Link copied!
Sign in / Sign up
4
Shares

બોલિવૂડના ૧૦ ઇન્ટર-કાસ્ટ લગ્ન જે સાબિત કરે છે કે પ્રેમનો કોઈ ધર્મ નથી હોતો

પ્રેમ બધાને જીતે છે. બોલિવૂડ સેલિબ્રિટીઝ એ સાબિત કર્યું છે આ સમય-સમય પર, ખાલી ફિલ્મોમાં જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ. હૃતિક રોશનથી લઈને આમિર ખાન સુધી, આ એ-લિસ્ટર એ તેમની લવ સ્ટોરિઝમાં ધર્મને વિલન નો રૉલ નથી ભજવા દીધો અને તેમના ઇન્ટર-કાસ્ટ લગ્નોએ તેમના ફેન્સને પ્રેમનો સંદેશ મોકલ્યો છે. તેમના લવ સ્ટોરીઝ વિશે વધુ જાણવા માટે આ વાંચો.

૧. આમિર ખાન અને કિરણ રાવ:

મિસ્ટર પરફેક્શનિસ્ટ એ બે વાર સાબિત કર્યું છે કે પ્રેમ બધાને જીતે છે. તેમણે ૧૯૮૬માં રીના દત્તા સાથે લગ્ન કર્યાં, પરંતુ બંનેએ ૨૦૦૨માં છૂટાછેડા લઈ લીધાં (તેમને સાથે બે બાળકો છે). ત્યારબાદ, આમિર લગાનની શૂટિંગ દરમિયાન કિરણ રાવને મળ્યા અને તેઓ પ્રેમમાં પડ્યા અને ૨૦૧૧માં લગ્ન કર્યા. આમિર ખાન મુસ્લિમ છે અને કિરણ રાવ નાસ્તિક છે. તે બંને ને છ વર્ષનો પુત્ર છે જેનું નામ આઝાદ રાવ ખાન છે.

૨. શાહરૂખ ખાન અને ગૌરી ખાન:

જો એવું કોઈ કપલ છે જે આપણે કપલ ગોલ્સ આપતી આવે છે, તો તે કિંગ ખાન સિવાય બીજું કોઈ નથી. તે માત્ર ૧૮ વર્ષના હતા જ્યારે ગૌરી સાથે પ્રેમમાં પડ્યા હતા અને ૧૯૯૧માં તેની સાથે લગ્ન કર્યા. દિલ્હીવાલા શાહરૂખ ખાન મુસ્લિમ છે અને ગૌરી રાજપૂત છે, અને તેમનો પ્રેમ બધા માટે #કપલગોલ્સ છે. તેઓ ના ત્રણ બાળકો છે.

૩. હૃતિક રોશન અને સુઝેન ખાન:

હૃતિકે તેના ઇન્ટરવ્યૂમાં એક વાર વાત કરી હતી કે તે કેવી રીતે જાણતા હતા કે તે સુઝેન છે, જે ને મળતાજ તેની સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા. હૃતિક રોશન હિન્દુ છે અને સુઝેન એક મુસ્લિમ પરિવારની છે અને તેઓ બંને એકબીજાના ધર્મની રિસ્પેક્ટ કરે છે. ૨૦૦૦માં તેઓ એ એકબીજા સાથે લગ્ન કર્યા અને તેમને સાથે બે પુત્રો છે!

૪. સૈફ અલી ખાન અને કરીના કપૂર:

કરિના એક પંજાબી પરિવારની છે જ્યારે સૈફ પટૌડીના નવાબ છે. તેઓ એકબીજાને ટશનનાં સેટ પર મળ્યા હતા અને ૨૦૧૨માં લગ્ન કર્યા તે પહેલાં ચાર વર્ષ સુધી તે રીલેશનમાં હતા. સૈફ અને કરીના નો એક પુત્ર છે, તાઈમુર અલી ખાન, જે દેશનો હાર્ટથ્રોબ છે! સૈફ એ અગાઉ અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા, જે પણ એક પંજાબી છે.

૫. અરબાઝ ખાન અને મલાઈકા અરોરા ખાન:

સલમાન ખાનના મોટા ભાઈ અરબાઝ ખાન અને બોલીવુડની સૌથી હોટ મમ્મીએ ૧૯૯૮માં લગ્ન કર્યાં હતાં. અરબાઝ ખાન મુસ્લિમ છે અને મલાઈકા દક્ષિણ ભારતીય હિંદુ છે. તેમનો પુત્ર અરહાન ફેમિલી પિકચરને પૂર્ણ કરે છે.

૬. કુણાલ ખેમુ અને સોહા અલી ખાન:

કુણાલ ખેમુ અને સોહા અલી ખાનના ૨૦૧૪માં એકબીજા સાથે લગ્ન પહેલા લાંબા સમય સુધી રિલેશનમાં હતા. સૈફ અલી ખાનની નાની બહેન પટૌડી છે અને કુણાલ ખેમુ હિન્દુ છે. તેઓ ૬ મહિનાની છોકરી ઈનાયા ના માતા-પિતા છે.

૭. રિતેશ દેશમુખ અને જેનિલિયા ડી સોઝા:

જેનિલિયા મંગલોરિયન કેથોલિક છે અને રિતેશ એક મહારાષ્ટ્રીયન પરિવારનો છે. આ ક્યુટ કપલના ૨૦૧૨માં લગ્ન થયા અને તેમને સાથે બે પુત્રો છે.

૮. સંજય દત્ત અને માન્યતા દત્ત:

સંજય દત્તના લગ્ન માન્યતા સાથે થયા છે, જેનો જન્મ એક મુસ્લિમ પરિવારમાં દિલનવાઝ શેખ તરીકે થયો હતો. તેમને સાથે ટ્વિન્સ છે, એક છોકરો અને એક છોકરી જે આઠ વર્ષના છે.

૯. ફરહાન અખ્તર અને અધુના:

ફરહાન અખ્તર અધુના ને ૨૦૦૧માં 'દિલ ચાહતા હે' ને સેટ પર મળ્યા પછી તેમની સાથે લગ્ન કર્યા. આ એક બીજી હિન્દુ-મુસ્લિમ પ્રેમ કથા છે, પરંતુ કમનસીબે હવે તેઓ સાથે નથી. તેમના સાથે બે બાળકો છે.

૧૦. યુવરાજ સિંહ અને હેઝલ કીચ:

બંનેએ તાજેતરમાં જ એકબીજા સાથે લગ્ન કર્યા છે, પરંતુ બઉ ટાઈમથી રીલેશનમાં હતા. જ્યાં યુવરાજ શીખ છે, હેઝલ કીચ એ બ્રિટિશ-મૌરિશિયન ખ્રિસ્તી છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon