાલતા ના શીખે શુઝ ની જરુર નથી હોતી. તે શુઝ, ભલે ગમે તેટલા સુંદર હોય, તે મોટા થાય ત્યારે જ વપરાશે. પરંતુ તેને તે શુઝ પેહરાવી ને તૈયાર કરીને જ જો તમને રાતનાં ઊંઘ આવતી હોય, તો જરુર ખરીદો!

૩. બેબી વાઈપ્સ ખરેખર જરુરી નથી

જેટલુ આઘાતજનક આ લાગે છે, તમારા બાળકને ખરેખર તેની જરુર નથી હોતી. હકીકતે, ઘણા બાળકો બેબી વાઈપ્સથી એલર્જીક પણ હોય છે. તેને ડાઈપર ચેન્જ પછી સાફ કરવા, ભીના કપડા અને માઈલ્ડ સાબુ નો ઉપયોગ કરી શકો છો.

૪. રડવાનો મતલબ હંમેશા ચુંક હોવી જ નથી હોતી

નવા વાલીઓ ને એવુ થાય છે કે જ્યારે બાળક લાંબા સમય સુધી રડે છે, તે ચુંક જ હોઈ શકે છે. પરંતુ હમેંશા આ જ કારણ નથી હોતુ. તે રડવા સાથે જે લક્ષણો બતાવે છે તેના ઉપર થી ખબર પડી શકે છે - તે એસીડ રીફ્લક્સ થી લઈને દાંત આવવા કંઈપણ હોઈ શકે છે. તેથી, તમે કોઈ તારણ પર આવો તે પેહલા તમારા ડોકટર ને મળવુ સારુ રેહશે.

૫. સંગીત તમારા બાળકને શાંત કરી શકે છે

તમે કદાચ નોંધ્યુ હશે કે જ્યારે તમે તમારુ મનપસંદ સંગીત સાંભળો છો, તે તમને તરત જ ખુશ જગ્યા એ લઈ જાય છે. તમે આરામ અનુભવો છો. આ જ બાળક માટે કહી શકાય છે!

૬. સ્પ્રીંક્લ્સ માટે તૈયાર રેહજો

જ્યારે તમે બાળકનું ડાઈપર બદલો છો, એની શક્યતા છે કે તે તમારા પર છંટકાવ કરશે. આ એટલે કેમકે, જ્યારે તમે ડાઈપર બદલો છો, અચાનક ઠંડી હવા આવવા નાં કારણે થોડી લીક થઈ જાય છે. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon