Link copied!
Sign in / Sign up
4
Shares

૫ પ્રકારની સાસુઓ😲😲

તમે લગ્ન કરી લીધા છે, તો શું તમે અવે જીવન ભર ખુશ રહી શકશો? ના, હજી તો ખાલી લડાઈ જીતી છે, યુદ્ધ તો બાકી છે. જ્યારે તમારા લગ્ન થાય છે ત્યારે મને એ તો નથી ખબર કે લગ્ન ખાલી પતિ સાથે થયા છે કે સમગ્ર પરિવાર સાથે, પણ હું એટલું જાણું છું કે સાસુ સાથે તો નક્કી થયા જ છે. સારી સાસુ એટલે સારું જીવન. રોજની સાસુ-વહુની સિરિયલ જેવું તમારે તમારું જીવન લાગવા લાગશે. હવે અમે સાસુઓ ની ૫ પ્રકાર બતાવીશું.

૧. ઈર્ષ્યાવાળી સાસુ

તેમને માત્ર એક જ વાતનું દુઃખ છે કે તેમના દીકરાને તેમની પાસેથી છીનવી લીધો, એવું તો એમને વિચાર્યું જ નઈ હશે કે ઘરમાં લક્ષ્મી માતાનો પ્રવેશ થયો છે. જો તમારી સાસુ ઇર્ષ્યાળું હોય તો માફ કરજો, કારણ કે તમારા ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે. આ ઘણી વસ્તુઓના કારણે બની શકે છે, જેમ કે પુત્ર માટે ઘણો પ્રેમ, પુત્રની ચિંતા વગેરે. તમારી સાસુ આ વાત પર ક્યારેય ભરોસો નહીં કરશે કે તમે તેમના પુત્ર માટે એકદમ યોગ્ય છો.

૨. વચ્ચે માથું મારવા વાડી સાસુ

તમારી સાસુ તમારા વિશે બધું જ જાણવા માગે છે. તમે શું કામ કરો છો, તમે શું નથી કરતા, ઘરના તમામ કામ કેવી રીતે કરો છો, તમારા કાર્યની દરેક માહિતીને રાખવું મહત્વપૂર્ણ સમજે છે. તે વધુ ખરાબ નથી પરંતુ તે સારી પણ નથી. તમારી સાસુ તદ્દન અજાણ રેહશે કે તે તમને નબળા ગણે છે, પરંતુ તે આજ વિચારે છે. ક્યારેક તમારે આ બાબત સારી ન લાગે, પણ સામાન્ય રીતે દરેકના ઘરમાં આવું જ હોય છે.

૩. ચાલાક સાસુ

હા, તમે બરાબર સાંભળ્યું ચાલાક સાસુ. તમે માનો કે ના માનો પણ દુનિયાની અડધા કરતા વધારે સાસુઓ તોડ વાડી જ હોય છે. કારણકે તેમના મગજમાં માત્ર એક જ વસ્તુ છે કે તેમનો પુત્ર જે પણ કરે એમની મરજી પ્રમાણે જ કરે અને જરૂર પડે તો તેના પુત્રને બ્લેક મેઇલ પણ કરી શકે. આ કદાચ તમારા પતિ પર ભારે પડી શકે છે. તેનો અર્થ એ છે કે એ તેમની પત્ની અને માતાની વચ્ચે કોની પસંદગી કરશે.

૪. ચોન્ત્વા વાળી સાસુ

તમે ક્યાં પણ હોવ ઘર અથવા ઘરેથી દૂર, તમારી સાસુ એક જ વસ્તુ માંગે છે, કે તમે તેમને કૉલ કર્તા રહો. દરરોજ નહીં પરંતુ તેમને દરેક તક પર કૉલ કરો. તે ઇચ્છે છે કે તમારા કૉલ લોગમાં તે પ્રથમ વ્યક્તિ હોય અને જો ભૂલથી કોઈ પ્રસંગે કૉલ કરવાનો રહી જાય, તો સમજી લો કે તે દિવસ તમારો છેલ્લો દિવસ છે. તે તમારી સાચી મિત્ર અને સાસુ બંને એકસાથે બનવા માંગે છે. થોડો સમય અચૂક લાગશે તે સમજવા માટે તે શું કરવા માંગે છે.

૫. સાથ આપવા વાળી સાસુ

તમારી સાસુને તમારાથી કોઈ વાંધો નથી. તે તમારું ધ્યાન રાખે છે અને તમને પ્રેમ પણ કરે છે. ન તો તે તમારે નીચા દેખાડે છે, ન તો તે તમારે લડે છે, બલ્કે તે તમને યોગ્ય માર્ગ બતાવે છે. જો તમારી સાસુ સાથ આપવા વાળી છે, તો તમને ખબર નથી કે તમે કેટલા ખુશ છો. તમારું જીવન ખૂબ જ સારું જઈ રહ્યું છે.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon