Link copied!
Sign in / Sign up
0
Shares

૫ વસ્તુઓ તમે સ્તનપાન દ્વારા તમારા શિશુ સુધી પહોંચાડો છો🤔🤔

જેમ ગર્ભાવસ્થા દરમિયાન તમારા ખાવા-પીવાનું પૂર્ણ રીતે તમારા બાળકને અસર કરે છે, તેમ જ બાળજન્મ બાદ પણ, સ્તનપાન દ્વારા, તમારો ખોરાક બાળક ઉપર પ્રભાવિત છે. જો તમને આતુરપણે અવલોકવાની આદત હશે તો તમે જોયું હશે કે જેમ તમે તમારા ખોરાકમાં ફેરફાર કરો છો, તેમ જ તમારા બાળકમાં પણ ફરક દેખાય છે.

આ ૫ ખાદ્ય પદાર્થ છે જે તમારા સ્તનના દૂધમાં મળી બાળક સુધી પહોંચે છે:

-વિટામિન સી

સ્તનપાન કરાવતી માતાઓને ઘણીવાર સંતરા ને લીંબુ જેવા ખાટા પદાર્થો થી દૂર રેહવાની સલાહ આપવામાં આવે છે, કારણ તેમા હાજર એસિડ બાળકના પેટને નુકસાન પહોંચાડી શકે છે. આ વાત સાચી છે કે સિટરિસ ફળોમાંથી વિટામિન સી બાળકોને સ્તનપાન દ્વારા પહોંચે છે, પરંતુ એવું ખુબ જ ઓછી વખત થયું છે તે બાળકને અસર કરે છે. આવા સમયમાં, આ ફળો પોષણથી ભરપૂર હોય છે અને તમારા માટે ખૂબ જ સારા હોય છે પરંતુ જો તમને લાગે કે તેઓ તમારા બાળકને નુકસાન પહોંચાડી રહ્યા છે, તો પછી તેનું સેવન ન કરો અને જુઓ કે શું ફેરફાર દર્શાવે છે.

-કોફી

જો તમે એક આતુર કોફી-પીનારા વ્યક્તિ હોવ તો આ વાતમાં આશ્ચર્ય નથી કે તમારા સ્તનના દૂધમાં અમુક કેફીન હાજર હશે. આ પૂર્ણપણે તમારા બાળક માટે હાનિકારક નથી હોતું એટલે તમારા કોફીનું સેવન બંધ કરવાની જરૂર નથી. પરંતુ જો તમારા બાળકને સુવામાં મુશ્કેલી થાય છે, તો કોફી પીવાનું થોડી ઓછી કરવું.

-ચોકલેટ

ચોકલેટમાં થીઓબ્રોમાઇન હોય છે, જે કોકોના પદાર્થોમાં જોવા મળે છે. જો તમે વધુ પ્રમાણમાં ચોકલેટનું સેવન કરતા હોવ (ખાસ કરીને ડાર્ક ચોકલેટ, કારણ તેમાં વધુ માત્રામાં થીઓબ્રોમાઇન હાજર હોય છે), તો શક્ય છે કે તમારું બાળક ખુબ ઈજાગ્રસ્ત અને ગેસયુક્ત થયા કરશે. જો તમને ચોકલેટ ખાવી જ હોય, તો વાઈટ અથવા દૂધની ચોકલેટ ખાઓ.

-દવાઓ

જે દવાઓ તમે પ્રથમ ૬ મહિનામાં લ્યો છે, તેનુ તમારા સ્તનના દૂધમાં સમાવેશ થઇ શકે છે. સામાન્યતઃ જે દવાઓ તમને કીધી હશે, તે બાળકને નુકશાન નથી પહોંચાડતી, એટલે સ્તનપાન કરાવતા સમયે, તમને તે દવાઓ બંધ કરવાની જરૂર નથી હોતી. જો તમારું બાળક ચિડાતું રહે છે તો તમે ડોક્ટરને જાણ કરો અને જુઓ કે આ લક્ષણો તમારી દવાઓનું પરિણામ છે કે નહિ.

-દારૂ

દારૂ પીવાના ૩૦ થી ૬૦ મિનિટ પછી, તમારા લોહીના પ્રવાહમાં દારૂનો સ્તર સૌથી વધુ હોય છે. અને દારૂનો એટલો જ સ્તર તમારા સ્તનના દૂધમાં હાજર હોય છે. તેથી, દારૂની એક યુનિટ પીધા પછી ઓછામાં ઓછો ૨ થી ૩ કલાક તમારા બાળકને સ્તનપાન કરાવવાનું ટાળો. નિયમિતપણે દારૂ પીવાથી, સ્તન દૂધનું નિર્માણ પણ ઘટે છે.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon